Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 50
________________ જ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) અતિશયોક્તિ નહીં ગણાય. ટ્રસ્ટીશિપના સિદ્ધાંતમાં ખાનગી માલિકી હકનો ત્યાગ મુખ્ય છે. બધી ભૂમિ ભગવાનની છે. એના પર મહેનત કરીને જીવવાનો દરેક માણસને હક છે, માલિકી ધરાવવાનો નહીં. આ મૂળભૂત સત્યવિનોબાજી સતત સમજાવતા રહ્યા. એમની અપીલને માન આપી લાખો ભૂમિવાનોએ ભૂમિ દાનમાં આપી અને એના પરનો પોતાનો હક જતો કર્યો. ગ્રામદાનમાં તો અર્થવ્યવસ્થાને વ્યક્તિગત સ્વામિત્વ તથા સરકારી સ્વામિત્વની પકડમાંથી એક સાથે મુક્ત કરવાનો વિચાર આપ્યો. એમાંથી ગ્રામસ્વરાજની દિશાનો સમગ્ર કાર્યક્રમ પાંગરતો ગયો. શતાબ્દીનો જલસો રે ઝાંખપ છે આંખે, પસીનો પગે છે! કવિ-ઉર રોષે, તેથી ધગધગે છે ! | શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે ! શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે ! - જૈનદર્શન અને ગાંધી વિચારધારા સામાજિક - આર્થિક ક્ષેત્રે નવા પ્રયોગો થઈ શકે એમ છે.’ વિનોબાજીના આંદોલનની કેટલીક સિદ્ધિઓની સમીક્ષા કરતાં કૃપલાનીજી લખે છે, “ભૂદાન ભારતના ગામડાની ભૂમિની ભૂખનો, જનતાની કંગાલિયતનો ઉકેલ કરે કે ન કરે, પરંતુ એણે ભૂમિના સમતાલક્ષી પુનઃ વિતરણનો ઉકેલ નજીકના ભવિષ્યમાં શક્ય બનાવ્યા છે. વળી, રશિયામાં માર્ક્સવાદીઓએ કરોડો નાના ખેડૂતો ઉપરની બળજબરી અને હિંસક દમનથી જે વિચારનો અમલ કર્યો હતો એ ભૂમિની સામૂહિક માલિકીનો વિચાર ભૂદાને સર્વસંમતિથી શક્ય બનવાની ભૂમિકા તૈયાર કરી છે. એમાં આપણા જે વર્ગભેદોનો નિકાલ કરવાની, માનસિક તંગ સ્થિતિ હળવી પાડવા અને વધુ ઉચિત અને ન્યાયયુક્ત આર્થિક વ્યવસ્થા માટેની એક નવી પદ્ધતિ પ્રાપ્ત થઈ છે.” દુનિયાના અન્ય દેશોમાં ખાસ કરીને રશિયા અને ચીનમાં સામ્યવાદી વિચારસરણીના પ્રભાવ નીચે પોતાના આર્થિક સવાલોના ઉકેલ માટે સશસ્ત્ર ક્રાંતિઓ થઈ. બંને દેશોએ પોતપોતાના પ્રશ્નોનો ઉકેલ હિંસક ઢબે કર્યો. વિનોબાજીએ ગાંધીજીની ગેરહાજરીમાં ભારતનો આર્થિક સવાલ ગાંધીપ્રણિત અહિંસક માર્ગે હલ કરવાનો પ્રયત્ન કર્યો. અહિંસક ક્રાંતિમાં શ્રદ્ધા ધરાવનાર પોતાના અનેક કાર્યકરો સાથે ભૂદાન, સંપત્તિદાન, શ્રમદાન, બુદ્ધિદાન, ગ્રામદાન અને છેલ્લે આમજનતાની સેવાર્થે જીવનદાન વગેરે ટ્રસ્ટીપણાના સિદ્ધાંતમાં કલ્પવામાં આવેલી જુદી જુદી બાબતો મારફતે અહિંસક આર્થિક - સામાજિક ક્રાંતિનો એક અભૂતપૂર્વ અખતરો એમણે કર્યો. એમના આ પ્રયોગથી મૂળભૂત પ્રશ્નો પૂરેપૂરા ઉકેલાયા છે એવો દાવો થઈ શકે એમ નથી, પણ ભૂમિનો એક પાયાનો સવાલ અહિંસક માર્ગે ઉકેલવાની આ પ્રક્રિયાએ દેશને સામ્યવાદી ક્રાંતિના ભયમાંથી મુક્ત કર્યો અને સરકારને ગણોતધારો, જમીનદારી નાબૂદી વગેરે કાયદાઓ કરવામાં સરળતા થઈ એમ કહેવામાં (૯). |પડ્યા બંધને બાપુનાં પુણ્ય-જ્વાબોઃ નથી બળતાં મંદિર, નથી બળતી મસ્જિદ: થયાં મુક્ત શેતાનરંગી શરાબો. નથી રડતો મુલ્લાં, નથી રડતો પંડિત : ને સૂરતી ને સુસ્તી ને સત્તાપરસ્તીની બધે એક ઈન્સાયનિયત રડતી, સૂરત મસ્તીમાં અવળા પડ્યા ઈન્કિલાબો! અરે, એક કિરતારની થાતી ખંડિત. ઈમારત જુઓ, પાયાથી ડગમગે છે ! ધિસ લાવા જલતો જેની રગરગે છે ! | શતાબ્દીનો જલસો, જુવો ઝગમગે છે ! શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે ! - કરસનદાસ માણેક | (‘જન્મભૂમિ દૈનિક’ : ૧૯૬૯) નવાઈ નથી કંઈ, સદા આવું ચાલે ! મવાલી જ મુફલીસી પે ફૂલેફાલે : પરંતુ ઉઠાવી છે ગાંધીને નામે આવી ઘોર આંધી, તે આત્માને સાલે !| (૧૦૦)

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94