Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 45
________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આશ્રમમાં નદી કિનારે રહેવા છતાં સવારે દાંતણ માટે નાનકડો પ્યાલો પાણી વાપરતાં. જરૂર કરતાં વધારે લેવું એટલે અસ્તેયવ્રતનો ભંગ અને જરૂર કરતાં વધારે રાખવું એટલે અપરિગ્રહનો ભંગ. જેલમાં કાકાસાહેબ લીમડાનું દાતણ કૂચો કરીને આપતા. ગાંધીજી તે વાપરીને તેને ધોઈ કાઢતા અને કૂચાનો ભાગ કાપી નાખી એ જ દાંતણ બીજે દિવસે વાપરતાં. અઢી ઈંચનું રહે ત્યાં સુધી એને વાપરવાનો એમનો આગ્રહ રહેતો. દાંતણ એકવાર વાપરીને ફેંકી દેવું તેને તેઓ ઉડાઉપણું માનતા. વસ્તુઓના ઉપયોગમાં તેમ જ આહારવિહારમાં પણ તેઓ આ વ્રતનું સૂક્ષ્મતાથી પાલન કરતા. ખોરાકમાં શરીર ટકાવવાનો વિચાર કરતાં. અનુભવે પાંચ ચીજો એમને આવશ્યક જણાઈ એટલે પાંચ ચીજો લેવાનું નક્કી કર્યું. શક્તિના સંગ્રહને પણ તેઓ અપરિગ્રહનો ભંગ માનતા. તેઓ કહેતા, “માણસને આખો દિવસ કામ કરવા માટે રોજ સવારે ભગવાન જે શક્તિ આપે છે તે તેણે સૂતાં પહેલા ખર્ચી નાખવી જોઈએ. આ પરિગ્રહનું લક્ષણ છે.” ગાંધીજી આ નિયમનું જાગ્રતપણે પાલન કરતાં. અપરિગ્રહ વ્રત સાધકે પોતાની અસીમ ઇચ્છાઓ અને આકાંક્ષાઓને સીમિત કરવાને માટે કહેવામાં આવ્યું છે. સાધક દેશ, કાળ, પરિસ્થિતિ અને સામર્થ્ય અનુસાર પોતાની ઇચ્છાઓને સીમિત કરી વસ્તુઓ પ્રતિ મમત્વ અને આસક્તિને ઓછી કરી શકે છે. વ્યાપાર, વ્યવસાય અને પારિવારિક કર્તવ્યોના કારણે સંગ્રહવૃત્તિનો સર્વથા ત્યાગ કરવો ગૃહસ્થ માટે શક્ય નથી. તેથી તે અંશતઃ તેનું પાલન કરે છે. સામાજિક વ્યવહારમાં અપરિગ્રહનું પાલન વ્યક્તિગત જીવનની જેમ પોતાના સામાજિક સેવાકાર્યોમાં પણ આ (૮૯) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) વ્રતનું પાલન કરતાં ગાંધીજીએ રાષ્ટ્રસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ ઉપાડી હતી. અને તે માટે બહુ મોટો સેવક સંઘ તૈયાર કર્યો હતો. આ સેવકોને એમણે મોટી મોટી સંસ્થાઓની જવાબદારીઓ સોંપી હતી. આ સેવકો અને સંસ્થાઓ માટે પણ તે અપરિગ્રહ વ્રતનો આગ્રહ રાખતા. સંસ્થાઓ ચલાવવા અને નિભાવવા મોટા દાનો કે ફંડો મળી શકે તેમ હોય તો પણ તે જરૂર પૂરતું જ લેવાનો અને જરૂર પૂરતું જ વાપરવાનો આગ્રહ રાખતા. સેવકો પણ પોતાની જરૂરિયાતો અલ્પ રાખે અને એમના જીવન પણ સાદાઈના નમૂના રૂપ બની રહે એવું ઈચ્છતા અને ઉપદેશતા. સેવકનું ગૌરવ તેના હોદ્દા કે વ્યાપકતા પર આંકવાને બદલે તેની તપશ્ચર્યા, સંયમ, અનાસક્તિ ઈત્યાદિ ગુણો પર અંકાવું જોઈએ એમ તેઓ માનતા. અપરિગ્રહની નિષ્પત્તિઃ અપરિગ્રહની મહત્ત્વપૂર્ણ નિષ્પત્તિ છે - સમભાવ, અનાસક્તભાવનો વિકાસ, મધ્યસ્થ વૃત્તિનો વિકાસ. આ માર્ગ તીર્થકરો દ્વારા પ્રતિપાદિત છે. આ માર્ગનો અર્થ છે – અપરિગ્રહનો માર્ગ, આહાર, વસ્ત્ર આદિ પદાર્થો પ્રતિ અપરિગ્રહ. પાતંજલ યોગદર્શનમાં પણ ઉલ્લેખ છે કે અપરિગ્રહની સાધના પુષ્ટ થવા પર જન્મકથતાનું જ્ઞાન થાય છે. ૩૫રિપ્રસ્થ ગન્મચંતાસંવાદ: | અપરિગ્રહની સિદ્ધિ થવા પર વ્યક્તિ ચિંતન કરે છે કે હું કોણ હતો ? કયા પ્રકારનો હતો ? વર્તમાન રૂપ શું છે? ભવિષ્યમાં શું થઈશ ? કયા પ્રકારનો થઈશ ? કેવી રીતે થઈશ ? આદિ પ્રશ્નોનું જ્ઞાન થાય છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન સંબંધી જિજ્ઞાસા સ્વતઃ શાંત થઈ જાય છે. તે યોગી ત્રિકાલજ્ઞ થઈ જાય છે. વિષયો પ્રત્યેની આસક્તિ દૂર થાય છે ત્યારે યોગીનું ચિત્ત પોતાનું સ્વરૂપ (૦)

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94