________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
ગાંધીવિચાર ક્ષેત્રે પ્રદાન કરનાર જૈન સંત - કવિવર્ય પૂ. નાનચંદ્રજી - ડૉ. રતનબેન ખીમજી છાડવા
(મુંબઈ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ ડૉ. રતનબહેને શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘વ્રત વિચાર રાસ' પર સંશોધન કરી Ph.D. કર્યું છે. જૂની લિપિ ઉકેલવામાં અને હસ્તપ્રતોના સંશોધનમાં રસ છે. મુંબઈ મહાસંઘના ધાર્મિક શિક્ષણબોર્ડમાં પ્રવૃત્ત છે.)
ભારત દેશના અનેક મહાપુરુષોની કોટિમાં મહાત્મા ગાંધીજી અવશ્ય ગણાય. ભારત દેશના એ મહાન યુગપુરુષ અને તે ઉત્તમ કોટિના મહાત્મા કે જેમને ગોપાલકૃષ્ણ ગોખલેજીએ પુરુષોત્તમ તરીકે બિરદાવ્યા હતા, એવા મહાત્મા ગાંધીજીના કાર્યને અને ઉપદેશને યથાર્થ રીતે સમજાવનાર જો કોઈ સંત મહાત્મા હોય તો તે પૂજ્ય શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ હતા.
સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જન્મ લઈ પોતાના જીવન અને વિચારોના આંદોલનો ફેલાવી વિશ્વને વાત્સલ્યના પાઠ શીખવનાર મહાન વિભૂતિ એટલે પૂજયશ્રી નાનચંદ્રજી મહારાજ. તેમનો જન્મ ઝાલાવાડ પ્રાંતના સાયલા ગામમાં સંવત ૧૯૩૩ ના રોજ થયો હતો. નાનપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી દેતા નાનકડા નાગરને માતૃતુલ્ય ભાભી મોંઘીબાઈ અને મોટાભાઈ જેસંગે મોટો કર્યો. મોટાભાઈનું નિધન થતાં ભાઈની મોટી ઓથ જતી રહી અને નાગરના માથે કુટુંબની જવાબદારી આવી. તેમના વિવાહ સંબંધી વાતો ચાલુ થઈ ત્યારે ખબર પડી કે સગાઈમાં કપટ રમાયું છે. બતાવી મોટી કન્યા અને સગપણ થયું નાની કન્યા સાથે. આ બધું જાણી નાગરને સંસાર અસાર લાગ્યો, સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ જાગ્યો. ત્યારે ગુરુ દેવચંદ્રજી સાથે તેમનો પરિચય થયો.ગુરુવાણીથી એમનામાં વૈરાગ્યની ભાવના વધુ પ્રબલ
(૧૧)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
બની. આખરે કુટુંબીજનોની સંમતિ મેળવી સં. ૧૯૫૭ માં ગુરુદેવ પાસે દીક્ષા લીધી. સંયમ સ્વીકારતા નાગરમાંથી મુનિ નાનચંદ્રજી બન્યા અને મહામુનિ બનવાની દિશામાં પ્રયાણ આદર્યું.
પૂજ્ય નાનચંદ્રજી મહારાજ ગાંધીયુગના અહિંસક, ક્રાંતિકારી, યુગદૃષ્ટા હતા. તેમણે પોતાના જીવનની એક એક ક્ષણનો ઉપયોગ જનકલ્યાણ માટે કર્યો હતો. હકીકતમાં તેઓ યુગપુરુષ હતા. યુગપુરુષ કાળને ચલાવી શકે છે – કાળ યુગપુરુષને ચલાવી શકતો નથી. મહાત્મા ગાંધીજી હજી ભારતમાં ચમક્યા ન હતા, તે પહેલા જ તેમણે પૂજ્ય બાપુને પિછાની લીધા. નહીંતર એક જૈનમુનિ એક ગૃહસ્થ માટે આવું કેમ લખી શકે કે,
“જાગો ભારતજાયા તમને ભારતવીર જગાડે છે, વિજય તણું વાજુ, મનમોહન એ નરવીર વગાડે છે.’’ તે જ પ્રમાણે –
“જગતને બોધ દેવાને, જરૂરી વાત કહેવાને,
લઈ સંદેશ પ્રભુજીનો, અવિનમાં ગાંધીજી આવ્યા.”
અહીં ધર્મજીવી આ યુગપુરુષે માત્ર યુગવાણી ઉચ્ચારી ન હતી, પરંતુ તદ્દનુરૂપ આચરણ પણ કર્યું અને કરાવ્યું હતું. તેઓ વિચારમાં ગંભીર, વાણીમાં મધુર અને વ્યક્તિત્વમાં મનોહર તથા આચાર પાળવા-પળાવવામાં પ્રખર હતા. માટે જ આવા યુગપુરુષ વ્યાપક પ્રમાણમાં લોકોના જીવનમાં પ્રેરણા, સ્ફૂર્તિ અને ચેતના ભરી શક્યા.
પૂજય નાનચંદ્રજી સ્વામી મહાત્મા ગાંધીજીના વિચારોના સમર્થક હતા. ગાંધી વિચારધારાને રગેરગમાં તેમણે પચાવી હતી, તેમજ એ વિચારોને અનુસરીને ક્રિયામાં પણ મૂક્યા હતા. એટલે જ તેઓ નખશિખ શુદ્ધ, હાથે
(૧૧૮)