________________
આ જ કારણને લઈને શરીરને અધિકરણ પણ બનાવી શકાય છે અને ઉપકરણ પણ. જો સંસારના હેતુ માટે ઉપયોગ થાય છે તો તે શરીર અધિકરણ એટલે કે પાપ વ્યાપારનું સાધન બની જાય છે. જ્યારે યોગી પુરૂષો માટે શરીર મોક્ષ પ્રાપક હોવાથી તેમને માટે શરીર ધર્મનું સાધન બનીને ઉપકરણ બને છે. સમ્યગૂ સમજણથી જેણે વિષયોને વિષતુલ્ય જાણી પોતાનો અમૂલ્ય સમય વેડફતા નથી. શરીરનો સ્વભાવ નાશવંત છે એટલે ગમે તેટલું પુષ્ટ કરો તો પણ તે છેવટે પંચભૂતમાં વિલીન થવાનું છે.
૩૧