________________
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) અહિંસાની સાથે સત્ય જોડાયું છે અને અહિંસા જેટલો જ સત્યનો મહિમા જૈન આગમોએ બતાવ્યો છે. જો સત્ય નહીં રહે તો અહિંસાની રક્ષા પણ ન થાય. (એજન પૃ. ૨૭૪)
તપ અને અહિંસા અન્ય ધર્મોમાં પણ છે. ઉપનિષમાં ઉલ્લેખ છે – તો વાનં ૩માર્નવં હિંસા સત્યવન” -તપ અને અહિંસા મહાવીરના જીવનમાં વિશેષ રૂપે પ્રગટ થયાં, પરંતુ એમની વિશેષતા છે – મધ્યસ્થ દૃષ્ટિ ! મધ્યસ્થ, સત્યાગ્રહી દૃષ્ટિ, અનેકાંતવાદઃ
મહાવીર સ્વામીના જીવનમાં મધ્યસ્થ દૃષ્ટિ ઠેર ઠેર પ્રકટ થાય છે. જેવી જેની શ્રદ્ધા – એ પ્રમાણે એ ગ્રંથોનો ઉપયોગ કરી આત્માનું નિર્લિપ્ત સ્વરૂપ તેઓ સમજાવતા. તેથી હિંદુસ્તાનમાં જૈન વિચાર ફેલાયો અને આજ સુધી ટકી
રહ્યો.
વિનોબાજીની સર્વગ્રાહી દૃષ્ટિ:
વિનોબાજી મહાન તત્ત્વચિંતક, અભ્યાસ અને સંશોધક હતા. એમણે યુવાનીમાં જૈન સાહિત્ય વાંચવાનું કામ પૂર્ણ કર્યું. એને માટે અર્ધમાગધી પણ શીખી. આચારાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, સમયસાર, કુંદકુંદાચાર્યના ગ્રંથો પણ વાંચ્યા. શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તક પણ જોયાં. એમાનું ‘અપૂર્વ અવસર' એમને હૃદય સોંસરવું ઉતરી ગયું. (વિનોબા સાહિત્ય, ખંડ ૭, વર્ધા : પરંધામ પ્રકાશન, પવનાર ૧૯૯૫, પૃ. ૨૮૧)
જૈન શબ્દનો અર્થ સમજાવતા તેઓ કહે છે, “જૈન” એટલે જીતવાવાળો.' જે દુનિયાને જીતવા માગે છે તે એટલા નમ્ર હોય છે કે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રાખવા માંગતા નથી, બધામાં હળીમળીને રહે છે. જૈન ધર્મના મુખ્ય ત્રણ સિદ્ધાંત છે – અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ. અહિંસા
અહિંસાનો સિદ્ધાંત ઘણો વ્યાપક અને ઊંડો છે. એનો કમ સે કમ અર્થ માંસાહાર-મુક્તિ. જૈનોએ તેનું ઉત્તમ પાલન કર્યું છે. મનુષ્યની માનવતા બીજા પ્રાણીઓની રક્ષા કરવામાં છે અને આપણા આહાર બનાવવા એ ખોટું છે – આ વિચાર જૈન ધર્મની મોટી દેણ છે. સામુદાયિક માંસાહાર -નિવૃત્તિનું સર્વાધિક શ્રેય જૈનોને ફાળે જાય છે. માંસાહાર-મુક્તિની આવશ્યકતા યુનોએ પણ માન્ય કરી છે. યુનોએ કહ્યું છે કે જો આખી દુનિયાને અનાજ પહોંચાડવું હશે તો માંસાહાર છોડવો પડશે.
જૈનોએ વ્યક્તિગત અહિંસાનું પાલન કર્યું, પરંતુ ગાંધીજીની અહિંસામાંથી જે શક્તિ પેદા થઈ તે અહીં ન થઈ કારણ જૈનોએ અહિંસાને સાંપ્રદાયિક બનાવી સંકુચિત અર્થ કર્યો. ખેતીમાં જો હિંસા છે તો ખેતીથી થતી ઉપજનો વ્યાપાર કરવો એ હિંસાનું અનુમોદન થયું.
(૪૧).
જૈન ધર્મને પંથ બનાવવાની વૃત્તિ હશે તો સંકુચિત દાયરામાં રહી જશે અન્યથા એક પરિશુદ્ધ વિચારની દૃષ્ટિએ એનો પ્રચાર આખી દુનિયામાં થશે. (એજન પૃ. ૨૮૨)
વિચાર-પ્રચારની બે પદ્ધતિઓ છે – આલંબન અને નિરાલંબન, બુદ્ધ અહિંસાના પ્રચાર માટે યજ્ઞબલિદાન નિષેધનું આલંબન લીધું. મહાવીરે કોઈ આલંબન ન લેતાં શુદ્ધ અહિંસા ઉપદેશ આપતા રહ્યા અને નિરંતર તપ કરતા રહ્યા. મહાવીરની ભૂમિકા ઘણી ઊંચી છે. મહાવીરની કરુણા નિર્ગુણ હતી. તેઓ અહિંસાનો મૂળભૂત વિચાર માધ્યસ્થ દૃષ્ટિ રાખીને સમજાવતા.
મહાવીરની વિશેષતા એ હતી કે કોઈના પણ હૃદયમાં ધક્કો માર્યા વગર કુશળતાથી પ્રવેશ કરતા. દીવાલથી પ્રવેશ કરવાની કોશિશ કરીશું તો ભટકાશું. તેથી દરવાજાથી પ્રવેશ કરવો. પ્રત્યેકમાં જે ગુણ છે તે દરવાજો છે અને દોષ છે તે દીવાલ છે. મહાવીર પાસે આવનાર દરેક મનુષ્ય માટે અનુકૂળ
(૪૨)