Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 66
________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) હતું કે ભારત જેવા ગરીબ દેશમાં આટલા આભૂષણો પહેરીને આવતા તમને સંકોચ કેમ નથી થતો? ગાંધીજીના એ ભાષણે ખળભળાટ પેદા કર્યો હતો. એની બેસન્ટ મંચ છોડીને જતા રહ્યા હતા અને એ પછી રાજા-મહારાજાઓ પણ લજવાઈને જતા રહ્યા હતા. ગાંધીજીએ અત્યંત સ્વસ્થતાથી, પૂરી નમ્રતા સાથે અને એટલી જ નિર્ભયતાથી કોઈએ ક્યારેય નહીં કહી હોય એવી ક્રાંતિકારી વાત જાહેરમાં અને એ પણ મોઢામોઢ કહી હતી. ક્રાંતિકારીઓના નનામા, ચોપનિયાઓ અને છુપાઈને કરવામાં આવતી છુટમુટ હિંસાની ઘટનાઓની સામે મોઢામોઢ પણ પૂરી નમ્રતા સાથે સાચું કહેવાની એ ઘટનાને સરખાવશો તો ખ્યાલ આવશે કે અંદરની નિર્ભયતામાંથી પ્રગટ થતું અહિંસક શૌર્ય કેવું હોય ! ગાંધીજી ક્રાંતિકારીઓમાં પણ સવાયા ક્રાંતિકારી સિદ્ધ થતા હતા. વિનોબા બે મહિના પછી બનારસ પહોંચે છે ત્યારે બનારસમાં હજુ એ ભાષણની ચર્ચા ચાલતી હતી. લોકો ગાંધીજીના ત્યાગ, પ્રામાણિકતા, નમ્રતા અને હિંમત જોઈને આભા થઈ ગયા હતા. આ એક એવો માણસ છે જે વિચારે છે એ જ કહે છે અને જે કહે છે એ કરે છે. આ એક એવો માણસ છે જે નિર્ભય પણ છે અને નિર્વેરવૃત્તિ પણ ધરાવે છે. વિનોબા કહે છે કે બનારસમાં તેમણે ગાંધીજીની કીર્તિ સાંભળી અને ખાતરી થઈ ગઈ કે આ માણસમાં હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બન્ને મળી શકે એમ છે. વિનોબા કહે છે કે બનારસમાં ગાંધીજીના ભાષણની ચર્ચા સાંભળ્યા પછી તેમને ખબર પડી કે ગાંધીજી ક્રાંતિ અને શાંતિના સમન્વયરૂપ છે. ગાંધીજીમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિનો સમન્વય જોવા મળે છે. ગાંધીજી સન્યાસી પણ છે અને લોકસંગ્રાહક પણ છે. ગાંધીજી ઉદાસીન વિરક્ત પણ છે અને કરુણાથી છલકાય પણ છે. ગાંધીજીની પ્રત્યેક ક્ષણ પરમાત્માને સમર્પિત હોય છે અને એ સાથે જ પ્રત્યેક ક્ષણ વેડફાય નહીં ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) એમ લોકો માટે ખર્ચે છે. સમાજની વચ્ચે રહીને અને સમાજના પ્રશ્નોમાં રસ લઈને પણ લિપ્ત થયા વિના સન્યાસી જીવન જીવી શકાય છે એનું ઉત્તમ ઉદાહરણ ગાંધીજી હતા. મુમુક્ષુની સાધના અંગત અને એકાંતમાં હોય એ જરૂરી નથી, એ સામુહિક પણ હોઈ શકે છે. આ એક એવો માણસ છે જે સવાયો સન્યાસી છે અને એ સાથે જ સવાયો કર્મયોગી છે. શાંતિ અને ક્રાંતિ વચ્ચે તેમના મનમાં જે યુદ્ધ ચાલતું હતું એનો ઉકેલ ગાંધીજીએ ૧૯૦૬ માં સત્યાગ્રહ કરીને અને ૧૯૦૯ માં ‘હિન્દ સ્વરાજ' લખીને આપી દીધો હતો. બનારસથી વિનોબા ગાંધીજી સાથે પત્રવ્યવહાર કરે છે અને છેવટે ગાંધીજી વિનોબાને આશ્રમમાં આવીને રહેવા માટે આમંત્રણ આપે છે. સાથે આશ્રમનિયમાવલીનું એક ચોપાનિયું મોકલે છે, જે જોઈને વિનોબા છ થઈ જાય છે. ચોવીસ કલાક દેશસેવાની પ્રવૃત્તિમાં ડૂબેલો માણસ આસક્ત હોવા છતાં પણ અનાસક્ત છે. ૭ મી જૂન, ૧૯૧૬ ના રોજ વિનોબા અમદાવાદમાં કોચરબ આશ્રમમાં આવે છે અને ગુરુ-શિષ્યનો તો નહીં, પરંતુ પૂર્વાધિકારીઉત્તરાધિકારીનો કે વારસદારીનો સંબંધ શરૂ થાય છે. બનારસથી લખેલો વિનોબાનો પત્ર વાંચીને ગાંધીજી વિનોબાની ક્ષમતા પામી ગયા હતા. નિવૃત્તિ અને પ્રવૃત્તિના બે અસંભવ લાગતા ધ્રુવો વચ્ચે સમન્વય કરવાનો એક અનોખો પ્રયોગ ગાંધીજી કરતા હતા, જેને વિજ્ઞાની મિજાજ ધરાવતા વિનોબા ભક્તિભાવથી સ્વીકારવા તૈયાર નહોતા. વિનોબા પણ આખરે એ સમન્વયથી આકર્ષાઈને આશ્રમમાં આવ્યા હતા એટલે પ્રયોગકર્તા ગાંધી પ્રયોગ માટે કેટલા સજજ છે એ વિનોબા ચકાસવા માગતા હતા. (૧૩૨) (૧૩૧)

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94