________________
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા
)
વિચાર કયો છે એનું ધ્યાન રાખતા. તેથી ચર્ચા માટે આવેલ દરેક વ્યક્તિ એમ માનતા કે અમારા વિચારોનું મંડન થયું. આ ‘બેસિક ફીલોસોફી’ મળી ગઈ, પછી વિચારની બીજી બાજુ પણ હોઈ શકે. આ એમનો અહિંસા દૃષ્ટિકોણ હતો. સત્ય આ બાજુએ કંઈક અંશે છે તો બીજી બાજુએ પણ છે. વચ્ચે પૂર્ણ સત્ય છે આ એમની દૃષ્ટિ હતી. પાછળથી વિદ્વાનોએ એને નામ આપ્યું - સાવાદ.
| વિનોબાજી આ વિચારને ‘અધિ-સિદ્ધાંત' અથવા ‘ભી-વાદ' કહે છે, સંક્ષિપ્તમાં એને સત્યાગ્રહી દષ્ટિ કહે છે. ગાંધીજીએ સત્યાગ્રહ શબ્દ ઘણા પ્રયોગો, અન્વેષણો પછી આપ્યો, તો સત્યાગ્રહનો દુરુપયોગ જોતાં વિનોબાજીએ સત્યાગ્રહી દૃષ્ટિ અપનાવવાની શિખામણ આપીએમણે કહ્યું છે - “હું તો મહાવીરનો દાસાનુદાસ છું. મને એમનું સ્મરણ નિત્ય નિરંતર રહે છે. મારા પર ગીતાની જેટલી ઊંડી અસર છે તેથી અધિક મહાવીરની મારા ચિત્ત પર અસર છે. મહાવીરે આજ્ઞા આપી કે સત્યાગ્રહી બનો તે મને પૂર્ણ માન્ય છે. (એજન પૃ. ૨૭૬)
અહિંસાનું મૂળ પકડવું હશે તો આ મધ્યસ્થ દૃષ્ટિ, સમત્વ દૃષ્ટિ હોવી જોઈએ અને અનેકાંતવાદ આ વાદ નથી, ઓળખ છે, દૃષ્ટિ છે. સત્ય ગ્રહણ કરવું હોય તો વચ્ચેનું પૂર્ણ સત્ય પકડવું જોઈએ. દરેક દૃષ્ટિકોણને મહત્ત્વ આપવું જોઈએ. જૈનોએ પ્રહાર નથી કર્યો, ઉપહાર આપ્યો છે, જૈનોની પદ્ધતિ ઉપહારની છે, પ્રેમથી ચર્ચા કરવાની છે.
આજે સર્વધર્મ સમભાવ એક નવો શબ્દ લોકોને મળ્યો છે, પરંતુ જેને મહાવીર તત્ત્વ-સિદ્ધાંતનો પરિચય છે તેમને માટે આ નવી વાત નથી. મહાવીર સર્વધર્મ સમન્વયાચાર્ય છે. એક એક દષ્ટિ એમણે જુદા જુદા પંથના રૂપે લોકો
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) સમક્ષ નયની દૃષ્ટિએ પ્રસ્તુત કરી છે, પરંતુ પૂર્ણ સત્ય આ સર્વ સત્યનો અંશ ગ્રહણ કરવાથી જ મળે છે, આ વિચારમાં અહિંસા સહજપણે સમાઈ જાય છે. જૈનોએ સંખ્યા વધારવાનો આગ્રહ ન રાખતા પોતાનો શુદ્ધ વિચાર જગત સામે મૂક્યો એમાં જ એમની સાર્થકતા છે. તેઓ દૂધમાં મેળવણનું અથવા તો દૂધમાં સાકરનું કામ કરે છે એ ઘણું મહત્ત્વનું છે.
હુમલા કરનાર હુમલો કરીને નષ્ટ થાય છે, જયારે જૈન ધર્મ મેળવણ યા સાકરનું કામ કરી જીતી જાય છે. બલ્ક જૈનોની સંખ્યા ઓછી છે એમાં જ વિનોબા એમની કામયાબી માને છે. વિશ્વના લોકોમાં દયાભાવ અને મધ્યસ્થ દૃષ્ટિ આવી જાય તો જૈનો જીતી ગયા એમ વિનોબાજીનું માનવું છે. મહાવીર એ છે જેણે પોતા પર વિજય મેળવ્યો અને દુનિયાના હૃદયમાં એવા છુપાઈ ગયા જાણે દૂધમાં સાકર ! સ્ત્રી-દીક્ષા:
બીજી એક મહત્ત્વની વાત વિનોબાજીને આકર્ષે છે તે છે સ્ત્રી-દીક્ષા. મહાવીરે જેટલા આધ્યાત્મિક અધિકારો પુરુષને આપ્યા છે તેટલા જ સ્ત્રીઓને પણ આપ્યા છે. તેઓનું કહેવું હતું કે સન્યાસ, બ્રહ્મચર્ય અને મોક્ષ - ત્રણેનો અધિકાર સ્ત્રી-પુરુષ બંનેને છે એટલે જ મહાવીરના સમયમાં જેટલી સંખ્યા પુરુષ શ્રમણોની હતી તેથી વધુ શ્રમણીઓની હતી. આજે પણ સમાજ-શિક્ષણનું કાર્ય શ્રમણીઓ વધુ કરે છે. મહાવીર અને બુદ્ધ એક જ સમયના, પણ સ્ત્રીને દીક્ષા આપવામાં બુદ્ધને જે ભીતિ હતી તે મહાવીરને ન લાગી. બુદ્ધે વ્યવહારિક ભૂમિકાથી વિચાર કર્યો, પરંતુ મહાવીરને વ્યવહારિક ભૂમિકાનો સ્પર્શ પણ ન થયો. આમાં જ એમની મહાવીરતા છે. અઢી હજાર વર્ષ પહેલાં મહાવીરે આ મોટું પરાક્રમ બતાવ્યું.
(૪૩)
(૪૪)