Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 26
________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા કે - જૈનદર્શન અને ગાંધી વિચારધારા વગેરે સંતોની શ્રેણી તૈયાર કરવાનું શરૂ કર્યું અને તે સમયમાં ૧૯૯૬ માં ૨ જી જુલાઈએ અમદાવાદ ખાતે પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરી ગુરુના ચરણોમાં કાયમ માટે ચાલ્યા ગયા. સાથે સુપુત્ર, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રી માટે પોતાની પાછળ શું શું ન કરવું વગેરે વિષે વિગતોની ઝીણવટપૂર્વક મરણોત્તર લેખિત નોંધ મૂકતા ગયા. શ્રી ગોપાલદાસ પટેલે આ રીતે સમગ્ર જીવન ગાંધીવિચાર રાહે ચાલી, દેશ માટે, વિદ્યાપીઠ માટે, શ્રી મગનભાઈ દેસાઈ જેવા સાધક વડીલના પડછાયા રૂપે રહી પોતાના સ્વામી - ગુરુ હજુરાનંદના શરણમાં સમગ્ર જીવન એક સાધક તરીકે આત્માર્થી જીવનચર્યા જીવી ઉત્તમ ધાર્મિક અને તાત્ત્વિક સાહિત્યનું સંપાદન લેખન-કાર્ય “યોં કી ત્યોં ધરી દીની ચદરિયા.” શ્રી ગોપાલદાસ પટેલનું લેખનકાર્યઃ શ્રી ગોપાલદાસ પટેલે ધર્મ, કેળવણી અને ગાંધિયન તત્ત્વજ્ઞાન ઉપર સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે. તે ઉપરાંત વિશ્વના સ્કોટ, ડુમાં, ડિકન્સ, હ્યુગો અને ટોલ્સટોય જેવા સાહિત્યસમ્રાટોની કૃતિઓ ગુજરાતીમાં કરવાનું અદ્ભુત કાર્ય કર્યું છે. તેમના લેખનકાર્યનો વ્યાપ અને પ્રમાણ ઘણું મોટું છે, છતાં તેમના લેખનકાર્યને ત્રણ મોટા ભાગમાં વહેંચી શકાય... ૧) અધ્યાત્મલક્ષી કે ધર્મ - તત્ત્વજ્ઞાનલક્ષી સાહિત્ય અનુવાદ: શ્રી ગોપાલદાસ પટેલના સ્વભાવમાં આત્મલક્ષી તત્ત્વનું પ્રાધાન્ય વૈષ્ણવ સંસ્કારને કારણે નાની ઉંમરથી જ પ્રાપ્ત થયેલું, જેમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનના સાહિત્ય વાચન-લેખનમાં મહદ્અંશે રસ લીધેલો દેખાય છે. તેમના જીવન પર હિન્દુધર્મ, વૈષ્ણવ સંપ્રદાય, જૈન ધર્મ, શ્રીમદ્ રાજચંદ્ર, શીખ ગુરુઓની વાણી તથા સંતોના વાણી - વિચાર વગેરેની... ચિંતન અને લેખન કાર્યમાં અસર જણાય છે. શ્રીમદ્ (૫૧) રાજચંદ્રની સાધના અને લખાણો ઘણા અસરકારક હોવાથી ગોપાલદાસના યુવા માનસપટ પર તે સાહિત્યના સર્જનની પણ અસર જોવા મળે છે. જૈનધર્મ સંબંધી સાહિત્ય - મહાવીર સ્વામીનો આચાર ધર્મ (શ્રી આચારાંગ સૂત્ર - ૧૯૩૬), મહાવીર સ્વામીનો સંયમધર્મ (શ્રી સૂત્રકૃતાંગ - ૧૯૩૭), સમીસાંજનો ઉપદેશ (શ્રી દશવૈકાલિક સૂત્ર - ૧૯૩૯), મહાવીર કથા (૧૯૪૧), શ્રી કુંદકુંદાચાર્યના ત્રણ રત્નો (૧૯૩૮), ભગવાન મહાવીરના દેશ ઉપાસકો, ભગવાન મહાવીરની ધર્મકથાઓ, મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ, શ્રીમદ્જીની જીવનયાત્રા (૧૯૩૫), શ્રી રાજચંદ્રના વિચાર રત્નો (૧૯૩૬); યોગશાસ્ત્ર (શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ૧૯૩૨), તપસ્યા ને નિગ્રંથ, પાપ-પુણ્ય અને સંયમ (વિપાક, અંતગડ અને અનુત્તરોપપતિક ત્રણ ગ્રંથઆગમનો સાર, ૧૯૪૦) વગેરે. હિન્દુ ધર્મ સંબંધી સાહિત્ય -શ્રીમદ્ ભગવત (૧૯૩૯), પ્રાચીન શીલ કથાઓ, નીતિ અને ધર્મ (૧૯૫૭), યોગ વસિષ્ઠ, દત્ત ઉપાસના, પ્રાચીન બોધક કથાઓ વગેરે... શીખ ધર્મ સંબંધી સાહિત્ય - ગુરુ ગ્રંથસાહેબની વાણી, ગુરુ નાનકના ત્રણ ભક્તિ પદો (૧૯૮૫), પંજગ્રંથી – પાંચ ભક્તિપદો, જપમાળા વગેરે.. બૌદ્ધ ધર્મ સંબંધી સાહિત્ય - ગૌતમ બુદ્ધ, ધમ્મ પદ, ચીન દેશના કથાનકો વગેરે... (૨) દેશ - સમાજોપયોગી સાહિત્યઃ ભાષા, કેળવણી, જોડણી કોશ, દેશની સમસ્યાઓ વિષયક, ઈતિહાસ, ભૂગોળ, ગણિત, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, આરોગ્ય, દેશભક્તિ વગેરે.... શ્રી ગોપાલદાસ અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત અને પાલી ભાષાઓમાં ઊંડું જ્ઞાન તથા (૫૨)

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94