________________
(જૈનદર્શન અને ગાંધી વિચારધારા - सर्वभावेषु मूज़यारत्यागः स्यादपरिग्रहः ।
यदसत्स्वपि जायते मूर्च्छया चित्त विप्लवः ।। અમૂચ્છનું તાત્પર્ય છે - ચિત્તવિપ્લવનો અભાવ કે રાગ - દ્વેષ રહિત આત્મપરિણામ.
ગાંધીજીની દૃષ્ટિએ પ્રાચીન કાળથી જ આ વ્રતનું પાલન સાધક અને મુમુક્ષુઓ માટે આવશ્યક મનાય છે. અપરિગ્રહ વ્રત સાધુસંતોએ જ નહીં, પરંતુ સમાજની વ્યક્તિઓએ પણ પાળવાનું છે. અપરિગ્રહનો અર્થ :
જૈનધર્મ પ્રમાણે અપરિગ્રહ શબ્દ બે શબ્દોના યોગથી બનેલો છે. ૩ + રિઝર ‘’ નું તાત્પર્યનિષેધ છે ‘પરિગ્રહનો અર્થ છે – પદાર્થ પ્રતિબદ્ધ ચેતનાનો વિકાસ.” વૈભાવિક ચેતનાનો વિકાસ. દ્રવ્ય પરિગ્રહનો સંબંધ પદાર્થ પ્રતિબદ્ધ ચેતનાથી છે. આ બન્ને અવસ્થાઓનો અભાવ જ અપરિગ્રહ છે. દ્રવ્ય અને ભાવ પરિગ્રહથી મુક્ત વ્યક્તિ જ અપરિગ્રહી થઈ શકે છે. - જે કામભોગોના પ્રતિ અનાસક્ત હોય. - જે પ્રાણીઓના પ્રાણોનો અતિપાત (હાનિ) નથી કરતો. - જે ધન-ધાન્યાદિ પરિગ્રહ અને કષાયોથી મુક્ત હોય તે અપરિગ્રહી હોય છે.
ગાંધીજી પરિગ્રહ વિશે સમજાવતા કહે છે કે ભવિષ્યના માટે વ્યવસ્થા કરવી. સત્યશોધક અર્થાત્ પ્રેમના નિયમનો અનુયાયી કાલ માટે કશું બચાવીને નહીં રાખે. ઈશ્વર કાલ માટે કોઈ વસ્તુનો સંગ્રહ નથી કરતો. વર્તમાનમાં જેટલી જરૂરત છે તેનાથી સહેજ પણ અધિક સંગ્રહ નથી કરતા. આથી આપણે ઈશ્વરના વિધાનમાં આસ્થા, ભરોસો રાખવો જોઈએ કે તે આપણા પ્રતિદિનના ભોજનની અર્થાત્ આપણી આવશ્યકતાની, બધી વસ્તુઓની વ્યવસ્થા કરશે.
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) અપરિગ્રહનો સૂક્ષ્માર્થ સમજાવતા કહે છે કે અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહિ તેમ તેનો સંગ્રહ પણ ન થાય. તેથી જે ખોરાક કે રાચરચીલાની જરૂર નથી તેનો સંગ્રહ ન કરવો. આ વ્રત પ્રમાણે માણસ પોતાની જરૂરિયાતથી વધારે વસ્તુ ન રાખે એટલું પૂરતું નથી. અપરિગ્રહવ્રતના પાલનને સારુ તો આપણે પોતાની ગણાતી વસ્તુઓ, દેહ સુદ્ધા પર પણ માલિકીની ભાવનાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ એવું ગાંધીજીનું માનવું હતું. દેહ પણ સેવાર્થે ઈશ્વર તરફથી મળેલું સંપેતરું છે એમ સમજી એના પર આસક્તિ ન રાખતાં એનો પરોપકારાર્થે ઉપયોગ કરવો જોઈએ. અપરિગ્રહની સાધનાનું પ્રયોજનઃ
અપરિગ્રહની સાધનાનું પ્રયોજન છે – ગતિચક્ર, જન્મ - મરણની પરંપરાનો અંત કરી સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવું. આચારાંગમાં નિષેધાત્મક દૃષ્ટિથી અપરિગ્રહનો નિર્દેશ કરતાં કહ્યું છે – પ્રાણીઓને વ્યથિત જાણીને પરિગ્રહનો સંકલ્પ ન કરે. અર્થાતુ અપરિગ્રહની સાધના કરે. કારણ કે પરિગ્રહ નિશ્ચિત રૂપથી શારીરિક અને માનસિક પીડાનું કારણ બને છે. સંસારભ્રમણનું કારણ બને છે. આથી પરિગ્રહ નિશ્ચિત રૂપથી કરણીય છે એવો સંકલ્પ ન કરે. અપરિગ્રહથી કમ્પશાંતિ થાય છે. કમ્પશાંતિનો અર્થ છે – નવા કર્મોનો સંબંધ અને જૂના કર્મોનો ક્ષય. અપરિગ્રહી વ્યક્તિ અનાસક્ત ભાવથી કર્મ કરે છે. અનાસક્ત ભાવથી કર્મ કરવાથી કર્મ ઉપશાંત થઈ જાય છે.
ગાંધીજીની દૃષ્ટિએ અપરિગ્રહનો સિદ્ધાંત વસ્તુઓ અને વિચારો ઉપર સમાનરૂપથી લાગુ પડે છે. જે વ્યક્તિ પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરે છે તે પણ આ મૂલ્ય સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. ગાંધીજી કહે છે કે આપણા જીવનની પ્રત્યેક ક્ષણ માનસિક અથવા શારીરિક સક્રિયતાથી યુક્ત હોવી જોઈએ, પરંતુ
(૮૬)