________________
(જૈનદર્શન અને ગાંધી વિચારધારા શાંતિ થઈ. રાયચંદભાઈએ એમને બૈર્ય રાખવા અને હિંદુ ધર્મનો ઊંડો અભ્યાસ કરવા ભલામણ કરી. સર્વપ્રથમ ‘ભગવદ્ ગીતા’ વાંચવા આપી, જે સમય જતાં ગાંધીજીને માટે આત્માનું ઔષધ બની રહે છે. આ ઉપરાંત, ‘પંચીકરણ',
મણિરત્નમાળા’, ‘યોગવશિષ્ઠનું મુમુક્ષુ પ્રકરણ', હરિભદ્ર-સૂરિનું ‘પડ્રદર્શનસમુચ્ચય' જેવા ગ્રંથો આપ્યા અને તે ગાંધીજીએ વાંચ્યા પણ હતા. ગાંધીજીએ શ્રીમદૂના ‘વચનામૃત” અને “મોક્ષમાળા' એ ગ્રંથોનું અધ્યયન કર્યું હતું. આ વાંચનને પરિણામે નિષ્પક્ષપાતપણે વિચારતા ગાંધીજીને પ્રતીતિ થઈ કે હિંદુ ધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે તેવું બીજા ધર્મોમાં નથી. આમ, ગાંધીજીનો હિંદુ ધર્મ પ્રત્યેનો આદર વધ્યો. એની ખૂબી સમજવા લાગ્યા. ગાંધીજીએ નોંધ્યું છે કે, “હિંદુ ધર્મમાં શંકા પેદા થઈ તેના નિવારણમાં મદદ કરનાર રાચયંદભાઈ છે.”
શ્રીમદે ગાંધીજીને લગભગ ૨૦૦ પત્રો લખ્યાની નોંધ મળે છે. ગાંધીજીએ એમના એક પ્રવચનમાં આનો ઉલ્લેખ કર્યો છે. જો એ પત્રો મળે તો અનેક આધ્યાત્મિક, વ્યવહારિક અને મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ મળી રહે.
એક સવાલ એવો જાગે કે ગાંધીજીના મનનું સમાધાન ન થયું હોત તો શું થાત ? હિંદુસ્તાનને સત્યાગ્રહ અને સ્વરાજયનું દર્શન કોણ કરાવત ? ગાંધીજીએ લખ્યું છે કે, “એમની તોલે આવે એવો એક પણ આત્મજ્ઞાની પુરુષ એમના જોવામાં આવ્યો નથી. તેઓ એમના કાળના ઉત્તમોત્તમ ભારતીય હતા. Iconsider him to have been ‘Best Indian of his time,” ગાંધીજીએ કહ્યું કે શ્રીમદ્ રાજચંદ્રનું જીવવું એ જ મહાન સેવા ગણાય. મારા પર એમના ઘણા ઉપકાર છે.
ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના ગ્રંથો વાંચ્યા હતા અને શ્રીમદ્રના
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) દેહવિલય પછી તેઓએ એક પ્રવચનમાં કહ્યું હતું, “તેઓના પુસ્તકો મેં વાંચ્યા છે અને તેણે મને સર્વોત્કૃષ્ટ શાંતિ આપી છે. જેને આત્મ-ક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદ્દના લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે પછી ભલે તે હિન્દુ હોય કે અન્ય ધર્મી હો.” (પરિચય પ્રભાવ: પૃ. ૩૬)
શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી વચ્ચે દયાધર્મની ચર્ચા ચાલતી રહેતી. એક વાર એવું પણ બન્યું કે બંનેએ લાંબી વિચારણાને અંતે સ્વીકાર્યું કે ચામડા વિના ચલાવી શકાય નહીં. ખેતી જેવા ઉદ્યોગ તો ચાલવા જ જોઈએ, પરંતુ એય સાચું કે અનિવાર્ય હોય તો જ ચામડાનો ઉપયોગ કરવો જોઈએ. આ અંગે શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી વચ્ચે બનેલા માર્મિક પ્રસંગનું ગાંધીજીએ આલેખન કરતાં લખ્યું, “હું તો મૂળથી જ જરા કકરો રહ્યો. મેં પૂછ્યું કે તમારા માથે રહેલી ટોપીમાં શું છે? એ પોતે (શ્રીમદ્ રાજચંદ્ર) તો આત્મચિંતનમાં લીન રહેનારા હતા. પોતે શું પહેરે છે, શું ઓઢે છે એના વિચાર કરવા બેસતા નહીં. માથે ટોપીમાં ચામડું છે એ તેમણે જોયું નહિ. પણ મેં બતાવ્યું કે તરત ટોપીમાંથી ચામડું તોડી કાઢ્યું. મને કંઈ એમ નથી લાગતું કે મારી દલીલ એટલી સજજડ હતી કે તેમને સોંસરી ઊતરી ગઈ. તેમણે તો દલીલ જ કરી નહીં. તેમણે વિચાર્યું કે આનો હેતુ સારો છે. મારી ઉપર પૂજયભાવ રાખે છે, તેની સાથે ચર્ચા શું કામ કરું? તેમણે તો તરત ચામડું ઉતારી નાખ્યું; ને ફરી પાછું કદી ચામડું માથે પહેર્યું નહીં હોય એમ માનું છું.” ગાંધીજી કહે છે કે દયાધર્મનું સરસ માપ શ્રીમદ્ રાજચંદ્રએ એમને આપ્યું હતું, અને એ ધર્મનું તેમની પાસેથી કૂંડા ભરીને પાન કર્યું હતું. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ત્યાં જોહાનિસબર્ગથી ૨૧ માઈલ
(૨૦)
(૧૯)