Book Title: Jagannathni Murti Ane Bharatnu Bhavishya
Author(s): Narayan Visanji Thakkur
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 6
________________ ઉપદ્યાત જેવી રીતે ઈ. સ. ની બારમી સદીમાં ખ્રિસ્તીઓ અને મુસલમાન નોનું યૂરેપમાં ધર્મયુદ્ધ ચાલ્યું હતું, તેવી રીતે પ્રસ્તુત વાર્તામાં પણ એક ધર્મયુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. વૉલ્ટર સ્કૉર્તા “ટેલિઍન” નામક નવલકથાના પુસ્તકમાં “કૃસેલ્સ”નું જે વર્ણન કરવામાં આવ્યું છે, તેનું મૂળ કારણ એ હતું કે, પેલેસ્ટાઈનમાં ખ્રિસ્તી લોકોનો આદિધર્મ સંસ્થાપક અને મુખ્ય પયગંબર જે જિસ શું કાઇ, તેને જન્મ થયો હતો, અને તેણે પોતાના ધર્મની સ્થાપનાનો આરંભ એ જ પ્રાન્તમાં કયોં હતો, એટલે એ પ્રદેશને ખ્રિસ્તી લોકે વધારે–અત્યંત પવિત્ર માનતા હતા. પાછળથી મુસલમાનોના ધર્મની સ્થાપના થઈ, અને તેમની સત્તાને સમસ્ત સૃષ્ટિમાં વિસ્તાર થઈ ગયો. પોતાના ઉન્નતિના સમયમાં તેમણે જે અનેક દેશે સ્વાધીન કર્યા, તે સાથે પેલેસ્ટાઈન પણ તેમણે લઈ લીધો. એટલે ત્યાં યાત્રાનિમિત્તે જનારા ખ્રિસ્તી યાત્રાળુ ઓને મુસલમાનના અત્યાચારથી અત્યંત ત્રાસ થવા લાગ્યા. યાત્રા કરીને પાછા આવવા પછી તેઓ યુરોપની સર્વ રાજ સભાઓમાં કરુણપૂર્ણ સ્વરથી પિતાપર વીતેલાં દુઃખનું વિવેચન કરવા લાગ્યા, અને પિતાની પુણ્યભૂમિને મુસલમાનોના હસ્તમાંથી પાછી જિતી લેવાને રાજકર્તાએના મનમાં મહત્ત્વાકાંક્ષા ઉત્પન્ન કરવાની ચેષ્ટામાં પણ તેઓ પ્રવૃત્ત. થયા. એનું પરિણામ એ થયું કે, જેટલા ખરા ખ્રિસ્તીઓ હતા, તેટલા ? સર્વ ધર્મયુદ્ધ માટે કમર કસીને તૈયાર થઈ ગયા, અને ધીમે ધીમે મેટા મેટા રાજાઓને પોતાના અધિકારી બનાવીને તેઓ પેલેસ્ટાઈન પ્રાન્તમાં જઈ પહોંચ્યા. ત્યાં તેઓ એકસંપથી તુર્ક લોકાપર વારીઓ કરવા લાગ્યા. “દલિઍનમાં જે ચઢાઈનો ઉલ્લેખ કરેલો છે, તે ચઢાઈ ત્રીજી હતી. એ ચઢાઇમાં ઇંગ્લંડને રાજા પ્રથમ રિચર્ડ, ફ્રાન્સનો રાજા ફિલિપુ, અને જર્મનીનો રાજા કેડરિફ એ ત્રણ રાજા પ્રમુખ હતા, અને બીજા પણ અનેક માંડલિક રાજાઓ અને જાગીરદારોએ એ ચઢાઇમાં સારો ભાગ લીધો હતો. તુકે બાદશાહનું નામ સલાહુદ્દીન હતું. અંતે ખ્રિસ્તી અને મુસલમાનોની પરસ્પર સુલેહ થઈ, અને જેસલમ જનારા ખ્રિસ્તી યાત્રાળુઓનો ત્રાસ સદાને માટે ટળી ગયે. - યુરોપમાં બારમી સદીમાં બનેલા એ બનાવ જેવો જ એક બનાવ ભારતવર્ષમાં સત્તરમી સદીના આરંભમાં બંગાળા અને ઓરીસામાં બન્યો હતો, અને તે જ બનાવને આ નવલકથામાં આધારભૂત માનવામાં આવેલો છે. એ વેળાએ ફળદ્રુપ એરીસા પ્રાન્ત અર્ને રાજાની સત્તાને પ્રદેશ હતો, અને બંગાળામાં નવ્વાબ સુલયમાનખાં પઠાણું કરતો હતો. ઓરીસા તેની નજરે ચડ્યું, અને તેણે તે પર ચઢાઈ ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 224