________________
અનુભવનું અમૃત
લેખક :- ગૌતમ વી. પટેલ M.A. Ph.D. (અધ્યક્ષ, સંસ્કૃત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય.) અમદાવાદ આચાર્યથી ચિદાનંદ સૂરિજી મ.ના વિદ્વાન શિષ્યરત્ન, પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજયજી નો જન્મ તા. ૨૬ જાન્યુ ૧૯૩૯ ના રોજ નવસારી (સૂરત) મુકામે થયો. તેઓશ્રીએ બાલ્યવયે માતા-પિતા સાથેજ પ્રવજ્યા ધારણ કરી હતી. આજે તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા ઉપર વ્યવસ્થિત અધ્યયન દ્વારા સારૂં એવું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. તેઓશ્રીના એકથી વધુ ભાષાઓમાં અનેક ધર્મગ્રંથો સાહિત્ય જગતને પ્રાપ્ત છે.
મેં તેઓશ્રીને નજીકથી નિહાળ્યાં છે એટલે તેમની સ્પષ્ટ છબિ હું જોઇ શકયો છું આદરણીય મુનિશ્રી મૃગેન્દ્ર વિજયજી નિરંતર અધ્યયનરત રહે છે. સ્વભાવે જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે. અને જીવનમાં અનુભવનું વિરલ ભાથું ભેગું કરે છે.
આપણી ધાર્મિક પરંપરામાં જે અનેક ઉત્તમ નાના- મોટા ગ્રંથો છે તેમાં જે જીવનનું અમૂલ્ય અમૃત ઉપલબ્ધ થાય છે તેને આત્મસાત્ કરવા તેઓ અવિરત પ્રયત્નશીલ રહે છે.
ભારતના અનેક ધર્મોના વિવિધ ઉપદેશપ્રધાન ગ્રંથોમાં જે ગ્રંથો જીવનોપયોગી કહી શકાય તેમાં શ્રી હ્રદયપ્રદીપ ષત્રિંશિકાનું પોતાનું આગવું સ્થાન છે એક પ્રત મુજબ એના ૭૦ શ્લોકો ઉપલબ્ધ છે પણ પૂજય મુનિજીએ ૩૬ શ્લોકોની પ્રતનો આધાર લઇને જે વિવેચન કર્યું છે એ વિદ્વત્તાના ધોરણે અને સંપાદનના સિધ્ધાન્તો અનુસાર સર્વથા યોગ્ય છે કારણ ભારતમાં ઘણીવાર મૂળગ્રંથમાં પાછળથી સમયે ઉમેરા થતા હોય છે.
અત્રે જે ગ્રંથના અનુવાદ સાથે પ્રકાશન થઇ રહ્યું છે તેનો પરિચય
૧૩