________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
પ્રસ્તાવનામાં તેઓ લખે છે : “મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે.” ગાંધીજીના સર્વ વ્રતો જેવાં કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અસ્વાદ, અભય, સર્વધર્મસમભાવ વગેરેના પાલનથી અનેક પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ મનુષ્યમાં આપોઆપ પાંગરે છે એવું તેઓ માનતા. આ બધા વ્રતોનું પાલન એમણે અનેકાન્ત દૃષ્ટિને ધ્યાનમાં રાખીને જ કર્યું છે. આ અનેકાન્ત દૃષ્ટિની વિચારધારામાં જૈન ધર્મનું મહત્ત્વનું પ્રદાન છે, તે વિચારીએ.
ગાંધીજીને શ્રીમદ્ રાજચંદ્રનો પ્રથમ પરિચય ઈ.સ. ૧૮૯૧ ના જુલાઈ માસમાં વિલાયતથી આવતા મુંબઈમાં થયો. મુંબઈમાં ગાંધીજીને શ્રીમા નિકટ સહવાસમાં આવવાનું થયું. શ્રીમના બહોળા શાસ્ત્રજ્ઞાનથી, શુદ્ધ ચારિત્ર્યથી અને એમની આત્મદર્શનની ભાવનાથી ગાંધીજી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ પોતાના માર્ગદર્શક તરીકે માનેલા ત્રણ પુરુષો (શ્રીમદ્, રસ્કિન અને ટૉલ્સટૉય) માં શ્રીમદ્ન અગ્રગણ્ય સ્થાન આપ્યું છે. ગાંધીજીએ શ્રીમદ્દ્ની પોતાના જીવન ઉપર પડેલી છાપ વર્ણવતા લખ્યું છે :
“હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો. ઘણી બાબતમાં કવિનો નિર્ણય – તુલના, મારા અંતરાત્માને - મારી નૈતિક ભાવનાને ખૂબ સમાધાનકારક થતો. કવિના સિદ્ધાંતોનો મૂળ પાયો નિઃસંદેહ અહિંસા હતો. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્યજાતિનો સમાવેશ થતો હતો. મારા જીવન પર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે. રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્યટૉયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી અને રસ્કિને ‘અનટુ ધિસ
(૬૩)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
લાસ્ટ’ - સર્વોદય નામના પુસ્તકથી મને પ્રભાવિત કર્યો."
ગાંધીજી જ્યારે ધર્મ અંગે વિચારતા અને મથામણ અનુભવતા ત્યારે શ્રીમદ્ સિવાય બીજા ધર્મશાસ્રીઓ સાથે પણ પત્રવ્યવહાર કરતા, પરંતુ એમને શ્રીમદ્જીના પત્રવ્યવહારથી શાંતિ મળતી. શ્રીમદે પત્રના ઉત્તર સાથે કેટલાક પુસ્તકો અધ્યયનાર્થે મોકલાવેલા; જેમાં ‘પંચીકરણ’, ‘મણિરત્નમાળા’, ‘યોગવાસિષ્ઠનું મુમુક્ષુ પ્રકરણ’, હરિભદ્રસૂરિનું ‘ષદર્શનસમુચ્ચય’ અને ‘મોક્ષમાળા’ વગેરે ગ્રંથો વાંચવાની ભલામણો કરી હતી.
આ ધર્મમંથનના કાળમાં ગાંધીજીએ કુરાન વાંચ્યું, ઈસ્લામી પુસ્તકો વાંચ્યા, વિલાયતના ખ્રિસ્તી મિત્રો સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. ‘બાઈબલનો નવો ગ્રંથ’ પુસ્તક વાંચ્યુ. ટૉલ્સટૉયના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે' નામના પુસ્તકના વાંચનથી ઊંડી છાપ પડી.
શ્રીમદ્ સાથેના પત્રવ્યવહાર અને એમણે મોકલેલા પુસ્તકોના વાંચનથી ગાંધીજીને તેમના ઘણા પ્રશ્નોનું સમાધાન થયું. ગાંધીજીની તીવ્ર ધર્મજિજ્ઞાસા એવી પ્રબળ હતી કે શ્રીમનું આ સમયે આધ્યાત્મિક માર્ગદર્શન ન મળ્યું હોત તો ગાંધીજી આફ્રિકાથી મોહનદાસમાંથી માઈકલ, કે મોહમ્મદ થઈને પાછા આવ્યા હોત ! શ્રીમદ્ના માર્ગદર્શનથી ગાંધીજીની આર્યધર્મમાં શ્રદ્ધા સ્થિર થઈ અને જૈન ધર્મનો પ્રભાવ વિશેષ પડ્યો. જૈન ધર્મના વિશેષ પ્રભાવના કારણે જૈન સિદ્ધાંતોનો ગાંધીજીએ જીવનમાં સ્વીકાર કર્યો. એમના કાર્યોમાં વિનિયોગ કર્યો અને આ સંસ્કારોને ઊંચાઈએ લઈ ગયા.
અનેકાન્તવાદ અને ગાંધીજી : ગાંધીજીએ શ્રીમદ્ના માર્ગદર્શનથી પ્રેરણા મેળવીને પોતાનું જીવન ઉદાત્ત અને વ્યાપક બનાવ્યું. ગાંધીજીએ શ્રીમદ્ભા માર્ગદર્શનમાં અનુભવ્યું કે તેમને કોઈપણ ધર્મ પ્રત્યે અનાદર ન હતો. ગાંધીજીને
(૬૪)