Book Title: Jain Achar Mimansa
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ ના લેખકનો પરિચય - ઈ.સ. ૧૯૩૦માં કપડવંજમાં જન્મ. અર્થશાસ્ત્ર અને રાજકારણના વિષયો સાથે માસ્ટર ડિગ્રી લઈને અમદાવાદ અને મુંબઈની કૉલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું. લગભગ પાંચ વર્ષ સુધી દિલ્હીમાં ઑલ ઇન્ડિયા રેડિયો ઉપરથી સમાચાર આપ્યા અને બે વર્ષ સુધી મુંબઈ રેડિયો સ્ટેશન ઉપરથી પરદેશમાં વસતા ભારતીય ભાઈ - બહેનો માટે સમાચાર આપતા રહ્યા. જીવનના ઉત્તર કાળમાં પચીસ વર્ષ સુધી મૂળ બ્રિટિશ કંપની મૅનન ડંકર્લિ ઍન્ડ કું. માં રીજીયોનલ મૅનેજરના ઉચ્ચ પદ ઉપર રહ્યા અને ત્યાંથી નિવૃત્ત થયા. જીવ-જગત અને ઈશ્વર વિશે જાણવાની અદમ્ય ઝંખનાને કારણે વિધ વિધ ધર્મોનો અભ્યાસ કરતા રહેલા અને જેવા નિવૃત્ત થયા કે તુરત જ સાહિત્યસર્જન તરફ વળ્યા. સાહિત્ય તરફની સદાયની અભિરુચિ તેથી સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યનું ઠીક ઠીક પરિશીલન કર્યું. જીવનના સાઠ વર્ષ પછી લખવા માંડ્યું. છતાંય આજ સુધીમાં તેમનાં પચીસ જેટલાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. તેમણે ધર્મ ઉપર તો લખ્યું જ પણ સાહિત્યનાં વિધ વિધ સ્વરૂપોને સ્પર્શીને પણ ઘણું લખ્યું છે. તેમણે નવલકથાઓ લખી, આત્મકથા લખી, ટૂંકી વાર્તાઓ લખી અને હાસ્યવિષયક પુસ્તકો પણ લખ્યાં. તનાવ’ જેવા મનોવૈજ્ઞાનિક વિષય ઉપર લખ્યું તો ‘મૃત્યુ' જેવા ગહન વિષય ઉપર પણ લખ્યું. ‘કર્મવાદનાં રહસ્યો’ નામનું તેમનું પુસ્તક-ઘણું વખણાયું

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 178