________________
દુર્બુદ્ધિ દિલમાં પેદા કરી છે. એ સ્વસ્થ ચિત્તે જો જાણી લઇએ તો એનો ત્રાસ ઊભો થયા વિના ન રહે... અને જ્યાં આ ત્રાસ ઊભો થઈ જાય ત્યાં એનાથી મુકત થવાના ઉપાયો શરૂ થયા વિના ન રહે !
હૃદય પ્રદીપ’ નામનો આ ગ્રંથ એ ત્રાસ ઉત્પન્ન કરવામાં અને એ ત્રાસથી મુકત થવામાં જબરદસ્ત સહાયક બને એવો છે એની પ્રતીતિ ગ્રંથનું વાંચન કર્યા પછી થયા વિના નહીં રહે ! વાસણ માંજતાં માંજતાં વાસણની સાથે જેમ હાથ પણ ચોખ્ખા થઇ જાય છે -તેમ આ ગ્રંથના શ્લોકોનું વિવેચન લખતાં લખતાં મેં અપૂર્વ આનંદ અનુભવ્યો છે. અનંતોપકારી પૂજ્યપાદ ગુરુદેવશ્રીની કૃપાદૃષ્ટિથી અનામી એવા પૂજનીય ચિરંતનાચાર્ય વિરચિત આ ગ્રંથના વિવેચનના લખાણમાં કયાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાઈ ગયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.... પ્રાન્ત, ‘હૃદય પ્રદીપ’ નામનો આ ગ્રંથ સાચેજ આપણા હૃદયમાં દીપ પ્રગટાવે એજ શુભેચ્છા સાથે...
-રત્નસુંદરવિજય (આ. વિ. રત્નસુંદર સૂરિ)
(“ચેતન ? જ્ઞાનદીપ પ્રગટાવો” માંથી ઉદ્ભત)
૧૨)