________________
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) 'ગાંધીવિચાર ક્ષેત્રે પ્રદાન કરનાર જૈન ચિંતક તથા સર્જક,
પંડિત બેચરદાસજી દોશી
- માલતીબહેન શાહ (ભાવનગર સ્થિત માલતીબહેને તત્વજ્ઞાનના વિષયમાંPh.D. કરેલ છે. તેમના ચાર પુસ્તકોનું પ્રકાશન થયું છે. જૈન સાહિત્ય સત્રોમાં શોધપત્રો પ્રસ્તુત કરે છે.).
જૈન ધર્મ-દર્શન-સાહિત્યક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન આપનાર પંડિત બેચરદાસ જીવરાજ દોશીના જીવનનો સંક્ષિપ્ત પરિચય અને તેઓનો ગાંધીવિચાર સાથેનો સંપર્ક અને સંબંધ આ બાબતો વિષે પ્રસ્તુત લેખમાં પ્રાપ્ય વિગતો મૂકવાનો પ્રયત્ન છે. જીવન :
પંડિત બેચરદાસજીના પિતાશ્રી જીવરાજ લાધાભાઈ દોશી વીસા શ્રીમાળી દેરાવાસી જૈન. સંસ્કારી માતા ઓતમબાઈની કૂખે વિ.સં. ૧૯૪૬ ના માગસર વદ અમાસ, તા. બીજી નવેમ્બર ૧૯૮૯ ના રોજ વલભીપુર (વળા)માં તેઓનો જન્મ થયો. સામાન્ય સ્થિતિનું કુટુંબ. ત્યાં ધૂડી નિશાળમાં ભણતરની શરૂઆત. પછી પોતાના મોસાળ સણોસરામાં ભણીને વળી પાછા વલભીપુરમાં ભણતર ચાલુ રાખ્યું, જ્યાં તેમણે છઠ્ઠી ચોપડી પૂરી કરી. દસ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં આજીવિકા માટે માને મદદ શરૂ કરી. પિતાનું કારજ કરવા માટે માના કડલાં અને કોળિયા વેચાઈ ગયા, જેની ઘેરી અસર બેચરદાસના મન ઉપર રહી. પોતાના બે દીકરા તથા એક દીકરી માટે માં દળણાં, ખાંડણાના કામો કરતાં અને નાનો બેચર તે સમયે કાલાં ફોલવા, રાખ ચાળવી, દાળમશાલી (તળેલી દાળ) વેચવી વગેરે કામો કરતો.
બાર-તેર વર્ષની ઉંમરે માંડળમાં પ.પૂ. આ. શ્રી ધર્મસૂરિજી પાસે પાંચસાત મહિના રહીને કૌમુદીનો અભ્યાસ કર્યો. વિદ્યાપીપાસાથી પ્રેરાઈને પૂ.આ.
(૫૫).
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ધર્મસૂરિજી તથા પોતાના મિત્ર હર્ષચંદ્રભાઈ (મુનિશ્રી જયંતવિજયજી) સાથે માંડળથી પગપાળા કાશી જવા નીકળ્યા, પરંતુ માતાની અનિચ્છાથી ગોધરાથી પાછા વળ્યા. આવીને વલભીપુર અને પાલીતાણામાં મુશ્કેલીઓ વેઠીને પણ અભ્યાસ ચાલુ રાખ્યો. ૫.પૂ. સિદ્ધિવિજયજી પાસે નવતત્ત્વનો અભ્યાસ કરી મહેસાણામાં પાઠશાળામાં એક માસમાં ભાંડારકરની માર્ગોપદેશિકાની પહેલી ચોપડી કરી, મહેસાણાથી વિ.સં. ૧૯૬૨-૬૩ માં કાશી ગયા, જયાં છ માસ પછી તેમને શીતળા થવાથી તેમના મા તે સમયે એકલા કાશી પહોંચ્યા.
કાશીમાં બે વર્ષમાં હેમચંદ્રકૃત લઘુવૃત્તિ પોણી કરી અને પદર્શનોનો અભ્યાસ કર્યો. સાથેસાથે પં. હરગોવિંદદાસ શેઠની સાથે રહીને યશોવિજય જૈન ગ્રંથમાળામાં પ્રાચીન પુસ્તકોનું સંપાદન શરૂ કર્યું. આ પુસ્તકો કલકત્તાની સંસ્કૃત કૉલેજની ‘તીર્થ” ની પરીક્ષામાં અભ્યાસક્રમમાં પહેલાં દાખલ થયા અને પછી પોતે તે પરીક્ષા આપીને ઉત્તીર્ણ થયા. મુંબઈની એજયુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષામાં તેમને અને ૫. હરગોવિંદદાસને આગલા નંબરે ઉત્તીર્ણ થવાથી બંનેને રૂા. ૭૫૭૫ નું પારિતોષિક મળ્યું. સંસ્કૃતમાં કવિતાઓ કરવી, પાદપૂર્તિ કરવી વગેરે શોખ કેળવાયા. સૌરસેની, પૈસાચી, અપભ્રંશ જેવા વિવિધ રૂપોની ભાષાનો પણ સારો અભ્યાસ કર્યો. પ્રાકૃત, અર્ધમાગધીમાં તો નિપુણતા હતી જ.
હવે બૌદ્ધ ધર્મના જ્ઞાન માટે પાલી ભાષા શીખવા માટે પ.પૂ. ધર્મસૂરિજીએ પં. બેચરદાસજી, પં. હરગોવિંદદાસજી અને ડૉ. સતિષચંદ્ર વિદ્યાભૂષણ - આ ત્રણેયને શ્રીલંકામાં કોલંબો મોકલ્યા. આઠ માસ ત્યાં અભ્યાસ કરીને કાશી આવીને પાછું ગ્રંથસંપાદનનું કામ શરૂ કર્યું. આ બધાં અભ્યાસથી તેમની દાર્શનિક ક્ષિતિજો ખૂબજ વિકાસ પામી.
- સત્યશોધક બેચરદાસે હવે આગમો કંઠસ્થ કરવા માંડ્યા અને આગમોનો અનુવાદ કરવાના કામ અંગે વિ.સં. ૧૯૭૦-૭૧ (ઈ.સ. ૧૯૧૫) માં અમદાવાદમાં શેઠ પુંજાભાઈ હીરાચંદે સ્થાપેલ જિનાગમ પ્રકાશન સભામાં
(૫૬)