Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 18
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ગાંધીજી સત્યને પ્રધાનતા આપતા હોવાથી અહિંસાને સત્યપ્રાપ્તિના સાધન તરીકે સ્વીકારે છે. શાંતિસેનાની વાત કરતી વખતે પણ ‘શાંતિસૈનિકમાં અહિંસાને વિષે જીવતી જાગતી શ્રદ્ધા હોવી જોઈએ અને ઈશ્વરને વિષે અવિચળ શ્રદ્ધા ન હોય તો અહિંસાને વિષે એવી શ્રદ્ધા હોવી અશક્ય છે. અહિંસક માણસ ઈશ્વરની શક્તિ અને કૃપા વિના કશું કરી શકતો નથી. તેના સિવાય તેનામાં ક્રોધ વિના, ભય વિના અને સામો ઘા કર્યા વિના મરવાની હિંમત નહીં આવે. ઈશ્વર ભૂતમાત્રના હ્રદયમાં વસે છે અને ઈશ્વરના સાન્નિધ્યમાં ભયને માટે અવકાશ જ નથી.’ (મારા સ્વપ્નનું ભારત-અગિયારમું પુનર્મુદ્રણ – નવજીવન, અમદાવાદ પેજ : ૨૭૮) અહિંસાને ઈશ્વર તત્ત્વ સાથે જોડનારા ગાંધીજીની ઈશ્વરપરાયણતા સુવિદિત છે. અહિંસા વિષે એમનો સુદૃઢવિશ્વાસ એમના નીચેના કથનમાં રણકે છેઃ “એ વાત સાચી છે કે હું હંમેશાં કેવળ શુદ્ધ અહિંસાની સાધનાનો જ ઉપયોગ કરું છું. મારો પ્રયત્ન કદાચ સફળ જાય. એમ બને તો એનું કારણ અહિંસાશાસ્ત્રનું મારું અજ્ઞાન હશે. એ સિદ્ધાંત વિષેની મારી શ્રદ્ધા દિનપ્રતિદિન વધતી જાય છે પણ એમ બને કે હું એ સિદ્ધાંતનું વિવરણ કરવાને અપાત્ર હોઉં.” (મારા સ્વપ્નનું ભારત – પેજ: ૨૦) સમાજજીવનમાં અહિંસાની અનિવાર્યતા અંગે તેઓ કહે છે કે “મેં હંમેશાં માન્યું છે કે હિંસા વાટે નાનામાં નાના અને નીચલામાં નીચલા સુધીનાને સામાજિક ન્યાય આપવાનું અશક્ય છે. મેં વધુ એમ પણ માન્યું છે કે સૌથી નીચલા થરના લોકોને પણ અહિંસા વાટે યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેમના દુઃખો અને અન્યાયોની દાદ મેળવવી શક્ય છે. એ (૩૫) જૈનદર્શન અને ગાંધી વિચારધારા માર્ગ અહિંસક અસહકારનો છે.” (મારા સ્વપ્નનું ભારત-ગાંધીજી પેજ : ૨૧) સામાજિક સમરસતા માટે પણ અહિંસા જ સાધનરૂપ બનશે એવો ગાંધીજીનો વિશ્વાસ નીચેના વિધાનમાં પ્રગટ થાય છે ઃ “જો (સુધારો) એને અહિંસક માર્ગે કરાવવો હોય તો માલદાર તેમજ મુફલિસ બેઉની કેળવણીથી જ એ સાધી શકાય. માલદારોને અભયદાન મળવું જોઈએ કે તેમની સામે કદી હિંસા આચરવામાં નહીં આવે. મુફલિસોને પણ સમજ મળવી જોઈએ કે એમની મરજી વિરુદ્ધ કશું કામ કરવાની એમને ફરજ પાડવાનો કોઈને પણ હક નથી, અને અહિંસા એટલે કે મરજિયાત કષ્ટ સહન કરવાની કળા શીખવાથી તેઓ પોતાની મુક્તિ સાધી શકે છે. હેતુ-સિદ્ધિ કરવી હોય તો મેં કહી તેવી કેળવણી અત્યારે જ શરૂ કર્યે છૂટકો. પ્રારંભિક પગલા તરીકે એકબીજા પ્રત્યે આદર અને વિશ્વાસનું વાતાવરણ જમાવવું જોઈએ. ઉપલા વર્ગો અને આમપ્રજા વચ્ચે હિંસક વિગ્રહ હોઈ શકે નહીં.” (મારા સ્વપ્નનું ભારત - પેજ : ૨૨) અહિંસાની ઓળખ આપતા ગાંધીજી લખે છે : “જે ઋષિઓએ અહિંસાનો કાયદો શોધ્યો તે ન્યૂટન કરતાં વધારે બુદ્ધિશાળી હતા. તેઓ પોતે વેલિંગ્ટન કરતા મહાન યોદ્ધા હતા. શસ્ત્રોનો ઉપયોગ તેઓ જાણતા હતા એટલે તેની નિરુપયોગિતા તેમણે જોઈ લીધી અને થાકેલી દુનિયાને શીખવ્યું કે તેની મુક્તિ હિંસામાં નહીં પણ અહિંસામાં રહેલી છે. સક્રિય અહિંસા એટલે જ્ઞાનપૂર્વક સહન કરવું તે. તેનો અર્થ દુષ્ટ માણસની મરજીને ચૂપચાપ તાબે થવું એવો નથી; પણ જાલિમની ઇચ્છાનો પોતાની તમામ આત્મશક્તિથી મુકાબલો કરવો એવો છે.’” (મારા સ્વપ્રનું ભારત-પેજ : ૭૪) અહિંસાને અનેક રીતે ગાંધીજીએ વિવેચી છે, “અહિંસા વ્યાપક વસ્તુ છે. હિંસાની હોળીની વચ્ચે સપડાયેલા આપણે (૩૬)

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94