Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 74
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા બંધ બેસે તેવો નથી. એ સમયે ઘણા ધર્મના અગ્રણીઓએ કહ્યું કે ગાંધીજીની આ વિચારધારા સાથે અમારી અમુક ધર્મભાવનાનું સામ્ય હોવાથી તેઓ અમારા ધર્મને અનુસરે છે, પણ વાસ્તવમાં તો ગાંધીજી કોઈ એક ધર્મને અનુસરતા નહોતા. જોકે એક વિધાન કરવાનું મને મન થાય છે કે ગાંધીજીની વિચારધારામાં અન્ય ધર્મોની ભાવના કરતાં જૈનત્વની ભાવનાઓની સુવાસ વધારે હતી. તટસ્થ દૃષ્ટિએ આટલું સ્વીકારવું જોઈએ. પં. સુખલાલજી નોંધે છે તેમ ગાંધીજીના જીવનમાં આ તત્ત્વો દેખાય છે, તેની પાછળ જૈનધર્મના અભ્યાસી શ્રીમદ્ રાજચંદ્ર જેવાનો ગાઢ પરિચય છે. ગાંધીજીના જીવનકાર્યમાં જૈનધર્મની અહિંસા અને અનેકાન્ત દષ્ટિ જોઈ શકાય છે, પરંતુ એ પણ સર્વથા જૈનધર્મની વિચારણાના ઢાંચામાં ઢાળી શકાય તેવી નથી, કારણ કે ગાંધીજીએ અહિંસા અપનાવી ખરી; પણ એનું આચરણ પોતાની રીતે કર્યું. આથી એમ કહી શકાય કે જૈનધર્મની અહિંસા ગાંધીજીમાં એક નવું અને સ્પષ્ટ રૂપ પામે છે. એવી જ રીતે પોતાના વિચારો કે સિદ્ધાંતોમાં દઢ અને મક્કમ એવા ગાંધીજી પોતાના કટ્ટરમાં કટ્ટર વિરોધીના વિચારોને સમજવાનો ઉદાર પ્રયત્ન કરે છે અને સામી વ્યકિતની દૃષ્ટિમાંથી કશુંક લેવા જેવું જણાય તો લેવાની ઉદારતા દાખવે છે. આને પં. સુખલાલજી ‘અનેકાન્તવાદનું જીવતું દિવ્યસ્વરૂપ' ગણાવે છે. જોકે પંડિતજી નોંધે છે કે ગાંધીજીની અહિંસા અને અનેકાન્તની વિચારધારા પણ જૈન પંથના બીબાબદ્ધ તત્ત્વો કરતાં જુદી પડે છે. આ વાતને હું જુદી રીતે સમજાવું તો જૈન ધર્મની અહિંસા એક પ્રકારની છે. એ અહિંસા જીવમાત્રની રક્ષા કરવાનું કહે છે. જ્યારે ગાંધીજીએ પીડાતા વાછરડાને મારી નાખવાની વાત કરી હતી. જોકે એ જ ગાંધીજી દીવામાં પતંગિયા ન મરે એનું ધ્યાન રાખતા હતા કે ફૂલની પાંદડીઓ તોડતા એમનું દિલ દુભાતું હતું. આથી જ આ બાબતને પં. સુખલાલજી બહુ માર્મિક રીતે કહે છે, (૧૪) જૈનદર્શન અને ગાંધી વિચારધારા “ગાંધીજીની અહિંસા એ તેમની વિચાર અને જીવનસરણીમાંથી સિદ્ધ થયેલી અને નવું રૂપ પામેલી અહિંસા છે. ગાંધીજીને કેવળ શબ્દોમાં જ અહિંસાની ચર્ચા કરવી પડી હોત અને નાના મોટા અનેક ક્ષેત્રમાં વ્યવહારુ જીવનને લગતા કઠણ કોયડાનો ઉકેલ કરવાનો પ્રસંગ તેમને આવતો ન હોત તો તેમની અહિંસા જુદા જ પ્રકારની હોત અને તેમના અનેકાંતવાદમાં જૈનશાસ્ત્રના ‘અસ્તિનાસ્તિ’, ‘ધ્રુવ-અવ’ વગેરે વિરોધી શબ્દોના ચમકારા સિવાય બીજું આકર્ષક તત્ત્વ ભાગ્યે જ આવ્યું હોત. અહિંસા અને અનેકાંતવાદનો આશ્રય લઈ તેમને બધાં જ વ્યવહારુ કામો કરવાના હોય છે અને બધા જ કોયડાઓ ઉકેલવાના હોય છે, એટલે તેઓ પોતાને જણાતો માર્ગ નિર્ભયપણે અને નમ્રપણે અમલમાં મૂકે છે. આ તેમની વિશિષ્ટ પ્રકૃતિ છે.’ ગાંધીજીની આ વિશિષ્ટ પ્રકૃતિનો જૈન સમાજને સારો એવો સ્પર્શ થયો છે એમ મારે કહેવું જોઈએ. ઘણા જૈન સાધુઓએ ગાંધીજીના વિચારોના ચીલે ચાલવાનું પસંદ કર્યું. એમનો વિરોધ થાય તે સ્વાભાવિક હતું, પરંતુ એ કાર્યોને ધર્મવિરોધી ગણીને એને જાકારો આપવામાં આવ્યો નથી. મુનિ સંતબાલજી જેવા સંતોએ આ ગાંધીવિચારને ક્રિયાન્વિત કરી બતાવ્યો. વાછરડાને મારી નાખવાનું કહ્યું હતું એવી એકાદ-બે બાબતને બાદ કરતાં જૈન સમાજ સતત એમની સાથે રહ્યો છે. ગાંધીજીના આંદોલનોમાં પણ જૈન સમાજે આગળ પડતો ભાગ ભજવ્યો છે એટલે કે એણે ગાંધીજીના નવા વિચારોને સારી પેઠે અપનાવ્યા છે એ એક ઉજળું પાસું ઈતિહાસે યાદ રાખવા જેવું છે. પં. સુખલાલજીએ આ સંદર્ભમાં ઘણી તટસ્થ અને તુલનાત્મક દૃષ્ટિએ વિચારણા કરી છે. એનું તારણ આપતાં એમણે લખેલા માર્મિક શબ્દોનું સ્મરણ કરી લઉં, “હું તો ફક્ત એટલું જ જોઉં છું કે ગાંધીજીના જીવનમાં અહિંસા અને અનેકાંતના બે તત્ત્વો કઈ કઈ રીતે કામ કરી રહ્યા છે અને જ્યારે એ જોઉં છું તેમજ વિચારું (૧૪૮)

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94