Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 25
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા સાદગી અને જેલમાં જવા સુધીના સાથ સહકાર સાથે હંમેશાં ભક્તિ-પૂજામાં રત રહેતા. ઈ.સ. ૧૯૩૫ થી ૧૯૩૯ સુધી ‘જૈન ગ્રંથમાળા' માં મંત્રી તરીકે રહ્યા, અને નવજીવન પ્રેસ દ્વારા વિવિધ જૈન આગમગ્રંથોના ગુજરાતીમાં અનુવાદ – વિવેચન આપ્યા. ૧૯૩૭ માં શ્રી મગનભાઈ દેસાઈની ગુજરાત વિદ્યાપીઠમાં મહામંત્રી તરીકે નિમણૂંક થતાં ગોપાલદાસ શ્રી મગનભાઈના સાથી સેવક બની રહ્યા. ૧૯૩૯ માં વિદ્યાપીઠનું નવું સામયિક ‘શિક્ષણ અને સાહિત્ય’ શરૂ થયું. તેમાં સંપાદક તરીકેનું સ્થાન શોભાવ્યું. તે સમયે તા. ૦૬૦૯-૧૯૩૯ માં તેમના પુત્ર વિહારીદાસનો જન્મ થયો. ઈ.સ. ૧૯૪૨ માં પિતાશ્રી જીવાભાઈ રેવાભાઈ દ્વારા ‘શ્રી રેવાભાઈ ધર્મગ્રંથમાળા’ માટે રૂા. ૬,૦૦૧/- નું ગ્રંથ પ્રકાશન માટે દાન આપ્યું હતું. આ ગ્રંથમાળામાં મુખ્યત્વે હિંદુ ધર્મગ્રંથો, અન્ય ધર્મો, વિદ્યા તથા દર્શનનો સમાવેશ થાય છે. આ રીતે તેઓએ તન, મન અને ધન વિદ્યાપીઠને અર્પણ કરેલ. કારણ કે ૧૯૨૭થી ૧૯૬૩ સુધી ૨૬ વર્ષ સળંગ વિના વેતને સેવા કરી હતી. આચાર્ય પદ અને શ્રી મગનભાઈનું અવસાન ઃ ૧૯૪૭ માં આઝાદી પછી ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીના આશીર્વાદથી આચાર્ય બન્યા. તે વખતે નીમાયેલા નવા ટ્રસ્ટીમંડળમાં શ્રી ગોપાલદાસ પટેલ આજીવન ટ્રસ્ટી, ગ્રંથાલય મંત્રી અને ખજાનચી તરીકે પસંદગી પામ્યા હતા. તે ઉપરાંત બીજી પાંચ સમિતિઓમાં સભ્ય તરીકેની જવાબદારી પણ સોંપાઈ હતી. ત્યારબાદ ૧૯૬૨ માં શ્રી મગનભાઈ દેસાઈ જેવી સમર્પિત વ્યક્તિને વિદ્યાપીઠમાંથી છૂટા થવું પડ્યું. આ અન્યાયના સમર્થનમાં શ્રી ગોપાલદાસે પણ રાજીનામું આપ્યું. અને પરિવાર પ્રકાશન સંસ્થાનું સંચાલન સંભાળ્યું. (૪૯) જૈનદર્શન અને ગાંધી વિચારધારા ‘સત્યાગ્રહ’ પત્રમાં ખૂબ આક્રોશપૂર્વક લેખો લખ્યા. પછીથી ૧૯૬૯ માં શ્રી મગનભાઈ દેસાઈનું હાર્ટ એટેકથી અવસાન થતાં મન પર ભારે વજ્રઘાત લાગ્યો. શ્રી મગનભાઈ દેસાઈ વિષેની વિગતો ‘સત્યાગ્રહ’ માં રજૂ કરી અને ‘ટંકરાવ’ માં લેખ લખી વિદ્યાપીઠની સ્થિતિનો પર્દાફાશ કર્યો. પત્ની કમળાબેનનું ટૂંકી માંદગીમાં અવસાન : ૧૯૭૪ માં ચાંપાનેર સોસાયટીનું ભાડાના ઘરનું મકાન છોડી સ્ટેડિયમ પાસેના નવા મકાનમાં રહેવા આવ્યા તે પછી એક વર્ષના સમયમાં જ પતિપરાયણા શ્રીમતી કમળાબેન માંદગીનું નિમિત્ત લઈ ૬૫ વર્ષની વયે એક પુત્ર વિહારીદાસ- પુત્રવધૂ યોગિનીબેન અને વિહારીદાસના ત્રણ સંતાનોમાં પુત્ર ઉદય – હર્ષ અને પુત્રી મૌલીના ભર્યાભાદર્યા કુટુંબસંસારમાં જીવી પતિના ચરણોમાં જીવન પૂરું કર્યું. ટી.બી. રોગમાં સપડાવું અને પક્ષાઘાતનો ભારે - કાયમી હુમલો : પત્નીના મૃત્યુ બાદ થોડા સમય પછી પગના દુઃખાવાના કારણે ઢીંચણનું ઑપરેશન થયું. એકાએક ટી.બી. ની તકલીફ થઈ. બે વર્ષ લાંબી માંદગીમાં રહ્યા. તેઓ ધીરે ધીરે પક્ષાઘાતની અસરમાં સરી પડ્યા. ૧૯૭૬-૭૭માં કમરથી નીચેના બંને પગનો સમગ્ર ભાગ પક્ષાઘાતનો ભોગ બની ગયા. આથી તેઓ સંપૂર્ણપણે પથારીવશ જેવા થઈ ગયા. સમગ્ર શરીર ભાંગી પડ્યું. આમ, શરીરની ભારે મજબૂરી આવી ચડી, પરંતુ આંતરમન ઘણું મજબૂત હતું. શરીરની આવી હાલતમાં પણ તેમણે સૂતાં-સૂતાં પોતાનું લેખનકાર્ય ચાલુ રાખ્યું. અંગ્રેજી નવલકથાઓના ઉત્તમ અનુવાદો આપ્યા. બીજી બાજુ તેઓ આંતરસાધનામાં ઊંડા ઉતરતા ગયા. ધર્મ અને આધ્યાત્મિક સાહિત્યના સર્જનમાં કેન્દ્રિત થતાં તેમણે ગ્રંથસાહેબના આધારે ‘પંજગ્રંથી’ અને પોતાના નિત્ય જપ માટે ‘જપમાળા’ તૈયાર કરી. આ પ્રમાણે બીજા સંતોમાં ગુરુ પલટુ, ગુરુ નાનક (૫૦)

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94