________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
બન્નેને નિજનિજનું અલૌકિક તેજ છે.
શ્રીમો જન્મ સન ૧૮૬૭ માં (વિ.સં. ૧૯૨૪) અને ગાંધીજીનો જન્મ સન ૧૮૬૯ માં એટલે શ્રીમદ્ ગાંધીજીથી પોણા બે વર્ષ મોટા. બન્ને સૌરાષ્ટ્રના ફરજંદ.
બન્નેમાં જાણે ૧૮ મી સદીનું સમગ્ર તેજ પ્રવેશ્યું. બન્ને મહાનતાના ઊંચા શિખરે બિરાજમાન, બન્નેના જીવનમાં સાગરનું અમાપ ઊંડાણ અને આકાશનો અનંત વ્યાપ. બન્ને કરુણાસાગર. બન્ને ગૃહસ્થાશ્રમી પણ જીવન વૈરાગી ઋષિતુલ્ય.
ગાંધીજી જેવું દીર્ઘ આયુષ્ય જો શ્રીમદ્ન પ્રાપ્ત થયું હોત તો ભારતનો આધ્યાત્મિક ઈતિહાસ કંઈ જુદી રીતે લખાયો હોત.
ગાંધીજી ઈંગ્લેન્ડથી બેરિસ્ટર થઈને ભારતમાં આવ્યા. ૧૮૯૧ માં (વિ.સં. ૧૯૪૭), ત્યારે વિ.સં. ૧૯૪૭ ના જેઠ માસમાં ૨૨ વર્ષના આ ગાંધીજીનો મેળાપ ૨૪ વર્ષના ઝવેરાતનો વેપાર કરતા શ્રીમદ્ સાથે શ્રીમા કાકાજી સસરા પ્રાણજીવનભાઈએ કરાવ્યો. આ મુલાકાતે એક ઈતિહાસ સર્જ્યો. આ સાલ વિક્રમ સંવત ૧૯૪૭. આ સાલમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિના આનંદમાં પૂજ્ય શ્રીમદ્જી ‘ધન્ય રે દિવસ...’ પદમાં લખે છે ઃ “ઓગણીસસે ને સુડતાલીસે,
સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે;
શ્રુત અનુભવ વધતી દશા,
નિજ સ્વરૂપ અવભાસ્યું રે.
ધન્ય રે દિવસ આ અહો.”
આ જ સાલ વિક્રમ સંવત ૧૯૪૭ ના કારતક સુદ ૧૪ ના શ્રી સોભાગચંદભાઈને શ્રીમદ્ લખે છે :
(૨૫)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
“આત્મજ્ઞાન પામ્યો હતો એ તો નિઃસંશય છે. ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે.”
ગાંધીજી અને શ્રીમદ્દ્ની મુલાકાતો વધતી ગઈ. ગાંધીજી આફ્રિકા ગયા, ત્યાંથી શ્રીમદ્ સાથે પત્રવ્યવહાર કરી માર્ગદર્શન મેળવતા રહ્યા.
પૂ. ગાંધીજીની આત્મકથામાંથી કેટલાક અંશો અહીં જોઈએ, જે શ્રીમદ્ અને ગાંધીજીના સંબંધે અને ગાંધીજી ઉપર શ્રીમદ્નો કેવો પ્રભાવ હતો તે ઉજાગર કરે છે.
“શ્રીમદ્ ભોજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદો પહેરતા. આખું અંગરખું, ખેસ, ગરમ સૂતરો, ફેંટો અને ધોતી. તેમની ચાલ ધીમી હતી અને જોના૨ પણ સમજી શકે કે ચાલતા પણ આત્મવિચારમાં મગ્ન છે. આંખમાં ચમત્કાર હતો. અત્યંત તેજસ્વિતા-વિહ્વળતા જરાયે ન હતી.... મારા જીવન પર શ્રી રાજચંદ્રભાઈનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો કે, હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું, પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં હું ટૉલ્સટોયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજચંદ્રભાઈનો અનુભવ એ બંનેથી ચઢેલો હતો.’
ગાંધીજી બેરિસ્ટર હતા એટલે બુદ્ધિશાળી હતા, અને વિવિધ ધર્મના એમના અભ્યાસથી એઓ તીવ્ર મથામણ અનુભવતા હતા, તે ત્યાં સુધી કે ધર્મ પરિવર્તનની ઇચ્છા એમનામાં જાગૃત થઈ હતી. આવા મંથનકાળમાં શ્રીમદે એમની સાથે આત્મા, ઈશ્વર, મોક્ષ, ધર્મ, પુનર્જન્મ વિશે પત્રચર્ચા કરી ગાંધીજીને ધર્મપરિવર્તન કરતા અટકાવ્યા હતા.
ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ માં શ્રીમદ્દ્ના પોતાના જીવન ઉપરના પ્રભાવને સ્વીકાર્યો છે તે ત્યાં સુધી કે, ગાંધીજીએ લખ્યું છે :
(૨૬)