Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 62
________________ દુઃખનો અંત આવ્યો નથી તેનું કારણ શોધવું જ રહ્યું? આનું રહસ્ય આર્ષદષ્ટાઓએ શોધી કાઢયું છે. જગતમાં કાર્ય અને કારણનો એક સનાતન નિયમ ચાલે છે. સુખ અને દુઃખ એ કાર્ય છે. એટલેકે પરિણામ (Result) છે. તેનું સર્જન પ્રાણીના ધર્મ અને અધર્મના પર્યાયરૂપ પુણ્ય અને પાપના કારણે થાય છે. એક ચિંતકે કહ્યું છે કે - “માણસને ફળરૂપ સુખ જોઈએ છે પણ એ ફળ જે વૃક્ષ ઉપર ઉગે છે તે ધર્મવૃક્ષની કાળજી લેવી નથી કે માવજત કરવી નથી. એજ રીતે પાપના પરિણામરૂપ દુઃખ કોઈને જોઈતું નથી છતાં ૧૮ પાપસ્થાનકોનું સેવન છોડવું નથી. આ આશ્ચર્યજનક છે.” આ કાર્ય-કારણની ઘટમાળને રોકવાનું નામ છે “સંવર'. આ સંવરભાવનો સ્વીકાર કરવો જોઈએ. ઉપશમ, વિવેક અને સંવર આ શબ્દત્રિપુટીએ જ મુનિ ચિલાતી પુત્રને પાપથી બચાવી લીધાં હતા. આ સંવરના વિચાર-વિમર્શ-વિનિયોગ ધ્યાનનો જ મહિમા છે. જ્યારે સંત કબીરે આ પરિસ્થિતિને તદ્દન જુદો જ વળાંક આપીને આ રીતે રજૂ કરી છે.. સુખિયા સબ સંસાર હૈ, ખાવે ઔર સોવે, દુઃખીયા દાસ કબીર હૈ, જાગે ઔર રોવે.” સુવિચારની આ કેડી પણ આપણને ગંતવ્યસ્થાને લઈ જવા કાંઈક સંકેત તો કરે જ છે. ૬૧. ૬૧.

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124