________________
કલ્પના કરે છે. શોધે છે. છતાં તે ત્યાં ઉપલબ્ધ થતું નથી. એટલે મન ફરી અશાંતિ અનુભવે છે. આ અશાંતિનું વિષચક્ર અવિરત ફરતું જ રહે છે. ‘‘સંતોષાવૃતતૃતાનાં, યત્ મુત્યું શાંતખેતમાં ।
कुतस्तद् धनलुब्धानां इतश्चेतश्च धावताम् ।। "
જેઓ ધનાર્જન માટે આમતેમ દેશ-પરદેશમાં ભટકે છે. તેમની દશા ખરેખર દયાજનક છે.
કવિ સૂરદાસ કહે છે :
मेरो मन जानत नांही कहाँ सुख पावे 1
जैसे उड़ि जहाज पंछी फिर जहाज पर आवे ।।
અર્થ સ્પષ્ટ છે.
:
સંસારીજીવને ઘર, વ્યાપાર, પરિવાર વગેરેના સેંકડો કાર્યો કરવાના હોય છે તેમાંથી તેને ફુરસદ મળતી નથી અને જીવન પુરૂં થતાં પણ જંજાળ સમાપ્ત થતી નથી. માટે જ હે જીવ ? તું સારાસાર નો વિવેક કરીને સ્થિર અને સ્થિતપ્રજ્ઞ બન.
૧૧૧