Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 68
________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ગાંધીજી અને વિનોબા વચ્ચેનો પત્રવ્યવહાર આ દૃષ્ટિએ જોવા જેવો છે. તત્કાલીન રાજકારણથી આગળની વાતો એ પત્રોમાં જોવા મળે છે. ભારતની આઝાદી ગાંધીજી અને વિનોબા માટે ગૌણ પ્રશ્ન હતો. અહિંસક સમાજની રચના બન્ને માટે પરમ ધ્યેય હતું. ગાંધીજીની હયાતીમાં વિનોબાનું મુખ્ય કામ તો અહિંસક સમાજની રચનાના ગાંધીજીના પ્રયોગને આગળ લઈ જવાનું હતું અને વિનોબા એના ચિંતન-પ્રયોગમાં વ્યસ્ત હતા. આ વાત ગાંધીજી પણ જાણતા હતા એટલે ગાંધીજી વિનોબાને બને ત્યાં સુધી મોકળા રાખતા હતા. જયારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે અસંગસંગી વેદાંતી વિનોબા ભાંગી પડ્યા હતા. તેમની પીડા ગાંધીજીને ગુમાવવાની નહોતી, પરંતુ અહિંસાની પરમ કસોટીમાંથી ગાંધીજી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ તેમની સાથે નહોતા એ વાતની હતી. આમ પણ બન્નેનો સહિયારો પ્રયોગ અહિંસક સમાજની રચનાનો હતો અને ગાંધીજીના છેલ્લા વર્ષો એ પ્રયોગની કસોટીના હતા. વિનોબાએ પોતાના જીવનમાં જો કોઈ એક વાતે રંજ અનુભવ્યો હોય તો આ એક બાબત છે. સેવાગ્રામ આશ્રમમાં અંતેવાસીઓ વચ્ચે પ્રાર્થના પછી વિનોબા ભાંગી પડ્યા અને ચોધાર આંસુએ રોવા લાગ્યા. તેઓ ભાંગી પડ્યા એનું કારણ ગાંધીજીના દેહ પરત્વેની આસક્તિ નહોતી. એનું કારણ તેમની અંદર ચાલતું તીવ્ર મનોમંથન હતું. મનોમંથન હિંસા વિશે હતું અને અહિંસક સમાજની રચના વિશે હતું. ગાંધીના હોવા છતાં દેશની પ્રજા હિંસક હોઈ શકે અને વિનોબા પવનાર ગામમાં બેઠા હોવા છતાં પવનારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો હોઈ શકે એ બતાવે છે કે ગાંધીજનો સામે પડકારો કેવડા મોટા છે. ભારતની (૧૩૫) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) પ્રજાના મસ્તિષ્કમાં બહુ ઊંડે સુધી હિંસા અને વિભાજકતા ભરી છે. માનવમસ્તિષ્કમાંથી હિંસા અને ભેદ દૂર કરીને અહિંસા અને અભેદને સ્થિર કરવાનો છે. આ જ એક માત્ર પડકાર છે અને આ જ એક માત્ર ગાંધીજનો માટે મિશન છે. સેવાગ્રામ આશ્રમમાં વિનોબાએ એ પછી ૧૩ દિવસ પ્રવચનો આપ્યા હતા એમાં લગભગ આ જ વાત તેઓ જુદી જુદી રીતે કહેતા હતા. માનવચિત્તમાં રહેલી વિભાજકતા (ભેદનો ભાવ) અનેક રીતે પ્રગટ કરે છે અને એ બધા જ સ્થૂળ કે સૂક્ષ્મ હિંસાના પ્રકાર છે. વિનોબાએ આને ગાંધીજનો માટેના બુનિયાદી વિચાર અને બુનિયાદી કર્તવ્ય કહ્યા હતા. | વિનોબા કહેતા હતા કે અહિંસા અને અભેદ ગાંધીદર્શનના બુનિયાદી તત્ત્વો છે. વિનોબાના જીવનમાં ત્રણ ધ્રુવ હતા. એકધ્રુવ હતો અહિંસક સમાજની રચના. વિનોબા ગાંધીજીની અહિંસાને હજુ નવી ઊંચાઈ આપવા માગતા હતા, જેને દાદા ધર્માધિકારીએ લલિત ક્રાંતિ તરીકે ઓળખાવી છે. બીજો ધ્રુવ હતો સામાજિક અભેદ. વિનોબા પોતાને દિલોં કો જોડનેવાલા બાબા તરીકે ઓળખાવતા હતા અને ત્રીજો કર્મસન્યાસ વૃત્તિ. કામ કરવું પણ કાર્યકર્તા, સંગઠન અને સફળતા-નિષ્ફળતાના મોહમાં લિપ્ત ન થવું. ગ્રામદાન અને ગ્રામસ્વરાજ એ અહિંસક સમાજરચનાની દિશામાં સર્વોચ્ચ શિખર છે, પરંતુ એનો સમય પાકે એ પહેલા એ શરૂ કરવામાં આવ્યું હતું. ભૂદાનના પરિપાકરૂપે ગ્રામદાન આવ્યું હોત તો ઈતિહાસ જુદો હોત. ગ્રામસ્વરાજ એટલે કે ઈશ્વરે આપ્યું છે એના પરની માલિકીની વિસર્જન કરવું, એને સહિયારું વાપરવું અને પ્રત્યેકનું સહિયારું પોષણ કરવું. જયાં વપરાશ અને પોષણ સહિયારા હોય ત્યાં એકપક્ષીય શોષણ માટે અવકાશ રહેતો નથી. (૧૩૬)

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94