Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 8
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ગાંધીજીએ જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ સ્વયં લખ્યા કારણકે એમને પણ એનો ક્રમ યાદ રાખવાનો હતો અને પછી એ શબ્દો રાયચંદભાઈ સમક્ષ વાંચી ગયા. રાયચંદભાઈએ ધીરે ધીરે એ જ ક્રમમાં એક પછી એક બધા જ શબ્દો કહ્યા. ગાંધીજીને આશ્ચર્ય થયું. એમની સ્મરણશક્તિ વિશે આદર જાગ્યો. અહીં તેઓ નોંધે છે કે, “વિલાયતનો પવન હળવો પાડવા સારુ આ અનુભવ સરસ થયો ગણાય.” ગાંધીચરિત્રની દૃષ્ટિએ આ ઘટના એ માટે મહત્ત્વની છે કે આને પરિણામે ગાંધીજીમાંથી જ્ઞાનનો ગર્વ ઓછો થયો અને નમ્રતાનો પ્રારંભ થયો. ગર્વ સામી વ્યક્તિની શક્તિને જોઈ શકતો નથી, જ્યારે ગાંધીજી સ્વયં આ ઘટનાથી નમ્ર બન્યા. આ સમયે ગાંધીજી નોંધે છે કે, “આ શક્તિની મને અદેખાઈ થઈ. પણ હું તે ઉપર મુગ્ધ ન થયો. જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું (શ્રીમદ્ રાજચંદ્રનું) બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચરિત્ર અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ.” (“સત્યના પ્રયોગો' : પૃષ્ઠ ૮૩) એ પછીના શ્રીમદ્ રાજચંદ્ર સાથેના મેળાપે ગાંધીજીના જીવન પર ઊંડી છાપ પાડી. એ સમયે બેરિસ્ટર ગાંધીજી પાસે કોઈ મુકદ્દમો નહોતો. એક અર્થમાં કહીએ તો આ એમનું સદ્ભાગ્ય બન્યું. નવરાશ હોવાને લીધે શ્રીમદ્ રાજચંદ્રને ગાંધીજી વારંવાર મળતા અને એમને તન્મયતાથી સાંભળતા હતા. શ્રીમદ્ રાજચંદ્રના ચિત્તની સરળતાનો અને એમના ગૂઢ જ્ઞાનની પ્રભાવકતાનો એમને પરિચય થયો. આ સમયે ગાંધીજીએ જોયું કે શ્રીમદ્ રાજચંદ્ર જીવનકર્તવ્ય બજાવવા માટે વેપાર ખેડતા, હીરામોતીની પરખ કરતા, વેપારમાં આવતી સમસ્યાઓ (૧૫) જૈનદર્શન અને ગાંધી વિચારધારા ઉકેલતા, પરંતુ ગાંધીજીને સ્પષ્ટ લાગ્યું કે એમનો વિષય અથવા તો એમનો પુરુષાર્થ આત્મઓળખ-હરિદર્શનનો હતો. એમણે જોયું કે શ્રીમની પેઢી પર બીજી કોઈ વસ્તુ હોય કે ન હોય, પરંતુ કોઈક ને કોઈક ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થાય કે તરત એ ધર્મપુસ્તકનો અભ્યાસ કરવા લાગે અથવા તો નોંધપોથીમાં તાત્ત્વિક વિચારો લખવા લાગે. આ જોઈને ગાંધીજી નોંધે છે, “જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે.” (‘સત્યના પ્રયોગો' : પૃષ્ઠ ૮૪) આ સમયે ગાંધીજી નોંધે છે કે તેમને ધર્મવાર્તામાં વિશેષ રસ નહોતો, પરંતુ રાયચંદભાઈની ધર્મવાર્તામાં એમને રસ પડતો હતો. ગાંધીજીએ વેપાર કરતા શ્રીમના જીવનમાં ધર્મ જોયો. તેમણે લખ્યું છે કે, “ધાર્મિક મનુષ્યનો ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવવો જ જોઈએ.” શ્રીમદ્ અને ગાંધીજી બંનેના જીવનના તમામ કાર્યોમાં આવું દર્શન થાય છે. બીજી એક વાત એ પણ નોંધે છે કે, “શ્રીમદ્ ધાર્મિક હોવાથી એમને કોઈ છેતરી જાય તેવું નહોતું. માત્ર તેરમા વર્ષે કુટુંબની કપરી આર્થિક પરિસ્થિતિને કારણે શ્રીમદ્દે દુકાનની જવાબદારી સંભાળવી પડી અને પિતાને મદદરૂપ થવું પડ્યું, પરંતુ શ્રીમદ્ વેપારમાં સામી વ્યક્તિ ચાલાકી કરે તો તેને તરત પારખી લેતા અને કહેતા પણ ખરા કે જેને શુદ્ધ જ્ઞાન છે તેને છેતરવો અશક્ય છે.” મહાત્મા ગાંધીજીના જીવન પર દષ્ટિપાત કરીએ તો તેઓ નોંધે છે કે, “મારા જીવન ૫૨ શ્રી રાયચંદભાઈનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો કે, હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાંય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું, પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી. યુરોપના (૧૬)

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 94