Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 72
________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) શ્રીમદ્ રાજચંદ્રએ એને આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રગટ કર્યો છે અને તેને કારણે જ આપણે સ્વીકારવું પડે કે બંનેની મોક્ષ વિશેની વિભાવનામાં એક વીતરાગ માર્ગના પ્રવાસીની વિભાવના છે તો બીજી પોતાની આસપાસની વાસ્તવિક દુનિયાને જોઈને અને જગતના પ્રવાહોની વચ્ચે રહીને સર્વોદય દૃષ્ટિએ માનવજીવનના અંતિમની ખોજ કરતા મહાત્માની છે. | કડવા ઘૂંટ ૧૯૪૬ માં કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદે ગાંધીજીને જણાવ્યા વિના અને ગાંધીજીના અપેક્ષિત દૃષ્ટિકોણની વિરુદ્ધ જઈને, વિઝિટિંગ બ્રિટિશ મિનીસ્ટર સ્ટેફોર્ડ ક્રિપ્સ પર એક પત્ર લખ્યો - ખાનગી પત્ર - કે પોતે અને કોંગ્રેસ ભારતના ભાગલા કરવા સંમત છે. ક્રિપ્સ જ્યારે ગાંધીજીને બોલાવ્યા, ગાંધીજી આ પત્રથી અજાણ હતા તે જોઈ ક્રિપ્સને ખૂબ નવાઈ લાગી. તેમણે ગાંધીજીને એ પત્ર આપ્યો. બીજા દિવસે ગાંધીજીએ આઝાદને આ બાબત પૂછ્યું ત્યારે જૂઠું બોલ્યા. ગાંધીજી પાસે એ પત્ર હતો, છતાં ગાંધીજી મૌન રહ્યા. તેઓ ચાલ્યા ગયા પછી ગાંધીજીના સેક્રેટરીએ એ પત્રની નકલ કરી કે ભવિષ્યમાં કામ આવે. ગાંધીજીએ તેમને ઠપકો. આપ્યો. નકલ ફાડી નાખવા અને મૂળ પત્ર ક્રિસને પાછો આપી દેવા કહ્યું અને મૌલાનાનો વિશ્વાસ જીતી ન શક્યા તેવો આરોપ પોતાની જાત પર મૂક્યો. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી તેઓ છ મહિના પણ ન જીવ્યા. આ ગાળામાં મોટો ભાગ હિંસાને શમાવવામાં ગયો. બાકીના વખતમાં તેઓ ભારતને મજબૂત કરવા અને રાષ્ટ્ર તરીકે તેનું ભવિષ્ય ઘડવા વિશે વિચારતા. તેઓ વડાપ્રધાન નહેરુને સલાહ આપતા, વિરોધીઓથી તેમનું રક્ષણ કરતા અને કહેતા કે જવાહરને રાષ્ટ્રનું ઘડતર કરવા દો. કોંગ્રેસનું રૂપાંતર સેવક સંઘમાં કરવાની તેમની ઇચ્છા હતી, જે રચનાત્મક કાર્યો પર ભાર મૂકી ગ્રામવિકાસ કરે, સરકાર પર ચાંપતી નજર રાખે અને અન્યાય થાય તો સત્યાગ્રહ કરે. તેમની આ ઇચ્છા ફળીભૂત થઈ નહીં. - લોર્ડ ભીખુ પારેખ (‘ગાંધી’ પુસ્તકમાંથી)) પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીની દૃષ્ટિએ જૈનધર્મ અને ગાંધી વિચારધારા - ડૉ. પ્રીતિ શાહ (ડૉ. પ્રીતિબહેન શાહે ‘સમૂહ માધ્યમોના વિકાસ' વિષય પર સંશોધન કરી Ph.D. પ્રાપ્ત કરેલ છે. જૈન ધર્મના અભ્યાસુ ડૉ. પ્રીતિબહેન ગુજરાત સમાચારના લોકપ્રિય કટાર લેખક છે.). ધર્મો, પંથો, મતો, આગ્રહો, સંપ્રદાયો, દેઢ માન્યતાઓ અને દેઢ ગ્રંથિઓના વિરાટ આકાશમાં અહોભાવની વીજળી ચમકતી હોય, પોતપોતાના ધર્મ કે સંપ્રદાયોના ગુણમહિમા સમાન વાદળોની ગર્જના સંભળાતી હોય અને આકાશ આગ્રહો, અજ્ઞાન અને અંધશ્રદ્ધાના તિમિરથી છવાયેલું હોય ત્યારે આપણને કેવો અનુભવ થાય? કાન પર એટલા બધા કોલાહલ સંભળાય કે માનવી દિશાશૂન્ય બની જાય. આવે સમયે આવશ્યકતા હોય છે કોઈ નિરાગ્રહી મનની વિશાળતા ધરાવતા સત્યનિષ્ઠ પારદર્શી વિચારકની કે જેના વિચારો આ કાળા ડિબાંગ આકાશને વિખેરી નાખે અને કોઈ સ્વચ્છ, નિર્મળ, પારદર્શક આફ્લાદનો અનુભવ કરાવી સત્ય સમીપ દોરી જાય. પારદર્શી વૈચારિક અને દાર્શનિક સમૃદ્ધિ ધરાવતા પં. સુખલાલજીના વિચારો એ માટે મહત્ત્વના છે કે તેઓ જૈનદર્શન શાસ્ત્રોના પ્રકાંડ પંડિત હતા અને ગાંધીયુગમાં મહાત્મા ગાંધીજીની ભાવનાઓને જોનારા, પારખનારા તેમજ તેમના વિચારો વિશે મનન કરનારા ચિંતક હતા. એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પોતાના નિશ્ચયથી, એકાગ્ર તપથી વિદ્યા-સાધનાની કઈ ચરમસીમાએ પહોંચી શકે તેનું જીવંત દૃષ્ટાંત પં. સુખલાલજીના જીવનમાંથી મળે છે. તેઓ માનવસમાજના વિકાસમાં અવરોધરૂપ બનતા રૂઢિચુસ્ત રીતરિવાજો, અજ્ઞાન અને અંધશ્રદ્ધાના વિરોધી (૧૪૩) (૧૪૪)

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94