________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
એની પ્રતીતિ કરાવે છે. આવી અથડામણો ન થાય એવો આગ્રહ રાખવો હોય તો સાધકે પોતાના સત્યદર્શન વિશે નમ્રતા રાખી અન્ય કોઈના જુદા દર્શન વિશે ઉદાર દષ્ટિબિંદુ કેળવવું જોઈએ. આ દૃષ્ટિએ સત્યપાલનનો વિચાર કરતાં ગાંધીજીને અહિંસા જડી, જે એમના ‘સત્યના પ્રયોગો’ માં ઘણી પ્રતીતિ થાય છે.
જૈનધર્મમાં સમળસુત્તું – પ્રસ્તાવનામાં લખ્યું છે, સૌની વાતમાં સત્યનો અંશ છે ને એ અંશ સમજીએ તો વિવાદ ટળી જાય છે. સત્યમ્ વ૬ ધર્મ પર.. | એનો નાદ તો ઉપનિષદમાં પણ ગુંજે છે. જૈનધર્મમાં સત્ય એ તો આધારસ્તંભ છે. સત્યપાલનના કેટકેટલાય ઉદાહરણો જોવા મળે છે. સત્યને વળગી રહેવું, જેથી એ ધર્મના મૂળને પામી શકાય. ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.'
(૨) અહિંસા ઃ- સત્ય અહિંસાની દોરી પાતળી છે. પ્રતિ ક્ષણ સાધના કરવાથી જ તેના દર્શન થાય. મિથ્યાભાષણ – દ્વેષ – કોઈનું બૂરું ઇચ્છવું – એ હિંસા છે. અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. સત્ય એ ગાંધીજીના જીવનનું સાધ્ય છે, તો અહિંસા એને પ્રાપ્ત કરવાનું સાધન છે.
જ્યારે એક સભામાં ગાંધીજીને પૂછવામાં આવ્યું, “તમારો મુખ્ય ધર્મ કયો ? સત્ય કે અહિંસા ?’’ ત્યારે ગાંધીજીએ કહ્યું, “સત્યની શોધ એ મારા જીવનનું ધ્યેય છે – સત્યની શોધ કરતા કરતા અહિંસા મને મળી છે અને હું એવા નિર્ણય પર આવ્યો છું કે બે માં અભેદ છે. સત્ય-અહિંસા જુગલ જોડી છે.”
અહિંસા એટલે “વિશ્વપ્રેમ, જીવમાત્રને વિશે કરુણા ને તેમાંથી ઉત્પન્ન થતી પોતાનો દેહ હોમવાની શક્તિ.”
(૧૫૫)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
ગાંધીજીની અહિંસા ઉપનિષદના અદ્વૈતભાવ, બુદ્ધ-મહાવીરની જીવમાત્ર પ્રત્યેની દયા કે કરુણાભાવ, ઈશુના પ્રેમ અને શ્રીકૃષ્ણના કર્મયોગના અજબ અને વિરલ સમન્વયરૂપ હતી. ઈશુખ્રિસ્તના કરોડો અનુયાયીઓની માફક એકાંગી સેવામર્યાદા પણ તેમણે સ્વીકારી ન હતી. એક એવો વિરલ યજ્ઞ આદર્યો કે જેમાં અદ્વિતીય અહિંસા એમણે આચરી અને હિંસાથી ત્રસ્ત માનવજાતને એમાંથી ભાવિ વિકાસ માટે એક મોટી દિશા અને આશા સાંપડી.
આમ, અહિંસા એટલે વ્યાપકમાં વ્યાપક જીવમાત્રને આવરી લેતો શુદ્ધ પ્રેમ. અહિંસાની સાધના કરનારાઓને એવો અનુભવ થયો છે કે સ્રીપુરુષના સામાન્ય આકર્ષણો અને કૌટુંબિક જીવનની સંકુચિત આસક્તિઓ-માંથી મનુષ્ય મુક્ત ન થાય ત્યાં સુધી આવો પ્રેમ અનુભવી ન શકાય. તેથી સહજ રીતે જ બ્રહ્મચર્યની આવશ્યકતા પ્રતીત થાય છે. ‘સમણસુત્ત’ માં કહ્યું છેઃ
“મેરુ પર્વતથી ઊંચું કંઈ નથી, આકાશથી વિશાળ કંઈ નથી. તેવી જ રીતે જગતમાં અહિંસાથી ઊંચો કોઈ ધર્મ નથી.'
ગાંધીજી શાકાહાર પરના એક નિબંધમાં લખે છે, “શાકાહારી નીતિશાસ્ત્રીઓ પણ દલીલ કરે છે કે, માંસાહાર માત્ર અનાવશ્યક નથી, પરંતુ તંત્રને નુક્સાનકારક છે. તેનો ભોગવિલાસ અનૈતિક અને પાપમય છે. પગમાં સહેજ કાંટો વાગતા વ્યક્તિ બેચેન અને દુઃખી બને છે તો દુઃખી, કમભાગી અને અબોલ પ્રાણીને છરીનો ઘા કે ગોળી વાગતા કેવી અવર્ણનીય વેદના થતી હશે !' તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિ અહિંસાનું સ્વરૂપ આ પ્રમાણે દર્શાવે છે ઃ प्रमतयोगात् प्राणव्यपरोपणं हिंसा ।।
(તત્ત્વાર્થસૂત્ર. ૮)
૧. સ્વરૂપ હિંસા ૨. હેતુ હિંસા ૩. અનુબંધ હિંસા ૪. હિંસાનો અભાવ. (૧૫૬)