Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 5
________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા - આપ્યા, કારણ કે હું આંધળો બાપ હતો. હું રાયચંદભાઈના પ્રસંગથી શીખ્યો કે મારે પોતાને તો દારૂ-બીડી ન પીવા જોઈએ, વ્યભિચાર ન જ કરવો જોઈએ, પણ બીજાનેય તેમાંથી ઉગારી લેવા જોઈએ. એટલે મારો ધર્મ છે કે હું મારા દીકરાને પૈસા ન આપું. તેના હાથમાં દારૂની પ્યાલી જોઉં, તો મારે તે ઝૂંટવી લેવી જોઈએ. મને ખબર પડે કે અમુક પેટીમાં તે દારૂ રાખે છે, તો મારે તે પેટી બાળી નાખવી જોઈએ. એમ કરવાથી છોકરાને તો જરૂર આઘાત પહોંચશે. મને ક્રૂર બાપ માનશે. દયાધર્મ સમજનાર બાપ પુત્રને આઘાત પહોંચે તેથી ડરતો નથી, પુત્રના શાપથી ગભરાતો નથી. દયાધર્મ - પરોપકારધર્મ - તો એવા પ્રસંગમાં સૂચવાય છે કે તેના હાથમાંથી દારૂની બાટલી છીનવી લેવી. બળાત્કાર કરીને તેના હાથમાંથી હું તે પડાવી ન લઉં, પણ મને ખબર પડે કે ઘરમાં અમુક ઠેકાણે તે દારૂ રાખે છે, તો ત્યાંથી લઈને હું તેને જરૂર ફોડી નાખું.” સામાન્ય વસ્તુમાં કોઈને નકામા ન દુભવીએ, દયાધર્મનું નામ લઈ બીજાને નાની વાતમાં પણ ટોકવા ન બેસી જઈએ, એ દયાધર્મનું સરસમાં સરસ માપ રાયચંદભાઈએ મૂકી દીધું છે. આ સામાન્ય માપ સમજીએ તો પૂરી સમજણ પડતી ન હોય તેવું ઘણું આપણે લોકલજજાએ જ કરી લઈએ. ખાદી શા માટે પહેરવી એ હું સમજી શકતો ન હોઉં, ઝીણી મલમલ મને ગમતી હોય, તોપણ જે સમાજમાં હું રહું છું, તે બધા ખાદી પહેરે છે ને ખાદી પહેરવામાં કંઈ ખોટું કે અધર્મ નથી, સમાજમાં જે થાય છે તે હું કરું. આવો સરળ ન્યાય રાયચંદભાઈએ મને શીખવ્યો.” એક બહુ માર્મિક વાત ગાંધીજીને શ્રીમદ્ પાસેથી જોવા મળી અને તે છે - ધર્મને નામે ચાલતો અધર્મ. - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) શ્રીમદ્ રાજચંદ્રજી ઘણીવાર કહેતા કે, “ચોપાસેથી કોઈ બરછીઓ ભોંકે તે સહી શકું, પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યા છે, ધર્મને નામે જે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી.” મહાત્મા ગાંધીજીએ આવા સાંપ્રદાયિક અત્યાચારો સામે એમને ઊકળી જતા ઘણી વાર જોયા હતા. ગાંધીજી કહે છે, “તેમને આખું જગત પોતાના સગા જેવું હતું. આપણા ભાઈ કે બહેનને મરતાં જોઈને જે ક્લેશ આપણને થાય છે, તેટલો ક્લેશ તેમને જગતમાં દુઃખને, મરણને જોઈને થતો.” કોઈ કહે, તેઓ તેમના પાપે દુઃખ પામતા હોય. પણ તેમના પાપ કરવું શું કામ પડ્યું ? જ્યારે પુણ્યને સરળ માર્ગ મળતો નથી, પણ મોટી ખીણો ને પર્વતો ઓળંગવા પડે છે, ત્યારે આપણે તેને કળિકાળ કહીએ છીએ. તે વખતે જગતમાં પુણ્ય બહુ જોવામાં આવતું નથી, ઠેકાણે ઠેકાણે પાપ દેખાય છે. પાપ પુણ્યને નામે ચાલ્યા કરે છે. તેવી સ્થિતિમાં દયાધર્મનું પાલન કરવા ઇચ્છીએ, તો આપણો આત્મા ક્લેશથી ઊભરાઈ જવો જોઈએ. એમ લાગવું જોઈએ કે આવી સ્થિતિમાં જીવવું તે કરતાં દેહ જર્જરિત થઈ જાય, પડી જાય તે વધારે સારું.” વિષમકાળમાં શ્રીમદ્ રાજચંદ્રની આત્મદર્શનની તાલાવેલી વિશે વાત કરતાં મહાત્મા ગાંધીજી કહે છે, “રાયચંદભાઈનો દેહ એટલી નાની ઉંમરે પડી ગયો તેનું કારણ મને એ જ લાગે છે. તેમને દરદ હતું એ ખરું, પણ જગતના તાપનું જે દરદ તેમને હતું તે અસહ્ય હતું. પેલું શારીરિક દરદ તો જો એકલું હોત તો જરૂર તેઓ તેને જીતી શક્યા હોત. પણ તેમને થયું કે આવા વિષમ કાળમાં આત્મદર્શન કેમ થઈ શકે ? દયાધર્મની એ નિશાની છે.” શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલય પછી એમની સૌરાષ્ટ્રના વઢવાણ (૧૦) ૯)

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 94