________________
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા
-
-
જૈનદર્શન અને ગાંધી વિચારધારા )
આઝાદી પછી થયેલ ગાંધીજીની અહિંસાના પ્રયોગો
- ડૉ. પુષ્પા મોતીયાની
જાણવા લાગે છે. ત્યારબાદ તેની જિજ્ઞાસાવૃત્તિ શાંત થાય છે. નિષ્કર્ષ:
| નિષ્કર્ષ કહી શકાય કે પરિગ્રહથી આ લોક અને પરલોકમાં શરણ મળી શકતું નથી. ભગવાન મહાવીરે તેમ જ ગાંધીજીએ અપરિગ્રહનો પથ દર્શાવીને સંસારને વિનાશથી બચવા માટે પ્રતિબોધ આપ્યો.
वित्तेण ताणं न लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था ।
दीव पणढे व अणंतमोहे, नेयाज्यं ददुमदगुमेव ॥ વર્તમાન સ્થિતિમાં વધતી જતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓની પાછળ મૂચ્છની ચિત્તવૃત્તિ કામ કરી રહી છે. મૂર્છાને કારણે અમીર વર્ગ પણ દુ:ખી છે અને ગરીબ વર્ગ પણ પીડિત છે. અતિભાવ અને અભાવમાં સ્વસ્થ સમાજ સંરચનાનો અભ્યદય કેવી રીતે શક્ય છે? આવી વિકટ પરિસ્થિતિમાં સ્વસ્થ સમાજ અને લોકમાંગલિક ચેતનાનો વિકાસ કરવાને માટે અપરિગ્રહની ચેતનાને જગાવવી જોઈએ. અપરિગ્રહની ભાવનાથી તૃષ્ણા શાંત થઈ જાય છે, જેનાથી સંતોષ પ્રાપ્ત થાય છે અને સ્વતઃ તણાવ સમાપ્ત થઈ જાય છે. “સર્વગન હિતાય, સર્વનન સુત્રાય' મહાવીરનો તેમ જ ગાંધીજીનો અપરિગ્રહનો સિદ્ધાંત, લોકકલ્યાણકારી સિદ્ધાંત અશાંત સંસારને શાંતિનો સંદેશ આપી શકે છે.
(અમદાવાદની ગુજરાત વિધાપીઠ સંસ્થામાં ગાંધીદર્શન વિભાગના પ્રાધ્યાપક પુષ્પાબહેને બિનસરકારી સંસ્થાઓ, જયોતિસંઘ સેવા અને અવાજ વિષય પર Ph.D. કર્યું છે. માનવ અધિકાર, પર્યાવરણ અને ગાંધીવિચારધારા એમના રસના વિષયો છે.).
અહિંસાની પરંપરા વિષે વિચારતા અહિંસાનો જન્મ ક્યારે થયો હશે, એવો પ્રશ્ન સહેજે થાય. પ્રત્યુત્તરમાં એમ કહી શકાય કે જયારે માનવીમાં માનવતાનો જન્મ થયો હશે એની સાથે જ અહિંસાનો જન્મ થયો હશે.
અહિંસા શબ્દ અ + હિંસા એ બે શબ્દોનો બનેલો છે. એમાં અ ઉપસર્ગ અભાવ સૂચનારો છે. નિષેધ સૂચવનારો છે. એટલે હિંસા નહીં તે અહિંસા. એને વધારે સ્પષ્ટ કરીએ તો હિંસા ન કરવી, હિંસાનો ત્યાગ કરવો. હિંસામાંથી વિરમવું એટલે કોઈપણ પ્રાણીને જાનથી મારવું નહીં, તેના સાંગોપાંગ છેદવા નહિ કે તેને પીડા ઉપજાવવી નહીં.
પરંતુ અહિંસાની આ તો સ્થૂલ નકારાત્મક વ્યાખ્યા થઈ.
અહિંસા કેવળ શારીરિક જ નથી પણ વાચિક પણ છે. વાચિક અહિંસા એટલે પ્રિય, પથ્ય, તથ્ય વાણી ઉચ્ચારવી તે. પ્રિય એટલે મધુર, પથ્ય એટલે હિતકારક અને તથ્ય એટલે હોય તે કહેવું, અસત્ય નહીં. વળી, મનુષ્ય શરીરથી હિંસા ન કરે, વચનથી પણ કોઈને નુક્સાન ન કરે છતાં તેના મનમાં બીજાનું અશુભ કરવાની વૃત્તિ હોય તો તે મન વડે પણ તે હિંસા કરે છે. એટલે મનથી કોઈનું બૂરું ન ચિંતવવું એ માનસિક અહિંસા છે. ટૂંકમાં કહીએ તો શરીરથી, વચનથી, મનથી કોઈને દુઃખે ન દેવું એ અહિંસા છે.
(૯).
સંદર્ભઃ આચારાંગ સૂત્ર, બાપુની ઝાંખી, પાતંજલિ યોગદર્શન
(
6)