Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 70
________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા'મોક્ષવિચાર : શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીનો • ડૉ. નલિની દેસાઈ | (જૈન ધર્મના અભ્યાસુ ડૉ. નલિનીબહેન દેસાઈ ગુજરાત વિશ્વકોશ અને જૈન વિશ્વકોશ સાથે સંકળાયેલા છે અને સાહિત્ય સત્રોમાં અભ્યાસપૂર્ણ શોધલેખ પ્રસ્તુત કરે છે.) માનવીના આધ્યાત્મિક જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. મહાત્મા ગાંધીજીએ એમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ માં કહ્યું, “મારા આધ્યાત્મિક પ્રયોગો, જે હું જ જાણી શકું અને જેમાંથી મારી રાજય-પ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્ભવી છે તે પ્રયોગોનું વર્ણન કરી જવું મને ગમે ખરું. જો એ ખરેખર આધ્યાત્મિક હોય તો એમાં તો ફૂલણશીને સ્થાન જ નથી. એમાંથી તો કેવળ નમ્રતાની જ વૃદ્ધિ થાય. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારા ભૂતકાળના જીવન ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છું તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે. મારું ચલન-વલન બધું એ જ દૃષ્ટિએ થાય છે.” ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રજીને પ્રશ્ન કર્યો હતો, “મોક્ષ શું છે?” શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું કે, “જે ક્રોધ આદિ અજ્ઞાનભાવમાં, દેહ આદિમાં આત્માને પ્રતિબંધ છે, તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મોક્ષપદ. જ્ઞાનીઓએ કહ્યું છે, તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે.” અહીં એમણે મુક્તિ થવી એટલે મોક્ષપદ એમ કહ્યું છે, પણ શેનાથી મુક્તિ ? માનવી અજ્ઞાનભાવમાં કામ, ક્રોધ, મોહ જેવા કષાયોને વશ થતો હોય છે. ‘કર્યુ' એટલે સંસાર અને ‘આ’ એટલે વધારે છે. જે વ્યક્તિના (૧૩૯) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) સંસારમાં વૃદ્ધિ કરે છે એટલે કે એને વિકારોમાં ડૂબાડતો જાય છે તે સંસાર. આવા અજ્ઞાનથી મુક્ત થવું તેમ જ દેહ અને આત્મા વચ્ચેનો ભેદ પારખવો તેની વાત અહીં કરી છે. મોક્ષનો માર્ગ એ સાધનામાર્ગ છે. અત્યંત કઠિન એવા આ માર્ગની પ્રાપ્તિ માટે સંસારભાવનાનો ત્યાગ તથા ભેદજ્ઞાન હોવા જરૂરી છે, પરંતુ સમાજમાં ઘણી વ્યક્તિઓ આ સાધનાના શિખરને પહોંચવા માટેના કપરા માર્ગને જાણતી નથી હોતી અને તેથી એ વ્યક્તિઓ જાણે મોક્ષ એ કોઈ વૃક્ષ પરનું ફળ તોડી લાવવા જેવી વાત હોય એમ માનતા હોય છે. શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાં પણ આવો એક પ્રસંગ જોવા મળે છે. એક વખત શ્રીમદ્ સાથે કેટલાક ભાઈઓ ધર્મચર્ચા કરતા હતા. તે સમયે એક શેઠ જેવા દેખાતા માણસ આરામખુરશીમાં બેઠા-બેઠા બીડી પીતા હતા અને એ શેઠને કોણ જાણે શું સૂઝયું, તેમણે શ્રીમદ્જીને પૂછ્યું : “રાયચંદભાઈ, મોક્ષ કેમ મળે ?” શ્રીમદ્જીએ સરસ જવાબ આપ્યો, “તમે અત્યારે જે સ્થિતિમાં બેઠા છો, તે જ સ્થિતિમાં હાથ કે પગ કંઈ પણ હલાવ્યા-ચલાવ્યા વગર સ્થિર થઈ જાઓ, તો તમારો અહીંથી મોક્ષ થઈ જશે” શેઠ સાંભળીને ઊભા થઈ ગયા. બીડી ફેંકી દીધી અને શ્રીમદ્જી પાસે ધર્મવાર્તા સાંભળવા બેસી ગયા. ગાંધીજીથી શ્રીમદ્જી માત્ર પોણા બે વર્ષ મોટા હતા. નરસિંહ મહેતાનું ‘વૈષ્ણવજન’ અને શ્રીમદ્ રાજચંદ્રનું ‘અપૂર્વ અવસર' મહાત્મા ગાંધીજીને અત્યંત પ્રિય હતા. મહાત્મા ગાંધીજીએ ખ્રિસ્તી ધર્મ વિશે ખ્રિસ્તી મિત્રોને પૂછ્યું, પણ તેનો સંતોષકારક જવાબ ગાંધીજીને નથી મળ્યો. તેમણે જુદા જુદા ધર્મના આચાર્યો સાથે પત્રવ્યવહાર કર્યો. તેમાંના એક શ્રીમદ્ રાજચંદ્ર પણ હતા. (૧૪૦)

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94