Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 12
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા સ્વરોએ એ વગાડતા અને ગંભીર અવાજે એ ગવડાવતા. એની પ્રત્યેક કડી પર મહાત્મા ગાંધીજી પ્રવચન આપતા. આ પ્રવચનોમાં શ્રીમના વચનોનો પડઘો ઝિલાયો છે. ગાંધીજીએ કહ્યું, “આ ઉપવાસ હું કોઈને સજા કરવા માટે નહીં, પણ મારી કચાશ દૂર કરવા માટે જ કરું છું. આપણા ઋષિમુનિઓનું તપ એવું હતું કે એમની પાસે વાઘ અને ગાય બંને ગેલ કરે. આપણે એવા ન થઈએ, ત્યાં સુધી મોક્ષ નથી મળવાનો. આપણે મજલો દૂર છીએ. ત્યાં પહોંચતા પહોંચતા તો આપણા અનેક જન્મ વીતી જાય !” જૈન દર્શને અપરિગ્રહનો આદર્શ આપ્યો. ભગવાન મહાવીરે કહ્યું કે તમારી પાસે જરૂર ન હોય તેવી દાંત ખોતરવાની સળી પણ ન હોવી જોઈએ. એ અપરિગ્રહના વિચારનો મહાત્મા ગાંધીજીએ સમાજ ઉપર અને છેવટે આખા યુગ પર વ્યાપક ઉપયોગ કર્યો. એમણે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપ્યો. જૈન પ્રણાલીની વાત કરીએ તો ગાંધીજીએ છેલ્લા૩૬ વર્ષ રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. (‘શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી’, લે. નેમચંદ એમ. ગાલા, પૃ. ૬૦) તેઓ પાણી પણ ઉકાળેલું પીતા. જૈનદર્શનના બાહ્ય તપમાં વૃત્તિસંક્ષેપ એટલે કે ઓછી વાનગીઓથી ચલાવવું તે છે. ગાંધીજી જમતી વખતે માત્ર પાંચ જ વાનગીઓ લેતા હતા. આ પાંચ વાનગીઓમાં મીઠું પણ આવી જતું. એ દૃષ્ટિએ જોઈએ તો જૈન ધર્મની અત્યંત મહત્ત્વની એવી અહિંસા, સત્ય, અપરિગ્રહ, અનેકાંત, ક્ષમા, બ્રહ્મચર્ય, શાકાહાર, અભય જેવી ભાવનાઓ ગાંધીજીના જીવનમાં આચરણરૂપે પ્રગટ થઈ છે અને તેમાં શ્રીમદ્જી સાથેના મેળાપનું મહત્ત્વનું યોગદાન છે. (૨૩) જૈનદર્શન અને ગાંધી વિચારધારા બે સૂર્ય : શ્રીમદ્ રાજચંદ્ર - મહાત્મા ગાંધી - ડૉ. ધનવંત શાહ (જૈન ધર્મના અભ્યાસુ ધનવંતભાઈ શાહ પ્રબુદ્ધ જીવનના તંત્રી અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી છે. તેમણે ત્રણ નાટકો લખ્યા છે અને તેમના પાંચ પુસ્તકો પ્રગટ થયા છે.) આ કાર્તિકી પૂર્ણિમા, વિક્રમ સંવત ૨૦૭૨ ના પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રની ૧૪૮ મી જન્મતિથિ. (જન્મ વિ.સં. ૧૯૨૪) આ નિમિત્તે પૂજ્યશ્રી વિશે વિશેષ સ્વાધ્યાય કરવાની ભાવના થઈ. વાંચ્યું, સાંભળ્યું. યુ ટ્યુબ ઉપર શ્રીમદ્ રાજચંદ્ર શ્રેણીમાં એક નાટક ‘અત્ર અને તત્ર તું સર્વત્ર’ જોયું. નાટક પૂર્વે કે પછી એના દિગ્દર્શકે ઉચ્ચારણ કર્યું કે “આ નાટક તૈયાર કરવાનો આશય શ્રીમના જીવનપ્રસંગોને ઉજાગર કરવાનો છે. શ્રીમદ્ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે પણ ઓળખાય છે.” વિશેષમાં આ નાટકની ઉદ્ઘોષિકા જિજ્ઞેષ પટેલે (TV9) પણ એવું કહ્યું કે, ‘શ્રીમદ્ રાજચંદ્રને ગાંધીજી પણ ગુરુ માનતા હતા.’ આ પ્રકારનું કથન મેં કેટલાક પુસ્તકોમાં વાંચ્યું છે અને કેટલાક શ્રીમદ્ભા ભક્તોની મુખેથી પણ સાંભળ્યું છે, એટલે આ કથનનો પ્રચાર બહોળો છે. શ્રીમદ્દ્ની મહત્તા અને મહાનતા દર્શાવવા આ કથનનો ઉપયોગ થાય છે. જ્ઞાનીપુરુષ મહાન આત્મા શ્રીમદ્ની મહત્તા દર્શાવવા શું આવા અવલંબનની જરૂર ખરી ? પૂ. શ્રીમદ્ એક સૂર્ય છે. પૂ. ગાંધીજી એક સૂર્ય છે. (૨૪)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94