Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 52
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા બ્રહ્મચારિણી સાધક બહેનો હતી. ૐૐ મૈયાના આ આરાધકની અંતિમ વિધિમાં માતૃજાતિને આ રીતે મહાન પ્રતિષ્ઠા મળી. આમ, મહાન ક્રાંતિકારી સંતે પરલોક પ્રયાણ કર્યું. ગાંધીવિચાર ક્ષેત્રે પ્રદાન : શિવલાલ (સંતબાલ) મુબંઈ કમાવા ગયા ત્યારે ત્યાં દેશભક્તિના આંદોલનનું વાતાવરણ હતું. મહાત્મા ગાંધીજીના ક્રાંતિકારક વિચારોનો એમના પર ઊંડો પ્રભાવ પડ્યો. એમનાથી પ્રેરાઈને ખાદી પહેરવાની શરૂઆત કરી. જીવનમાં નૈતિકતા અને પ્રામાણિકતાની સાથે સાથે સાદાઈ, ત્યાગ, સંયમ સેવાભાવના વિકસી. મહાત્મા ગાંધી મૌનને મહત્ત્વ આપતા હતા. હરિજનબંધુ ૨૫-૧૨૩૮ ના અંકમાં લખ્યું છે કે મારા જેવા સત્યના શોધકને મૌન સારું મદદરૂપ થાય છે. મૌનની સ્થિતિમાં આત્માને પોતાનો રસ્તો વધારે સ્પષ્ટ દેખાય છે. એ વિચારની અસર સંતબાલજી પર પડી, જેથી એમણે ઈ.સ. ૧૯૩૬ થી ૧૯૩૭ એમ એક વર્ષ સુધી એકાકી નર્મદા નદીના કિનારે માધવદાસજીના આશ્રમમાં રહીને અખંડ મૌન પાળ્યું. એ દરમિયાન એમને જાતજાતના અનુભવો થયા તથા કુદરત પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા થઈ ગયા. તેમજ એ સમય દરમિયાન દુનિયાના બધા ધર્મોનો અભ્યાસ કર્યો. લેખનપ્રવૃત્તિમાં વેગ આવ્યો તથા લોકકલ્યાણ પ્રવૃત્તિ માટેના ક્રાંતિકારક વિચારો પણ ઉદ્ભવ્યા. મૌન પૂર્ણ થયા પછી ગાંધીજીના વિચારો અને કાર્યોથી પ્રભાવિત થઈને અહિંસામય, કરુણામય દૃષ્ટિએ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાનું શરૂ કર્યું. શરૂઆત ભાલનળકાંઠાના પ્રદેશથી કરી. નળકાંઠામાં પક્ષીઓનો શિકાર થતો હતો. એના માટે આત્માથી પોકાર (૧૦૩) જૈનદર્શન અને ગાંધી વિચારધારા કર્યો કે ‘શિકારી બંધુઓને સબુદ્ધિ મળો ! અહિંસાનો પૂરા અર્થમાં વિજય થાઓ.’ વર્ષો સુધી આ સૂત્રોચ્ચાર એ પ્રદેશમાં બોલાતો રહ્યો. પરિણામે નળ સરોવરમાં આવતા રંગબેરંગી પક્ષીઓનો શિકાર કરવાનું બંધ થઈ ગયું. જૈન વિચારધારા અને ગાંધીવિચારનો સમન્વય કરીને ભાલનળકાંઠામાં તેમણે શુદ્ધિપ્રયોગ આરંભ્યો. શુદ્ધિપ્રયોગ એટલે શુદ્ધ કરવાની પ્રક્રિયા. આ પદ્ધતિ પાછળની ભૂમિકા એવી છે કે કોઈપણ માણસ બિલકુલ ખરાબ નથી હોતો. તેનામાં રહેલા સદ્ગુણોને જાગૃત કરવાની જરૂર છે. અન્યાયનો સામનો કરવા માટે સામાન્યપણે ચાર જુદી જુદી પદ્ધતિઓ અમલમાં મૂકાય છે ઃ (૧) પહેલી પદ્ધતિ અનુસાર હિંસાનો આશ્રય લેવો પડે. તેમ કરવાથી કદાચ તાત્કાલિક રાહત મળે, પરંતુ કાયમી ઉકેલ ન મળે. (૨) બીજી પદ્ધતિ અનુસાર કોર્ટનો આશ્રય લેવો, પણ એની પણ કેટલીક મર્યાદાઓ છે. (૩) ત્રીજી પદ્ધતિ અનુસાર લોકોની નૈતિક તાકાતને ઉપયોગમાં લેવાની છે. જો સમાજમાં પડેલી સામૂહિક નૈતિક તાકાતને સંગઠિત કરવામાં આવે તો તેનાથી સામાજિક ક્રાંતિનો પાયો અવશ્ય નાખી શકાય અને ચોથી છે, (૪) શુદ્ધિપ્રયોગ – નળકાંઠામાં મોટા બે અનિષ્ટ હતા – (૧) બાળલગ્ન અને (૨) દિયરવટું - એટલે ભાભી વિધવા થાય તેણે બીજા લગ્ન દિયર સાથે જ કરવા પડે. પછી દિયર ભલે ને ગમે તેટલો નાનો હોય. આ ઉપરાંત આખો પ્રદેશ શાહુકારોના વ્યાજથી પણ શોષાતો હતો, તાલુકદારોના ત્રાસથી કંપતો હતો. લગ્ન અને બીજા કૌટુંબિક રિવાજોમાં ભયંકર દેવું થતું અને પછી કાયમી તકલીફ ભોગવવી પડતી. ચોરી, લૂંટફાટ, સ્ત્રીઓનું (૧૦૪)

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94