________________
અન્યત્ર આપેલો છે. અહીં સાધુજનોને ઉચિત એવો ઉપાદેય ઉપદેશ સંસ્કૃતમાં વ્યકત થયો છે. પૂ. મુનિશ્રી મૃગેન્દ્ર વિજયજીએ તેનું વિવેચન સરળ ભાષામાં આપ્યું છે. આમ કરતી વખતે ઋગ્વેદ કે કાલિદાસની કૃતિઓ તથા સુભાષિતો ઉદ્ધૃત કરીને તેઓએ પોતાના અનુભવના અમૃતનું આપણને સુપેરે પ્રાન કરાવ્યું છે. અહીં અધ્યયન અને અનુભૂતિની સરિતાઓ મૂળ ગ્રંથની સાથે ભળતા એક પ્રકારની ત્રિવેણી રચાઇ છે. જેમાં સ્નાન કરીને વાચક આ લોકમાં શુધ્ધિ અને પરલોકમાં મુક્તિ મેળવી શકે છે.
આ ઉપરાંત ગ્રંથના શ્લોકોનો વિદુષી નીલેશ્વરી બેન કોઠારી દ્વારા તૈયાર કરેલ અંગ્રેજી અનુવાદથી આ ગ્રંથની ઉપયોગિતામાં અવશ્ય ઉમેરો થયો છે.
આ કૃતિ ‘નાનો પણ રાઇનો દાણો' કહેવતને સાર્થક કરે છે અને તેની સરસ સમજુતીથી વાચક વર્ગ અનુગૃહીત થશે એમાં કોઇ શંકા નથી.
પૂ. મુનિજી પાસેથી સમાજ હજુ ગ્રંથરત્નોની અપેક્ષા રાખે તે યોગ્ય છે. મારા તેઓશ્રીને પ્રણામપૂર્વક અભિનંદન.
૧૪