Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 6
________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા શહેરમાં જયંતિ ઉજવાઈ, ત્યારે કેટલાક લોકોએ રાજચંદ્ર પુસ્તકાલય ખોલવાનો વિચાર રજૂ કર્યો. એ સમયે ગાંધીજીએ બહુ ઉત્સાહ દાખવ્યો નહોતો. એમણે વિચાર્યું કે મકાન હોય, પણ એમાં આત્મા ન હોય તો? પરંતુ એ પછી ત્રણ વર્ષે એ મકાન થયું. મુનિ જિનવિજયજી જેવા યોગ્ય વ્યક્તિ મળી ગયા. પુરાતત્ત્વ મંદિરનું પુસ્તકાલય પણ જોડાઈ ગયું અને એનો સહુ લાભ લે તેમ કર્યું. શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલય બાદની આ વાત છે. ગાંધીજી કચ્છની મુસાફરીએ ગયા હતા, તે સમયે માંડવીમાં વિ.સં. ૧૯૮૨ ના કાર્તિકી સુદ પૂર્ણિમાના દિવસે એમણે શ્રીમદ્ રાજચંદ્રના સાહસની વાત કરતાં કહ્યું કે સાહસ તો પરમાત્માનો મહિમા જોવામાં અને ગાવામાં કરવું. પરમાત્માની લીલા નિહાળવામાં દીવાના બને એ જ સાહસ અને ત્યારે શ્રીમદ્જીના સાહસની એમણે વાત કરી હતી. આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્રની વાત કરતાં મહાત્મા ગાંધીજીએ કહ્યું, “શ્રાવક છતાં, શ્રાવક અને વૈષ્ણવના વાડાની પાર જઈ પ્રાણીમાત્ર સાથે અભેદ સાધનારા, મોક્ષને કિનારે પહોંચેલા, વણિક છતાં, ધનપ્રાપ્તિની શક્તિ છતાં, ધનપ્રાપ્તિ માટેનાં સાહસ છોડીને ઈશ્વરપ્રાપ્તિના સાહસ સાધનારા, આધુનિક જમાનાના એક ઉત્તમોત્તમ દિવ્યદર્શન કરનારા રાયચંદભાઈનું આજના જેવા સમયે કીર્તન કરવાનો અમૂલ્ય લાભ મળે એ કેવું ભાગ્ય !” આ પ્રસંગે મહાત્મા ગાંધી શ્રીમદ્જીના જીવનમાં જે અભય અને તપશ્ચર્યા હતા, તે શીખવાનું કહે છે. તેઓ કહે છે કે, “શ્રીમદ્ રાજચંદ્ર મરણકાળે અસહ્ય દુ:ખ ભોગવ્યું, પણ તેમને તે દુઃખનો વિચાર નહોતો; તેમને તો તે વેળા ઈશ્વરદર્શનની જ તાલાવેલી લાગેલી હતી. જે વસ્તુ આત્માને દૂધ જેવી દેખાય છે તેવી જગતમાં કોઈનો પણ ડર રાખ્યા વિના પ્રગટ કરવાની શક્તિ (૧૧) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આપણે એ પુરુષના સ્મરણમાંથી આજે મેળવીએ. ડર એક માત્ર ચૈતન્યનો રાખીએ; ચોવીસે કલાક, રખેને એ હંમેશાં ખબરદારી કરનારો દુભાશે તો નહીં એવી ચિંતા રાખીએ.” એમણે શ્રીમદ્જીના જીવનમાંથી ક્યો બોધપાઠ લેવો જોઈએ, તે વિશે કહ્યું, “રાજચંદ્રના જીવનમાં તેમની અનંત તપશ્ચર્યા શીખીએ, અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તેઓ ચૈતન્યની જ આરાધના કરતાં શીખ્યા તે સમજીએ, અને આપણી અલ્પતા વિચારી બકરી જેવા રાંક બની, આપણામાં વિરાજતા ચૈતન્યને વિચારી સિંહ જેવા સમર્થ બનીએ તો જીવનનું સાર્થક છે.” ગાંધીજી સ્વીકારે છે કે તેઓ એમના જીવનમાંથી અહિંસા અને અભય શીખ્યા. રાજચંદ્રના જીવનમાંથી કઈ ચાર બાબતો આપણે શીખી શકીએ તેમ છીએ, તે ગણાવતા મહાત્મા ગાંધીજી કહે છે – (૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા; (૨) જીવનની સરળતા, આખા સંસાર સાથે એકસરખી વૃત્તિથી વ્યવહાર; (૩) સત્ય અને (૪) અહિંસામય જીવન. આમ, એ નોંધવું જોઈએ કે ગાંધીજીના જીવનવિચારમાં શ્રીમદ્ રાજચંદ્રજીનો સક્રિય ફાળો હતો. મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી એક વિચાર લીધો, એ સિદ્ધાંત સમજ્યા, પણ એનું અમલીકરણ એમણે પોતાની રીતે કર્યું. મહાત્મા ગાંધીજી સતત સત્યની ધારે ચાલીને પ્રયોગો દ્વારા પૂર્ણ સત્ય મેળવવાનો પ્રયાસ કરતા હતા. આથી અહિંસા હોય, સત્ય હોય કે અનેકાંત હોય – આ બધા વિચારો એમની જીવનપ્રક્રિયા અને આચારવિચારમાંથી શુદ્ધ થઈને નવું રૂપ પામે છે. ગાંધીજી દુઃખી થતાં વાછરડાને મારવાની વાત કરે છે, પણ સાથોસાથ સૂક્ષ્મ જંતુને બચાવવાની પણ વાત કરે છે. મહાત્મા ગાંધીજીના જીવનમાં શ્રીમદ્ (૧૨)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 94