Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 4
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજી - પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ (જૈન ધર્મના પ્રખર વિદ્વાન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ છે. ગુજરાત વિશ્વકોશ, જૈન વિશ્વકોશ જેવી અનેક સંસ્થાઓમાં અગ્રેસર છે.) વિભૂતિઓનો મેળાપ વિશ્વને નવું દર્શન આપે છે. એ મેળાપમાંથી પ્રગટેલી ભાવનાઓ જગત પર અજવાળું પાથરે છે. એના દ્વારા દુનિયાની રીતરસમ તો બદલાય છે, પણ એથીય વિશેષ જગતની વિચારધારામાં પરિવર્તન આવે છે. આવો એક વિરલ મેળાપ થયો શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજીનો. જોકે આ મેળાપના સંદર્ભમાં ક્યાંક અલ્પોક્તિ કરવામાં આવી છે, તો ક્યાંક એને વિશે અતિશયોક્તિ પણ મળે છે. કેટલાક ગાંધીચરિત્રોમાં એમને વિશે પ્રમાણમાં ઓછું લખવામાં આવ્યું છે, તો કેટલાકે શ્રીમદ્ રાજચંદ્રજીને ગાંધીજીના ગુરુ તરીકે પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે. એ એક હકીકત છે કે સ્વયં મહાત્મા ગાંધીજીએ એકવાર શ્રીમદ્ રાજચંદ્રજી વિશે વિચાર્યું હતું કે એમને મારા ગુરુ બનાવીશ. પણ પછી એમ થયું કે ગુરુ તો સહજ પ્રાપ્ત હોવા જોઈએ. તપ અને એમની પ્રાપ્તિ માટે આકાંક્ષા હોય તો જ સમર્થ ગુરુ કોઈ દિવસ સાંપડે. એવા ગુરુ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા ગાંધીજીને સદૈવ રહી હતી. મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રજી સાથેના સંબંધ વિશે નોંધ્યું છે કે “તેઓ સારી પેઠે સંવાદ કરતા. એમના ચિત્તની સરળતાનો પ્રભાવ સાંભળનાર ઉપર પડતો અને એના દિલનું પરિવર્તન પણ તે કરી શકતા.” (૧) જૈનદર્શન અને ગાંધી વિચારધારા આને પરિણામે વિશ્વના એક વિરલ સંબંધ વિશે ઘણી ભ્રાંત માન્યતાઓ છે. ક્યાંક એવું પણ બન્યું છે કે બંનેની આસપાસના સંદર્ભો ચૂકી જવાયા છે. શ્રીમદ્ રાજચંદ્ર જૈન ધર્મની દૃષ્ટિએ વાત કરે છે અને છતાં એમની દૃષ્ટિ સર્વ ધર્મ તરફ છે, પણ એમણે અધ્યાત્મના પ્રાગટ્ય માટે પ્રયોજેલી પરિભાષા એ જૈન દર્શનની પરિભાષા છે, ત્યારે ગાંધીજી એ એક ધર્મની પરિભાષાને આધારે પોતાના વિચારો પ્રગટ કરતા નથી. એક વિભૂતિ અમુક સમય સુધીના સીમિત દાયરામાં રહેલી છે, તો બીજી વિશ્વના રાજકીય અને સામાજિક પ્રવાહોના વિશેષ સંબંધે વિચારણા કરે છે. શ્રીમદ્ રાજચંદ્રજીનું દેહાવસાન વિ.સં. ૧૯૫૭ મંગળવારે બપોરે ૨૦૦ વાગ્યે રાજકોટમાં થયું. એ પછી શ્રીમદ્ રાજચંદ્રજીની વઢવાણ કેમ્પમાં યોજાયેલી જયંતિ નિમિત્તે વિ.સં. ૧૯૭૩ કાર્તિકી પૂર્ણિમામાં ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રજીના ભક્તોને ‘મૂળ પુરુષના આચાર-વિચારોનું નિર્દોષ અનુકરણ કરવાનો અનુરોધ કરે છે.’ એટલે કે શ્રીમના વિચારોને આચરણમાં મૂકવાનું કહે છે અને એમણે કહ્યું કે “જયંતિની ફતેહનો મૂળ આધાર ભક્તો ઉ૫૨ છે અને ભક્તોએ બહુ ઉજ્જવળ ચારિત્ર બતાવી આપવું જોઈએ, એ જ મારી નમ્રતાપૂર્વક વિનંતી છે.” પોતાને ‘શ્રીમદ્દ્ના પૂજારી' કહે છે. (વિ.સં. ૧૯૭૮ ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે અમદાવાદમાં આપેલું વ્યાખ્યાન) અને એમની પાસેથી તેઓ દયાધર્મ શીખ્યા તેની વાત કરે છે. આ દયાધર્મના સંબંધમાં મહાત્મા ગાંધી કહે છે, “આપણે માની લઈએ કે મારો દીકરો દારૂ પીએ છે, બીડી પીએ છે, વ્યભિચારી છે. તે મારી પાસે પૈસા માગે છે. આજ સુધી તો તેણે માગ્યા તેમ મેં (૮)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 94