________________
(જૈનદર્શન અને ગાંધી વિચારધારા જૈન આચાર્યોનું ચિંતન આ હિંસાને વધુ સૂક્ષ્મ સ્તરે લઈ જાય છે. મન, વચન અને કાયા દ્વારા કરવું નહીં, કરાવવું નહીં, અને કરનારને સંમતિ આપવી નહીં. આમ નવ પ્રકારે હિંસા નહીં કરવાની વાત કરી છે.
સૂયગડાંગ સૂત્ર’ ના પહેલા શ્રુતસ્કંધના પહેલા અધ્યયન તથા પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે કે ‘હિંસા કરનાર અને કરાવનાર વ્યક્તિ વૈરની પરંપરાને વધારે છે.”
‘તત્ત્વાર્થસૂત્રઉપરની સર્વાર્થસિદ્ધિ ટીકામાં કહેવાયું છે કે મનમાં રાગઆસક્તિ પેદા થવી એ હિંસા છે. (૭/૨૨,૩૬૩)
હિંસાને ચાર વિભાગમાં વહેંચીને સંકલ્પી, ઉદ્યોગી, આરંભી અને વિરોધી આમ ચાર પ્રકાર બતાવ્યા છે.
અકારણ મારવાની વૃત્તિથી થતી હિંસાને સંકલ્પી હિંસા કહી છે. જયારે ગૃહકાર્ય-ભોજન વગેરેની હિંસા આરંભી હિંસા છે. અર્થોપાર્જન નિમિત્તે થતી હિંસાને ઉદ્યોગી હિંસા ગણી છે તથા પોતાના આશ્રિતો, પોતાની જાત અને પોતાના દેશ વગેરેના રક્ષણ-સંરક્ષણ માટે થતી હિંસાને વિરોધી સંજ્ઞા તરીકે વ્યાખ્યાયિત કરી છે - આ ચાર હિંસામાં સહુથી વધારે ખતરનાક હિંસા સંકલ્પી, માનસિક હિંસા છે. માનસિક હિંસામાં ડૂબેલો માણસ સતત આર્તધ્યાન સ્ટ્રેસડિપ્રેશનમાં જ રહે છે અને આગળ જતા રૌદ્રધ્યાનમાં ડૂબીને પોતાનો તથા અન્યનો સર્વનાશ નોંતરે છે.
‘પોતાના મનમાં, આત્મામાં શુદ્ધ ભાવોના પ્રગટીકરણ વગર અહિંસાનો આવિર્ભાવ સંભવ નથી' આ વાત ‘પરમાત્મ પ્રકાશ' ગ્રંથમાં (ટીકા૨૬૮) કહી છે.
‘જ્ઞાનાર્ણવ' ગ્રંથના આઠમાં અધ્યાયના ૩૨ માં શ્લોકમાં આચાર્ય શુભચંદ્ર અહિંસાને જગતની માતા કહે છે. ‘હિંસેવ ગન્માતા
(૩૧).
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આચાર્ય અમિતગતિ કૃત શ્રાવકાચારમાં “એક જીવની રક્ષાની તુલના પર્વતો સાથે સોને મઢેલી પૃથ્વીના દાન કરતા પણ વધુ શ્રેયસ્કર ગણી છે.' (૧૧/૫).
ભાવપાહુડ (ટીકા-૧૩૪/૨૮૩) માં અહિંસાને ‘સર્વાર્થદાયિની ચિંતામણિ રત્ન' ની ઉપમા આપી છે.
- એક જીવાત્માના બીજા જીવાત્મા સાથેના વ્યવહારમાં અહિંસા, અનેકાંત અને અપરિગ્રહના આદર્શો જોડવાનું કાર્ય કરે છે. ખાસ કરીને સુગ્રથિત માનવસમાજ માટે અહિંસાનું યોગદાન અપ્રતિમ રહ્યું છે.
ગાંધીજી ભલે વૈષ્ણવ પરંપરામાં આસ્થા ધરાવતા સમૃદ્ધ પરિવારમાં જન્મ્યા હતા પણ પોરબંદર જેવા અનેક ધાર્મિક પરંપરાઓથી સમૃદ્ધ બનેલા શહેરમાં (જન્મ, શિક્ષણ અને ઉછેર થવાના લીધે) જૈન સાધુઓનો ઉપદેશ સીધી કે આડકતરી રીતે દરેક પરંપરાને પ્રભાવિત કરતો રહ્યો હશે.
ગાંધીજીએ પોતાના પિતાને મળવા આવનારા સાધુસંતોમાં જૈન સાધુઓનો નિર્દેશ પણ કર્યો છે.
રોમાં રોલાંડ (Romaine Roland) (1866-1944) એ ‘મહાત્મા ગાંધી’ પુસ્તકમાં લખ્યું છે કે :
His Parents were follower of the jain school of Hinduism, which regards Ahimsa the doctrine of non-injury to any form of life, as one of its basic Principle. This was the doctrine that Gandhi was to Proclaim victoriously throughout the world (page-3)
જો કે મોટા ભાગના ગાંધી કથા કે ચરિત્રોના આલેખકો ગાંધીજી વૈષ્ણવ પરંપરાના હતા એવો ઉલ્લેખ કરે છે.
(૩૨)