Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 39
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા શ્રીમદ્ રાજચંદ્રજી અને ગાંધીજીની દૃષ્ટિએ દયાધર્મનું સ્વરૂપ - ગુણવંત બરવાળિયા (ગુણવંતભાઈએ સી.એ. સુધી અભ્યાસ કર્યા બાદ ટેક્ષટાઈલ ઈન્ડ. માં પ્રવૃત્ત છે. તેઓએ ૬૦ જેટલા પુસ્તકોનું સર્જન, સંપાદન કાર્ય કર્યું છે. તેઓશ્રી જૈન સાહિત્ય જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે અને ધાર્મિક તથા આધ્યાત્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.) સત્ય એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. (Truth is God) તો, અહિંસા મા ભગવતી સ્વરૂપ છે. સત્ય ભાવાત્મક છે અને અહિંસા ક્રિયાત્મક છે. સત્યની ક્રિયાત્મક અને વિધેયાત્મક વત્સલશક્તિ, તે ભગવતી અહિંસા છે. આ અહિંસા, ભયભીત બનેલાને શરણ આપતા પિયરઘર જેવી છે, ઊર્ધ્વગમન કરવા ઇચ્છતા સાધકને, ગગન જેમ પંખીને આધાર આપે તેમ આધાર આપનારી છે. દયાધર્મ તૃષાતુરને જળ (જલદાન), ક્ષુધાતુરને અન્ન (અન્નદાન), રોગીઓને ઔષધ (ઔષધ દાન) આપનાર છે, ચૌપગા પ્રાણીઓને આશ્રય આપનાર છે, સાર્થવાહની જેમ ભૂલેલાને માર્ગ બતાવનાર છે, સમુદ્રમધ્યે નૌકા, પ્રવાસીઓનું રક્ષણ કરે તેમ રક્ષણ કરનારી છે. આવી સુપ્રસિદ્ધ અહિંસા-દયાધર્મ મોક્ષના અભિલાષી જીવોને પ્રાણરૂપ, શરણરૂપ છે. અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ દયા જ છે માટે જ ગમે તેવા વિકટ સંજોગોમાં સાધકઆત્મા દયા છોડતા નથી અને તેનું પરિપાલન કરે છે. દયાનો અર્થ પ્રાણી માત્ર પ્રત્યે સહાનુભૂતિ, કરુણા, પ્રેમ, પ્રીતિ, રક્ષા કરવી, અનુગ્રહ કે કૃપા કરવી તેવો થાય છે. જ્ઞાનીઓએ કહ્યું છે ‘દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ, અનંત જીવ મોક્ષે ગયા, દયા તણા ફળ જાણ.” (oto) જૈનદર્શન અને ગાંધી વિચારધારા યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીએ દયાને સદ્ધર્મ તરીકે પ્રરૂપેલ છે. સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વના ભિન્ન બિન્ન ભેદ કહ્યા છે. તેમાં મુખ્ય બે છે – વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ. આપણે વ્યવહારધર્મમાં દયાની વિચારણા કરીએ. ૧) યત્નાપૂર્વક જીવરક્ષા કરવી તે દ્રવ્ય દયા. ૨) બીજા જીવોને દુર્ગીત તરફ જતાં દેખી અનુકંપા બુદ્ધિથી ઉપદેશ આપવો તે ભાવદયા. ૩) અજ્ઞાની જીવ તત્ત્વ પામતા નથી એમ ચિંતવી ધર્મ પ્રત્યે પ્રેરવો તે સ્વદયા. ૪) છ કાય જીવની રક્ષા કરવી તે પરદયા. ૫) સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપ વિચારણા તે સ્વરૂપ દયા. ૬) કડવા વચનથી અશુભમાંથી રોકવા દબાણ કરે તે દેખાવમાં અયોગ્ય લાગે પરંતુ, પરિણામે કરુણાનું કારણ બને તે અનુબંધ દયા. ૭) શુદ્ધ સાધ્ય અને શુદ્ધ સાધનના ઉપયોગમાં એકતાભાવ અને અભેદ તે નિશ્ચય દયા. ૮) ઉપયોગ અને વિધિપૂર્વક દયા પાળવી તે વ્યવહાર દયા. આત્માને આત્મભાવે ઓળખાવે તે નિશ્ચયધર્મશ્. આ સંસાર કે દેહ તે મારો નથી. હું એથી ભિન્ન પરમ અસંગ, સિદ્ધ આત્મા છું. એવી આત્મ સ્વભાવે વર્તના. જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યા છે ત્યાં દયા નથી, ત્યાં ધર્મ નથી. દયા ધર્મની પ્રશસ્તિ કરતાં કાવ્યમાં શ્રીમદ્જીએ કહ્યું છે કે, “ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. (૭૮)

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94