________________
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા પ્રયોગ હતો; અનાસકત આસક્તિનો:
અંદરથી ત્યાગ અને બહારથી સમાજ માટે આસક્તિ. લિપ્ત થયા વિના સમાજની વચ્ચે રહેવાનું હતું અને પોતાને અને સકલ સમાજને ઉપર ઉઠાવવાનો હતો. ગાંધીજીને એક એવા માણસની જરૂર હતી જે દેઢ સંકલ્પવાળો હોય ને આધ્યાત્મિક ઊંડાણ ધરાવતો હોય. એક એવા માણસની જરૂર હતી જે અહિંસક સમાજની રચનાના પ્રયોગને નવી ઊંચાઈ આપે. ૨૧ વર્ષના વિનોબામાં ગાંધીજીને ઉત્તરાધિકારી મળી ગયા હતા. આગળ જતા વિનોબા ગાંધીજીની અહિંસક ક્રાંતિને હજુ વધુ સૂક્ષ્મ, મુલાયમ, નિર્વિરોધી, ઝાકળ જેવું કાજળ સ્વરૂપ આપવાના હતા; જેને દાદા ધર્માધિકારીએ લલિત ક્રાંતિ તરીકે ઓળખાવી
દેશમાં આઝાદીની લડત ચાલતી હતી એ દરમ્યાન વિનોબા વર્ધા નજીક નાલવાડી અને પવનારમાં અહિંસક સમાજની રચનાની દિશામાં સૂક્ષ્મ ચિંતન અને પ્રયોગો કરતા હતા. વિનોબાએ એક વર્ષ વાઈ જઈને પ્રસિદ્ધ વિદ્વાન નારાયણશાસ્ત્રી મરાઠે પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. માત્ર એક વર્ષમાં ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકરભાષ્ય, મનુસ્મૃતિ અને પાતંજલ યોગસૂત્ર ભણી લીધા હતા અને ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર તથા યાજ્ઞવક્યસ્મૃતિ વાંચી ગયા હતા. તેમણે વેદોનો સાંગોપાંગ અભ્યાસ કર્યો હતો. મરાઠી જ્ઞાનેશ્વરી અને સંત સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. જગતના તમામ મહત્ત્વના ધર્મોના મૂળ ગ્રંથોનો બને ત્યાં સુધી તેમણે મૂળમાં અભ્યાસ કર્યો હતો. કુરાનનો અભ્યાસ અરબી ભાષામાં કર્યો હતો અને તેઓ સસ્વર શુદ્ધ ઉચ્ચારણ સાથે કુરાનની આયાતો બોલી શકતા. તેમણે આ બધા ગ્રંથોનો સાર લખ્યો છે, જે મૂળ ગ્રંથ કરતાં પણ વધુ પ્રાસાદિક છે.
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) વિશ્વના આધ્યાત્મિક સાહિત્યનો આટલો બહોળો અભ્યાસ કરવા પાછળનો તેમનો હેતુ બહુશ્રુત વિદ્વાન બનવાનો નહોતો, પરંતુ માનવ માનવ વચ્ચે એકતા સાધવાનો હતો. તેમની એવી શ્રદ્ધા હતી કે વિજ્ઞાન અને અધ્યાત્મ જોડનારા પરિબળો છે તથા રાજકારણ અને ધર્મ માનવસમાજને તોડનારા પરિબળો છે. આ યુગમાં વિજ્ઞાન અને અધ્યાત્મની પ્રતિષ્ઠા થવી જોઈએ. ગાંધીજીથી દૂર રહીને વિનોબા સમન્વયની કહો કે એકત્વની ભૂમિકા શોધતા હતા. વિનોબાએ કહ્યું છે કે તેમના જીવનનું ચાલકબળ દિલોને જોડવાનું રહ્યું છે. દિલોને જોડવા માટે જે બની શકે એ કરી છૂટવું.
વિનોબાએ તો ઈતિહાસના પુનઃ લેખનની પણ હિમાયત કરી છે.
મહામાનવોના જન્મના ક્રમમાં સામાજિક-રાજકીય ઈતિહાસ લખવામાં આવે તો માનવવિકાસનો એક ગ્રાફ મળે અને માનવ વચ્ચે વિભાજન પેદા કરનારી ઘણી દીવાલો તૂટી શકે છે.
અકબરે સત્તા દ્વારા કેટલો ન્યાય-અન્યાય કર્યો એના કરતાં કબીરે અધ્યાત્મ વચનો દ્વારા કેટલો પ્રેમ કર્યો એની વાત કરવામાં આવે તો દુનિયા બદલાઈ શકે એમ છે.
અહિંસાની દિશામાં આગળ લઈ જનારા સમન્વયાત્મક જ્ઞાનસંગ્રહ પછી સજજ સાધક થવા માટે વ્રતસંગ્રહ છે. તેમણે પૈસા વિના જીવવાનો કાંચનમુક્તિનો પ્રયોગ કર્યો હતો, કારણ કે બજારમાં શોષણ છે અને શોષણ એક હિંસા છે. તેમણે બે આનામાં જીવનનિર્વાહનો પ્રયોગ કરીને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.
અધ્યયનને જયાં સુધી જીવન સાથે જોડવામાં ન આવે ત્યાં સુધી એ પામી શકાતું નથી. માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી હોય તો એને જીવન સાથે જોડવી જોઈએ.
(૧૩૪)
(૧૩૩)