Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 75
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા છું ત્યારે મને ચોખ્ખું લાગે છે કે એ તત્ત્વોની બાબતમાં ગાંધીજીના જીવન ઉપર જૈનત્વની મોટી અને સ્પષ્ટ અસર છે. પછી ભલે તે ગમે તે રૂપમાં હોય. ખરી રીતે મહાન પુરુષ કોઈ ખાસ ધર્મનો કે પંથનો હોતો જ નથી. તે પ્રચલિત બધા પંથોની બહાર જ હોય છે, અને કાં તો તે બધા જ પંથોનો હોય છે. જો મહાન પુરુષ વિશેનું આ ત્રૈકાલિક સત્ય માનવામાં વાંધો ન હોય તો ગાંધીજી વિશે પણ છેવટે એટલું જ કહેવું બસ છે કે તેઓ જૈન નથી જ અને છતાં છે જ. આ ‘અસ્તિ-નાસ્તિ’ વાદમાં જ જૈનપણું આવી જાય છે.” પં. સુખલાલજીએ અહિંસા અને અનેકાન્તવાદ ઉપરાંત ગાંધીજીના અસ્પૃશ્યતાનિવારણના કાર્યને જૈન વિચારધારાની દષ્ટિએ જોવાનો પ્રયત્ન કર્યો છે. એમણે સવાલ કર્યો કે જૈન ધર્મ પોતાને વિશ્વધર્મ તરીકે ઓળખાવે છે, તો પછી તેઓ શા માટે અસ્પૃશ્યતાનો અવરોધ દૂર કરતા નથી ? એમણે એ પણ સવાલ કર્યો કે જે હિરજનો વગર તંદુરસ્ત જીવન શક્ય નથી એમને અસ્પૃશ્ય માનવા એ તો સૌથી મોટી બેવકૂફી ગણાય. ખરેખર તો આ હરિજનભાઈઓને એમણે રસોઈયા તરીકે અથવા તો બીજા કોઈ પણ કામને માટે રાખવા જોઈએ. ગાંધીજીની જૈન યુવકો પાસે ઘણી મોટી અપેક્ષાઓ હતી. તેઓ યુવકોને કહેતા કે જરા જુઓ તો ખરા ! જેઓ સમાજનું શોષણ કરે છે તેઓ માટે મંદિરના દ્વાર સદા ખુલ્લા છે. આ તે કેવું કહેવાય ? પંડિત સુખલાલજી એક રસપ્રદ કિસ્સો નોંધે છે. એકવાર ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ' એ ભજન ગવાતું હતું ત્યારે કોઈએ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીને કહેલું કે અહીં ‘જૈનજન’ કહીએ તો ? અને એ ભજનમાં વૈષ્ણવજનને જૈનજન તો જરૂર કહી શકાય, પણ ખરેખર આજે એવું છે ખરું ? આજે તો સ્થિતિ સાવ અવળી થઈ ગઈ છે અને ગુણનો વિચાર જ જાણે ભૂલાઈ ગયો છે. (૧૪૯) જૈનદર્શન અને ગાંધી વિચારધારા પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીએ ગાંધીજીમાં કરુણા અને પ્રજ્ઞાનો પ્રકાશ જોયો હતો. એમના કહેવા મુજબ કરુણા અને પ્રજ્ઞા એ આધ્યાત્મિક તત્ત્વો છે, શાશ્વત છે. એનો વિકાસ અને એની દશ્યમાન પ્રવૃત્તિ મર્યાદિત શરીર દ્વારા જ થાય છે, પણ તે તેટલા મર્યાદિત શરીરમાં સમાઈ જતી નથી. એના આંદોલનો અન એ એની પ્રતિક્રિયાઓ સર્વત્ર સ્પર્શે છે. જૈનધર્મમાં પણ કરુણાનો મહિમા છે. ભગવાન મહાવીરના જીવનમાં પદે પદે કરુણાની ઘટનાઓ જોવા મળે છે અને શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં પણ આવી કરુણા જોવા મળે છે. ભગવાન મહાવીર રાઢ નામના અનાર્ય દેશમાં ગયા, ત્યારે એમના શિષ્ય ગોશાલકે કહેલું કે આ જંગલી કૂતરાઓ તમારા પગની પિંડીનું માંસ ખાવા ધસે છે તેને માટે હાથમાં લાકડી તો રાખો. ત્યારે ભગવાન મહાવીરે કહ્યું કે, એમને ‘હઈડ’ પણ ન કહેવાય. અહીં નિઃશસ્ત્ર પ્રતિકારની વાત છે, જે ગાંધીજીના જીવનકાર્યમાં પણ જોઈ શકાય છે. પાશવી હિંસક વાતાવરણ વચ્ચે ગાંધીજી નોઆખલીમાં શાંતિ સ્થાપવા નીકળ્યા હતા. પ્રેમ અને કરુણા સિવાય બીજું ક્યાં કોઈ શસ્ત્ર હતું ? લૉર્ડ માઉન્ટબેટને એમ કહેલું કે લશ્કરની બે બટાલિયનોથી પણ જે શાંતિ સ્થાપી શકાય તેમ નહોતી તે કામ ગાંધીજીની નોઆખલી યાત્રાએ કર્યું. પ્રખરમાં પ્રખર કે પ્રબળમાં પ્રબળ વિરોધીનો નિઃશસ્ત્ર રીતે આત્મબળથી સામનો કરવો તેનું સુંદર સામ્ય અહીં જોઈ શકાય છે. ગાંધીજીનો ધર્મવિચાર એ એમના જીવનમાં ઊગેલા, વિકસેલા અને વ્યાપેલા ધર્મનો વિચાર છે. એમાં કોઈ ધર્મ કે સંપ્રદાયની સુવાસ મળે ખરી, પરંતુ માત્ર એમાં જ એમનો ધર્મવિચાર સમાઈ જતો નથી. બલ્કે ગાંધીજીના ધર્મમાં બધા સંપ્રદાયો સમાઈ જાય છે. પં. સુખલાલજીએ ‘ગાંધીજીનો જીવનધર્મ’ માં આ વાતને મધુકર દષ્ટાંતથી સમજાવી છે. તેઓ કહે છે, “ગાંધીજીનો ધર્મ કોઈ એક સંપ્રદાયમાં સમાતો નથી, પણ એમના ધર્મમાં બધા સંપ્રદાયો સમાઈ (૧૫૦)

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94