________________
(જૈનદર્શન અને ગાંધી વિચારધારા શ્રી જિનવિજય અને ગાંધી વિચારધારા
- મીતાબહેન કે. ગાંધી
(મીતાબહેને ગુજરાત વિધાપીઠમાંથી M.Phil. કર્યું છે. જૈન સાહિત્ય સત્રોમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે.)
જનસમૂહમાં, દેશમાં અને દુનિયામાં આપણા દેશના ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકે ખ્યાતિ પામનાર શ્રી જિનવિજયજી અને આખું વિશ્વ જેને પૂજ્ય માને છે તે મહાત્મા ગાંધીજીના જીવનમાં, વિચારોમાં અને કાર્યમાં ઘણું સામ્ય જોવા મળે છે. સત્ય માટે બંનેની બાળપણથી તાલાવેલી
પૂજય શ્રી જિનવિજયજીના જીવનનું વિહંગાવલોકન કરતાં એમ કહી શકાય કે, સત્યની શોધને તેમણે ઉછરતી ઉંમરે પોતાના જીવનકાર્ય તરીકે સ્વીકારેલ. સત્યને પામવાની તાલાવેલી પિતાવૃદ્ધિસિંહ અને ગુરુ દેવીહંસના અવસાન બાદ તેમને કોઈ ખાખી બાવાના શિષ્ય બનવા સુધી લઈ ગઈ, પરંતુ ખાખી બાવાનો માર્ગ સત્ય પામવા માટેનો નહીં, પરંતુ અધોગતિનો લાગતા તેઓએ તે માર્ગ છોડી થોડા સમયમાં સ્થાનકવાસી સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરી. ત્યાં જ્ઞાનસાધના અને આત્મસાધના કરતાં તેમને કંઈક મેળવ્યાનો સંતોષ થયો. હવે અહીં વધુ જ્ઞાન ઉપાર્જન થઈ શકે તેમ ન હોવાથી તેઓએ તે દીક્ષા છોડી દીધી. જ્ઞાનોપાર્જન અને સત્યની શોધ માટે તેઓ રાજસ્થાન અને ગુજરાતમાં ફર્યા. રાજસ્થાનના પાલીમાં તેમનો પરિચય શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુ શ્રી સુંદરવિજય સાથે થતાં તેમણે તેમની પાસે શ્વેતામ્બર ફિરકાની દીક્ષા ગ્રહણ કરી અને શ્રી મુનિ જિનવિજયજી નામ ધારણ કર્યું.
પૂ. મહાત્મા ગાંધીએ બાળપણમાં ‘શ્રવણ પિતૃ ભક્તિ નાટક' નામનું
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) પુસ્તક વાંચ્યું. શ્રવણની માતા-પિતાની ભક્તિથી ગાંધીજીના મનમાં શ્રવણ જેવા બનવાની ઊંડી ઇચ્છા જાગૃત થઈ. તેમણે બાળપણમાં કોઈ નાટક કંપની દ્વારા ભજવાયેલ રાજા હરિશ્ચચંદ્રનું નાટક જોયું. એ નાટકની ગાંધીજીના મન પર એટલી અસર થઈ કે, તેમણે રાજા હરિશચંદ્રની જેમ કોઈપણ સંજોગોમાં અસત્ય ન બોલવાનું અને સત્યનું જ પાલન કરવાનું મનમાં નક્કી કરી લીધું. બાળપણથી જ ગાંધીજીના મનમાં એક વિચારે મૂળ નાંખ્યા કે, “આ જગત નીતિ ઉપર નભેલું છે અને નીતિમાત્રનો સમાવેશ સત્યમાં છે. માટે સત્ય તો શોધવું રહ્યું.'
આ રીતે જિનવિજયજી અને ગાંધીજીએ બાળપણથી જ પોતાનું ઉચ્ચ જીવન ઘડતર કરવાની તૈયારી કરી લીધી હતી. શ્રી જિનવિજયની સત્ય પામવા માટેની તાલાવેલી તેમને વિદ્વત્તા સુધી લઈ ગઈ તો ગાંધીજીની સત્ય માટેની ઝંખના તેમને માનવમાંથી મહાત્મા સુધી લઈ ગઈ. બંને જન્મ જૈન ન હોવા છતાં જૈનધર્મના સંસ્કાર
પૂજયશ્રી જિનવિજયજીનો જન્મ પરમારવંશીય ક્ષત્રિયકુળમાં થયો હતો. તેમનું બાળપણનું નામ કિશનસિંહ હતું. તેમના પિતા વૃદ્ધિસિંહને લાગુ પડેલા સંગ્રહણીના રોગનો ઈલાજ જૈન યતિ દેવહંસ કરતા. વૃદ્ધિસિંહના અવસાન બાદ જયારે કિશનસિંહની તીવ્ર બુદ્ધિપ્રતિભાથી વાકેફ શ્રી દેવીહંસે વિદ્યાભ્યાસ માટે કિશનસિંહને પોતાની સાથે જ રાખ્યા હતા. તેમના જીવનમાં જૈનધર્મના સંસ્કારોનું આ પરોઢ હતું. થોડા સમયમાં જ ગુરુ દેવીહંસનું દેહાવસાન થતાં તેઓએ સત્યની શોધ માટે ફરવાનું શરૂ કર્યું. એક સ્થાનકવાસી સાધુના સંપર્કમાં આવતાં તેમણે સ્થાનકવાસી દીક્ષા ગ્રહણ કરી અને ત્યારબાદ શ્વેતામ્બર સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેમણે પોતાનું જીવન જૈન સાહિત્યના સંશોધન
(૨)