Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 13
________________ દુર્બુદ્ધિ દિલમાં પેદા કરી છે. એ સ્વસ્થ ચિત્તે જો જાણી લઇએ તો એનો ત્રાસ ઊભો થયા વિના ન રહે... અને જ્યાં આ ત્રાસ ઊભો થઈ જાય ત્યાં એનાથી મુકત થવાના ઉપાયો શરૂ થયા વિના ન રહે ! હૃદય પ્રદીપ’ નામનો આ ગ્રંથ એ ત્રાસ ઉત્પન્ન કરવામાં અને એ ત્રાસથી મુકત થવામાં જબરદસ્ત સહાયક બને એવો છે એની પ્રતીતિ ગ્રંથનું વાંચન કર્યા પછી થયા વિના નહીં રહે ! વાસણ માંજતાં માંજતાં વાસણની સાથે જેમ હાથ પણ ચોખ્ખા થઇ જાય છે -તેમ આ ગ્રંથના શ્લોકોનું વિવેચન લખતાં લખતાં મેં અપૂર્વ આનંદ અનુભવ્યો છે. અનંતોપકારી પૂજ્યપાદ ગુરુદેવશ્રીની કૃપાદૃષ્ટિથી અનામી એવા પૂજનીય ચિરંતનાચાર્ય વિરચિત આ ગ્રંથના વિવેચનના લખાણમાં કયાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાઈ ગયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.... પ્રાન્ત, ‘હૃદય પ્રદીપ’ નામનો આ ગ્રંથ સાચેજ આપણા હૃદયમાં દીપ પ્રગટાવે એજ શુભેચ્છા સાથે... -રત્નસુંદરવિજય (આ. વિ. રત્નસુંદર સૂરિ) (“ચેતન ? જ્ઞાનદીપ પ્રગટાવો” માંથી ઉદ્ભત) ૧૨)

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124