________________
હૃદય પ્રદીપ પ્રગટાવો...] અંધકાર, વિષ્ટા, કચરો, દરિદ્રતા ? આમાંની એક પણ ચીજ આપણને ગમતી નથી.. અંધકાર અકળાવે છે...વિઝા ભગાડે છે.... કચરો ભમાવે છે... દરિદ્રતા સળગાવે છે ....
આ બધીય ચીજોના ત્રાસ જ આપણને એ ચીજોથી મુકત થવામાં સફળતા અપાવે છે. પણ, અંધકાર.. વિષ્ટા.... કચરો અને દરિદ્રતા કરતાંય વધુ ભયંકર છે અજ્ઞાનનો અંધકાર.... વાસનાની વિટ્ટા... કષાયનો કચરો.... અંતરની દરિદ્રતા પણ, ખરી તકલીફ એ છે કે આમાંની એકેય ચીજ આપણને અકળાવતી નથી.... ચોરને જેમ ચોરી કરવા માટે અંધકારજ ફાવે છે તેમ આપણનેય અજ્ઞાનનો અંધકાર ફાવી ગયો છે... મજૂરો કચરાની વચ્ચે રહેવા જેમ ટેવાઈ જાય છે તેમ આપણેય કષાયના કચરા વચ્ચે રહેવા ટેવાઈ ગયા છીએ. વરસોથી દરિદ્રતામાં જીવનારાને જેમ દરિદ્રતા કોઠે પડી જાય છે તેમ આપણને ય અંતરની દરિદ્રતા કોઠે પડી ગઈ છે.... પણ આ અંધકાર વગેરેએ આપણને કેવા રિબાવ્યા છે, આપણા આત્મગુણોની કેવી દૂર કતલ કરી છે... દુર્ગતિઓનાં જાલિમ દુઃખો વચ્ચે કેવી ભયંકર .
(૧૧)
R