Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 47
________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા અહિંસાનો એક અર્થ નિર્ભયતા પણ છે. જ્યાં હિંસા છે ત્યાં નિર્ભયતા હોઈ શકે નહીં અને જયાં અહિંસા છે ત્યાં ભય સંભવી શકે નહીં. ભગવાન પતંજલિએ એમના યોગસૂત્રમાં લખ્યું છે : હિંસા પ્રતિષ્ટાયામ્ તત્ સત્તા થર ચામુ: | જયાં અહિંસા પૂર્ણપણે પ્રતિષ્ઠિત થાય છે ત્યાં વેરભાવ ટકી શકતો નથી. જે સર્વમાં આત્મભાવ અનુભવે છે, સર્વમાં ઈશ્વરનું દર્શન કરે છે તેને ભય લાગતો નથી. અહિંસાનો એક અર્થ પ્રેમ પણ છે. વિનોબાએ પ્રેમના બે અર્થ કર્યા છે :- (૧) અનુરોધી પ્રેમ (૨) પ્રતિરોધી પ્રેમ. મા બાળકને ચાહે અને બાળક માને ચાહે, મિત્ર મિત્રને ચાહે, પતિ-પત્ની એકબીજાને ચાહે એ અનુરોધી પ્રેમ. આમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ સાચો પ્રેમ એ પ્રતિરોધી પ્રેમ છે. પ્રતિરોધી પ્રેમ એટલે જે આપણી સાથે દુશ્મનાવટ રાખે, આપણો તિરસ્કાર કરે કે આપણું બૂરું કરે તેને પણ ચાહવું. અહિંસાનો એક અર્થ દયા થાય છે એટલે કોઈને દુઃખ ન આપવું. દયાનો બીજો અર્થ કરુણા કે અનુકંપા પણ થાય છે. એમાં કરુણા એ પરના દુ:ખને દૂર કરવાની વૃત્તિ છે. અનુકંપાનો અર્થ બીજાનું દુઃખ કંપવું એટલે બીજાના દુઃખે દુઃખી થવું, તેને સહાય કરવા તત્પર થવું એ છે. આપણા યુગમાં મહાત્મા ગાંધીએ પરંપરાગત અહિંસાના વિચારમાં અનેક નવા અર્થ ભર્યા. એમની અહિંસા માત્ર કોઈને નહીં મારવામાં સમાઈ જતી નથી. એ તો વિરોધીને ચાહવાનું અને એની સેવા કરી એની સાથે અભેદ અનુભવવા કહે છે. અન્યાય, પાપ, દુરાચાર અને દ્વેષ સામે બાથ ભીડવા કહે છે. એમાં કાયરતા કે નામર્દાઈને સ્થાન નથી. પુરુષાર્થહીન નિઃસત્ત્વ અહિંસા કરતા શૌર્યયુક્ત હિંસાને ગાંધીજી શ્રેયસ્કર માનતા. દ્વેષરહિત થઈને સમબુદ્ધિથી લોકકલ્યાણને માટે કરેલ ઘાત હિંસા ન હોઈ શકે એવું એમનું માનવું હતું. ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આમ, ગાંધીજીની અહિંસા ઉપનિષદનો અદ્વૈતભાવ, બુદ્ધ-મહાવીરના જીવમાત્ર પ્રત્યેના દયા કે કરુણાભાવ, ઈશુના પ્રેમ અને કૃષ્ણના કર્મયોગના સમન્વય રૂપ હતી. - ગાંધીજીએ ભારતીય સંસ્કૃતિના શાશ્વત અને સનાતન સિદ્ધાંતોને નિત્યના જીવન અને પ્રશ્નોને લાગુ પાડવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. પંડિત સુખલાલજી કહે છે, “ગાંધીજીની અહિંસા એ એમની વિચાર અને જીવનસરણીમાંથી સિદ્ધ થયેલી અને નવું રૂપ પામેલી છે.” ભગવાન બુદ્ધ, મહાવીર વગેરે વિભૂતિઓએ અહિંસાનો ઉપદેશ આપ્યો છે પણ સંસાર કરતાં સન્યાસ, પ્રવૃત્તિ કરતા નિવૃત્તિ પર જ તેમણે અધિક ભાર મૂક્યો છે. ગાંધીજીએ પરંપરિત અહિંસાના વિચારમાં ક્રાંતિ આણી. એમણે કહ્યું, “અહિંસા જો વ્યક્તિગત ગુણ હોય તો મારે માટે એ ત્યાજય વસ્તુ છે. મારી અહિંસાની કલ્પના વ્યાપક છે. તે કરોડોની છે. જે ચીજ કરોડોની ન હોઈ શકે તે મારે માટે ત્યાજય જ હોવી જોઈએ. આપણે તો એ સિદ્ધ કરવા પેદા થયા છીએ કે સત્ય અને અહિંસા ફક્ત વ્યક્તિગત આચારનો નિયમ નહીં પણ સામુદાયિક નીતિ અને રાષ્ટ્રની નીતિનું રૂપ પણ લઈ શકે છે.” આ રીતે ગાંધીજીની અહિંસા સ્થૂલ અને સૂક્ષ્મ સ્તરે વ્યક્તિ અને સમષ્ટિના કલ્યાણ (હિત) માટે કરેલ સક્રિય વિચાર, વાણી અને વર્તનમાં સમાયેલી હતી. તેમને હંમેશાં આ અહિંસાને વ્યવહારમાં સર્વોદય વિચારમાં જોડી હતી. સમાજ અને સમષ્ટિમાં બધાનો વિકાસ થાય એમ વિચાર કરતા હતા અને અંત્યોદય સર્વોદયનું પહેલું પગથિયું છે, તેમ માનતા હતા એટલે આઝાદી પછી ગાંધીજીના અહિંસા વિચાર પ્રમાણે સમાજના છેવાડેના માણસનું હિત સાધવું તે અહિંસા છે. આ વિચાર પ્રમાણે સમાજના દલિત, શોષિત, (૯૩) (૯૪)

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94