Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 77
________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા અનુયાયીઓને આ પાંચ મહાવ્રતોનો ઉપદેશ કર્યો હતો. જૈન ધર્મમાં તે મહાવ્રત' તરીકે અને બૌદ્ધ ધર્મમાં ‘શિક્ષાવ્રત' તરીકે જાણીતા છે. ગાંધીજીએ પણ આશ્રમની નિયમાવલિમાં આ પાંચ વ્રતોને ખાસ સ્થાન આપ્યું હતું. આમ, ગાંધીજીના જીવનમાં જૈન ધર્મની બે બાબતોએ બહુ ઊંડી અસર કરી હોય એમ જણાય છે - તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અનેકાંતવાદ અને આચરણના ક્ષેત્રમાં અહિંસા. ગાંધીજીની અહિંસા એ એમના વિચાર અને જીવનસરણીમાંથી સિદ્ધ થયેલી, અને નવું રૂપ પામેલી છે. ગાંધીજીના એકાદશી વ્રતને આ રીતે પંક્તિમાં મૂકી શકાય : સત્ય અહિંસા ચોરી ન કરવી વણજોઈતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે નવ અભડાવું, અભય સ્વદેશી સ્વાદત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા, એ અગિયાર મહાવ્રત સમજી દેઢ પણે નિત આચરવા. ગાંધીજી માનતા કે ૧૧ વ્રતોનું પાલન કરું છું. એથી હું ઈશ્વરની વધારે નજીક આવ્યો છું. આપણે જૈન પંચ મહાવ્રત અને ગાંધીજીના ૧૧ વ્રતોને સામંજસ્યની દૃષ્ટિથી વિચારીશું : (૧) સત્ય : મહાત્મા ગાંધીજીએ સત્યને સૌપ્રથમ સ્થાન આપ્યું. સત્ય શબ્દ ‘સતું' માંથી ઉદ્ભવે છે. એમને મન ઈશ્વર એટલે સત્ય અને સત્ય એટલે જ પરમેશ્વર. જ જૈનદર્શન અને ગાંધી વિચારધારા એ અર્થમાં સત્ય એ ગાંધીજીના જીવન અને દર્શનનો ધ્રુવતાર હતા. ગાંધીજી સત્યના બે પ્રકાર જણાવે છે : (૧) સાધન યા વ્રતરૂપ મર્યાદિત સત્ય. (૨) સાધ્યરૂપ શુદ્ધ -નિરપેક્ષ સત્ય કે જે પૂર્ણ અને દેશકાળથી પર છે. આ શુદ્ધ અને પૂર્ણ સત્યને જ ગાંધીજી ઈશ્વર કહેતા. તેથી જ ગાંધીજી સાધ્યરૂપ નિરપેક્ષ સત્યને બદલે રોજિંદા જીવનમાં અનુભવાતા સત્ય (Truth of life) પર વિશેષ ભાર મૂકતા. જયાં સત્ય છે, ત્યાં જ શુદ્ધ જ્ઞાન કે જે વિચાર-વાણીને આચારમાં સત્ય એ જ સત્ય. સત્ય એ પારસમણિ રૂપ, કામધેનુ રૂપ છે, જે અભ્યાસ અને વૈરાગ્યથી મળે છે. સત્યની તાલાવેલી એ અભ્યાસ, તેના સિવાયની વસ્તુ પરત્વે ઉદાસીનતા તે વૈરાગ્ય. આ સત્યરૂપ પરમેશ્વર એ રત્નચિંતામણિ નીવડેલ છે. એમના મતે સત્યપાલનમાં ક્યારેય અપવાદ ન હોય. ગાંધીજીની સત્ય સાધનામાં તેઓ કોઈપણ વિચારને બુદ્ધિથી કસોટીએ ચડાવ્યા વિના સ્વીકારતા ન હતા. બુદ્ધિ કે તર્ક દ્વારા સત્યનું દર્શન કે સમર્થન થઈ શકતું ન હોય ત્યાં તે અંતરાત્માના અવાજને પ્રમાણભૂત ગણતા. સત્યનો અનુભવ સૌને અલગ થાય છે. જુદા જુદા માણસોના મનની ભૂમિકાઓમાં એક જ સત્ય અલગ-અલગ રૂપે દેખાય છે. કેટલીકવાર સાધકો સત્યનું દર્શન કર્યા બાદ જયારે તેના પ્રચારમાં લાગે છે, ત્યારે તેમના અનુયાયીઓના પંથો અને સંપ્રદાયોમાં બંધાય છે અને એ સંપ્રદાયો કે પંથો વિરોધીઓ સાથે સ્પર્ધામાં ઊતરે છે અને અથડામણમાં પણ આવે છે. એ અથડામણોમાંથી સામાન્ય હિંસા અથવા મોટી મોટી લડાઈઓ પણ સર્જાય છે. એટલે સુધી કે મૂળ દર્શનની ભાવના બાજુએ રહી જાય છે અને હિંસક કે શાબ્દિક ખેંચાખેંચી જ અવશેષ રૂપે રહે છે. જેથી વચ્ચે થયેલી અથડામણો (૧૫૩) (૧૫૪)

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94