Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 24
________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા આગેવાન હતા. પ્રાથમિક શિક્ષણ કરમસદ અને માધ્યમિક શિક્ષણ ઉમરેઠમાં થયું હતું. તેઓ વૈષ્ણ પાટીદાર કુટુંબના તેમજ સરદાર પટેલના નજીકના કુટુંબી થતા હતા. ઈ.સ. ૧૯૨૦ ની આસપાસ ગાંધીજીના સ્વરાજયના આંદોલનથી. અને દેશસેવાની ભાવનાથી ગાંધીવિચારે પ્રેરાઈ લડતમાં જોડાવાની ભાવનાથી કૉલેજ શિક્ષણ માટે ગાંધીજીએ સ્થાપેલી ‘વિદ્યાપીઠ' માં જોડાયા હતા. સ્નાતકની પદવી: લગ્ન: અધ્યાપક તરીકે નિમણૂંક: તે સમયે વિદ્યાપીઠ એલિસબ્રિજ પાસે આગાખાન મહેલમાં ચાલતું હતું. શ્રી ગોપાલદાસ ત્યાં ગુજરાત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરી પ્રથમ વર્ગમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન' વિષયમાં સ્નાતક થયા, અને ગાંધીજીના હસ્તે ચોથા પદવીદાન સમારંભ તા. ૦૫-૧૨-૧૯૨૫માં ‘આર્યવિદ્યા વિશારદ' ની પદવી પ્રાપ્ત કરી હતી. - ઈ.સ. ૧૯૨૪ માં ૧૯ વર્ષે તેમનું લગ્ન ગાયકવાડ સરકારના પ્રાંત સૂબા શ્રી ભાઈલાલભાઈ પટેલની દીકરી કમળાબેન સાથે થયા હતા. ઈ.સ. ૧૯૨૭-૨૮ માં ગુજરાત વિદ્યાપીઠમાં જ શ્રી નગીનદાસ પારેખ, શ્રી ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ) સાથે શ્રી ગોપાલદાસ પટેલની પણ અધ્યાપક તરીકે નિમણૂંક થઈ અને વિદ્યાપીઠના પાછલા ભાગમાં ભુલાભાઈની ચાલીમાં શ્રી મગનભાઈ દેસાઈ રહેતા હતા તે ઓરડી ભાડે રાખીને રહેવા લાગ્યા. તે સમયે સાબરમતી આશ્રમની સાયં પ્રાર્થનામાં નિયમિત જવાથી શ્રી મગનભાઈ સાથે નિકટનો પરિચય થયો. આ સમયે મહાવિદ્યાલયમાં વર્ગો લેવા ઉપરાંત વિનયમંદિરના વર્ગો પણ લેતા. વિદ્યાપીઠનું મુખપત્ર - સામયિક “પુરાતત્વ' નામે પ્રગટ થયું હતું. તેની પ્રબંધક સમિતિમાં મુનિ જિનવિજયજી, પંડિત બેચરદાસ દોશી વગેરે (૪૦) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા સાથે અધ્યાપક ગોપાલદાસ પટેલને પણ ૧૯૨૭ માં સાંકળવામાં આવ્યા. આઝાદીની લડતના કારણે ગુજરાત વિદ્યાપીઠ અવારનવાર જપ્ત થતી અને ત્યાંના અધ્યાપકો, વિદ્યાર્થીઓ વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેતા તેથી ગોપાલદાસ પટેલ ઈ.સ. ૧૯૩૨ માં અમદાવાદની સાબરમતી જેલમાં ગયેલા. સ્વામી ગુરુ હજુરાનંદજીનો સંગ અને ગુરુશરણ સ્વીકાર : શ્રી મગનભાઈ દેસાઈના સંપર્કથી ગોપાલદાસના જીવનમાં ઈ.સ. ૧૯૩૦ માં મધ્યપ્રદેશના શીખધર્મી સ્વામી ગુરુ હજુરાનંદજીનો સંપર્ક થયો. એ પ્રસંગથી ગોપાલદાસના સાધકજીવન પર ભારે અસર થઈ. શ્રી મગનભાઈ સાથે ગુરુભાઈ તરીકેનો વધુ ઘનિષ્ઠ સંબંધ બંધાયો. તે પછી શ્રી ગ્રંથસાહેબની વાણી પરત્વેનું તેમનું આકર્ષણ વધતા ઘરમાં ભાવથી ‘ગ્રંથસાહેબ' ની પધરામણી કરાવી. સત્યાગ્રહની લડત દરમ્યાન તેઓ અમદાવાદ દૂધેશ્વર વિસ્તારમાં પિતાજી સાથે રહેતા હતા. પિતાજીને મિલોમાં ઉપયોગી સામાનનું કારખાનું હતું. એક વખત નદીમાં ભારે પૂર આવતા કારખાના અને ઘરને ભારે નુક્સાન થયું. તે પછી ઉસ્માનપુરા ચાંપાનેર સોસાયટીમાં ઘર ભાડે રાખીને રહેવાનું ગોઠવ્યું. શ્રી ‘ગ્રંથસાહેબ' ને ૧૯૩૩ માં પધરાવ્યા તે સમયે આ ચાંપાનેરનું જ ઘર હતું. આ પ્રસંગે સ્વામી ગુરુના ચરણ પડ્યા હતા. તેથી પાછલી જિંદગી ત્યાં રહી એકલા સાધના કરવાની પ્રબળ ઇચ્છા રહેતી. પત્ની કમળાબેનનો “કવિટ ઈન્ડિયા' ચળવળમાં ભાગ : શ્રી ગોપાલદાસ પટેલના ગૃહસ્થ જીવન દરમ્યાન પત્ની કમળાબેન સાથે ૧૯૨૭ માં વિદ્યાપીઠ કોલોનીમાં રહેતા. તે સમયે સ્વરાજયની લડતના સંજોગોએ શ્રીમતી કમળાબેનને પણ પતિની સાથે રંગ લાગ્યો. ‘કવિટ ઈન્ડિયા” ના ચળવળમાં પકડાઈને થાણા જેલમાં ગયા. કમળાબેન પતિની સાથે ખાદી, (૪૮)

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94