Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 29
________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા જોડાયાં. આ કામ અંગે સમાજમાં વિરોધ હતો. ઈ.સ. ૧૯૧૯ માં મુંબઈમાં ‘જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલ હાનિ' વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું અને પછી ભાવનગરના “જૈન” સામયિકમાં ‘તમસ્તરણ' નામે લેખ લખ્યો. આનાથી તેમનો તીવ્ર વિરોધ થયો તોપણ પોતાનો માર્ગ ન છોડ્યો. ઈ.સ. ૧૯૨૧-૨૨ માં “ગુજરાત વિદ્યાપીઠ” ના “પુરાતત્ત્વ મંદિર’ માં જોડાઈને ૫. સુખલાલજીના સહકારમાં ‘સન્મતિતર્ક પ્રકરણ' ના સંપાદનનું દુષ્કર કાર્ય નમૂનેદાર રીતે કર્યું, જેનાથી ગાંધીજીને અને અન્ય વિદ્વાનોને ખૂબ સંતોષ થયો. ઈ.સ. ૧૯૩૦ ના દાંડીકૂચના સમયમાં ‘નવજીવન’ નું તંત્રીપદ સંભાળ્યું, જેલવાસ ભોગવ્યો, રાજસ્થાનમાં રહેવું પડ્યું. ગુજરાતમાં અમદાવાદ આવીને એલ.ડી. આર્ટ્સ કૉલેજમાં જોડાયા અને પછી અહીંયા જ સ્થાયી થયા. વ્યાકરણને લગતું સાહિત્ય, આગમોના અનુવાદો, પ્રાચીન ગ્રંથોનું સંપાદન તથા અનેક લેખો લખીને અક્ષરદેહે વિશાળ પ્રદાન કરનાર પંડિતજીના સમણસુત્તમ્” અને “મહાવીર વાણી’ બે પુસ્તકોની ખૂબ સરાહના થઈ. વિદ્વાન હોવાની સાથે સત્યશોધક, નિર્ભય હોવાની સાથે ક્રાંતિકારી પંડિતજીને ભારત સરકારે સંસ્કૃત માટેનો ‘નેશનલ ઍવોર્ડ અર્પણ કર્યો. ૯૨ વર્ષ જેટલું દીર્થ આયુષ્ય ભોગવીને ૧૧ મી ઓક્ટોબર ૧૯૮૨ ના રોજ અમદાવાદમાં તેઓ અવસાન પામ્યા. ગાંધીવિચારની પં. બેચરદાસજી ઉપર અસર સાહિત્યક્ષેત્રે જીવનભર પ્રવૃત્ત રહેનાર પંડિત બેચરદાસજીના જીવન ઉપર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ગાંધીવિચારની અસર બાળપણથી જ જોવા મળે છે. ભારતના વિશાળ જનસમુદાય ઉપર ગાંધીજીનો જે પ્રભાવ પડ્યો હતો તે પ્રભાવ, પંડિતજીના જીવન ઉપર પણ બાળપણથી શરૂ કરીને જીવનના વિવિધ તબક્કાઓમાં પડેલ જોવા મળે છે. સ્વાશ્રય - બાળપણમાં જ પિતાનું અવસાન થતાં માતાને મદદ કરનાર (૫૦) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) બેચરદાસના જીવનમાં સ્વાશ્રય અને શ્રમનું મહત્ત્વ તો નાની ઉંમરથી જ હતું. કોઈપણ કામ કરવામાં શરમ ન રાખવી, પોતાના પગ ઉપર ઊભા રહેવું, મુશ્કેલીમાં હોય તેને મદદ કરવી – આ ખૂબ મૂલ્યવાન વલણો તેમનામાં સ્વાભાવિક રીતે જ વિકસ્યા. પ્રામાણિકતા - કાશીના અભ્યાસની તેજસ્વિતાને કારણે પૂ. ધર્મસૂરિજીએ યુવાન બેચરદાસને રૂા. ૧૦ ની સ્કોલરશિપ આપવાનું સૂચવ્યું ત્યારે તેમણે તેના સાદર અસ્વીકાર કરતાં જણાવ્યું કે પાઠશાળા બધો ખર્ચ આપતી હોય તો આવી સ્કોલરશિપ કેમ લેવાય ? આ જવાબમાં યુવાનીની વયમાં પણ તેમનામાં ભારોભાર પ્રામાણિકતાના દર્શન થાય છે. સ્વદેશીની ભાવના-ભારતમાં બંગભંગની ચળવળથી બેચરદાસજીએ દેશી કાપડ અને દેશી ખાંડ વાપરવાનો નિયમ કર્યો. પંડિતોમાં ગાંધીજીએ જયારે ઈ.સ. ૧૯૧૫-૧૬ માં સ્વદેશી અને ખાદીના ઉપયોગની હાકલ કરી ત્યારે પંડિતજીએ તેનું દૃઢતાપૂર્વક પાલન કરવાનું નક્કી કર્યું. સ્વદેશીની આ ભાવનાનો જે જુવાળ તે સમયમાં પેદા થયો તેનાથી ગુલામીની જંજીરો તોડવાના પ્રયત્નોમાં વેગ આવ્યો. સત્યશોધક દૃષ્ટિ અને નિર્ભયતા - વિવિધ ભાષાઓનું જ્ઞાન, અનેક દર્શનોનો અભ્યાસ, સતત ચિંતન-મનન દ્વારા પંડિત બેચરદાસજીમાં જે ડહાપણ અને સમજણ વિકસ્યા તેનાથી તેઓ નિર્ભય, ક્રાંતિકારી અને સત્યશોધક બન્યા. આ શોધ કરતાં કરતાં પોતાને જે માર્ગ સાચો લાગ્યો તે માર્ગે ચાલવામાં તેમને જરાપણ ખચકાટ ન થયો. સમાજનો વિકાસ કરવા માટે અજ્ઞાનના અંધકારને અને અણસમજના બાવાંજાળાંને દૂર કરવા જ પડે એ સ્પષ્ટ વાતનો અમલ કરવા માટે તેઓએ સમાજ તરફથી કરવામાં આવેલ જે પ્રબળ વિરોધો સહન કર્યાત તેમની સત્યશોધક દીર્ઘદૃષ્ટિનો દ્યોતક છે. આગમોના અનુવાદો પ્રકાશિત કરવા, ‘જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલ હાનિ' વિષે વ્યાખ્યાન આપવું, (૫૮)

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94