Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 30
________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા ‘તમસ્તરણ' લેખ લખવો વગેરે અંગે સમાજ તરફથી તેમનો જ બહિષ્કાર થયો તેની સામે તેઓ અડગ મનથી ટકી રહ્યા. આવા કપરા સમયમાં મહાત્મા ગાંધીએ તેઓને સાથ આપ્યો કે જો પોતાને દેઢ વિશ્વાસ હોય તો સત્ય ન છોડવું. આ વર્ષોમાં ક્રમશઃ પંડિતજીનો ગાંધીજી સાથેનો પરિચય વધતો ગયો. ગુજરાત વિદ્યાપીઠ સાથેનો પંડિતજીનો સંબંધ અનેક ભાષાઓના તજજ્ઞ, સત્યશોધક પંડિત બેચરદાસજી કોન્ફરન્સમાં જે નિબંધો અને નોંધો રજૂ કરતાં તેનાથી સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ અને બરોડા સ્ટેટના દિવાન સર મનુભાઈ મહેતા જેવા વિદ્વજનો આકર્ષિત થયા હતા. તે સમયે પંડિતજીને ઓરિએન્ટલ ઈન્સ્ટીટ્યુટમાં કામ મળતું હતું, પણ તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલ ગુજરાત વિદ્યાપીઠમાં ‘પુરાતત્ત્વ મંદિર' માં ઈ.સ. ૧૯૨૧-૨૨ માં જોડાયા. ગુજરાત વિદ્યાપીઠના આ પ્રારંભકાળમાં અનેક વિદ્વાનો, ચિંતકોમાં પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી જેવા જૈનદર્શનના અને પ્રાચ્ય વિદ્યાઓના ઊંચા ગજાના વિદ્વાનો જોડાયા એ કેવો સુભગ સમન્વય ! એ વખતનું વિદ્યાપીઠનું વાતાવરણ એક આદર્શ સંસ્થાનો નમૂનો પૂરો પાડે તેવું બન્યું. મૂલ્યવાન ગ્રંથો - ગુજરાત વિદ્યાપીઠમાં રહીને પંડિતજીએ પં. સુખલાલજીના સાથમાં સંપાદિત કરેલ ‘સન્મતિતર્ક પ્રકરણ' ગ્રંથના કામથી મહાત્મા ગાંધીજીને ખૂબ સંતોષ થયો એ બાબત ખાસ નોંધપાત્ર છે. આ જ રીતે પંડિતજી દ્વારા તૈયાર થયેલ “મહાવીર વાણી’ અને ‘સમણ-સુરમ્' જેવા ગ્રંથો વિનોબાજી દ્વારા પોંખાયા એ બાબત પણ પંડિતજીના સર્વધર્મ સમભાવના વલણના સાર્વત્રિક સ્વીકારનું સૂચન કરે છે. બ્રાહ્મણગ્રંથો, બૌદ્ધગ્રંથો, બાઈબલ, કુરાન જેવા ગ્રંથો સાથે તુલનાત્મક અભ્યાસથી લખાયેલ ‘મહાવીર-વાણી’ પુસ્તકની પ્રસ્તાવનામાં સ્વામી આનંદ નોંધે છે કે જૈન સાહિત્યના રત્નાગારમાંથી અણમૂલા રત્નો વીણીને આપણી સમક્ષ તેમાં મૂક્યા છે. (૫૯) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા - નવજીવનનું તંત્રીપદ અને જેલવાસ ગાંધીજી અને પંડિત બેચરદાસજી પાણીના વહેણની જેમ ભેગા થયા, છૂટા પડ્યા, વળી પાછા ભેગા થયા એવું બન્યા જ કર્યું. ઈ.સ. ૧૯૩૦ માં દાંડીકૂચના ઐતિહાસિક પ્રસંગના રણભેરીના નાદ પાછળ પંડિત બેચરદાસજી પણ ઘેલા બન્યા. દાંડીકૂચના પ્રસંગ પછી તેઓ હસ્તલિખિત ‘નવજીવન' ના તંત્રી બન્યા. ‘નવજીવન’ સામયિકમાં તેમની આ ભાગીદારીનું મહત્ત્વ ઓછું ન આંકી શકાય. આ સમયમાં પંડિતજી નવ માસ વીસાપુર જેલમાં રહ્યા. જેલમાંથી છૂટા કર્યા પછી બ્રિટિશ હકૂમતમાં દાખલ થવાનો મનાઈ હુકમ મળવાથી મારવાડ, રાજસ્થાનમાં રહ્યા. અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને ટક્વાનો આ કપરો કાળ તેમની સત્યની અગાધ શ્રદ્ધા અને દઢ મનોબળ વગર ન જ પસાર થાય. ઉપસંહાર - પંડિત બેચરદાસજીના મહાત્મા ગાંધી સાથેના સંપર્કની તથા ગુજરાત વિદ્યાપીઠ સાથેના તેમના સંબંધની આ સિવાયની માહિતી કદાચ આપણને અત્યારે પ્રાપ્ય નથી, પરંતુ આટલી પ્રાપ્ત માહિતીના આધારે પણ આપણે એટલું તો કહી શકીએ કે પંડિતજીના જીવનમાં સ્વાશ્રય, પ્રામાણિકતા, સ્વદેશીની ભાવના, સત્યશોધક દૃષ્ટિ અને નિર્ભયતાના જે ગુણો વિકસ્યા હતા તે બેશક ગાંધીવિચારના મૂલ્યો હતા જ. ગુજરાત વિદ્યાપીઠમાં કામ કરીને તેઓએ સન્મતિ-તર્ક પ્રકરણ’ જેવા કઠિન ગ્રંથનું કામ કર્યું, ‘નવજીવન’ નું તંત્રીપદ સંભાળ્યું તે ગુજરાત વિદ્યાપીઠને માટે પણ નોંધપાત્ર સંભારણું છે. પ્રકૃતિથી સરળ, આકૃતિથી સૌમ્ય, વૃત્તિથી ઉદાર, સાંપ્રદાયિક પૂર્વગ્રહોથી મુક્ત, નિર્ભીક વિદ્વાન, સત્યશોધક, વિત્તના બદલે વિદ્યાની સંપ્રાપ્તિને જીવનમાં મહત્ત્વ આપનાર, ગાંધીયુગના આ ઋષિ વિદ્યાપુરુષને સાદર નમન. સંદર્ભ ગ્રંથ:- “સંગીતિ': પં. બેચરદાસ જીવરાજ દોશી "Pt. Bechardas Doshi - By Prof. M.A. Dhake & Sagarmal Jain (૦)

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94