Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 83
________________ મહર્ષિ વેદવ્યાસે આ વિષમતાનું વર્ણન-ચિત્રણ આ રીતે કર્યું છે :तर्को 5 प्रतिष्ठः स्मृतयोपि भिन्नाः, नैको मुनिर्यस्य वचः प्रमाणम् । धर्मस्य तत्वं निहितं गुहायां, महाजनो येन गतः स पन्थाः ॥ તર્ક - અનુમાનના માપદંડથી પ્રશ્નોનું નિરાકરણ કરવું અશકય છે. સ્મૃતિઓ, શ્રુતિઓ, ઉપનિષદો વળી કાંઇક જુદુંજ પ્રતિપાદન કરે છે. પુરાણ કથાઓ પુરાણી થઈ ગઈ છે. ઉપદેશકો - પ્રવચનકારોમાં મતમતાંતર છે એટલે તેમનું પ્રામાણ્ય શંકાસ્પદ છે. ધર્મશાસ્ત્રોનું રહસ્ય આજ સુધી ગુફામાં ગુમ રહ્યું છે. એટલે હવે ઉપાય તરીકે શિષ્ટ-પ્રતિષ્ઠિત મહાજનના માર્ગને અનુસરવું એ જ રાજમાર્ગ છે. | દાર્શનિક જગતની આ અરાજકતા જોઇને અધ્યાત્મ યોગી શ્રી આનંદધનજી પ્રભુની સ્તુતિમાં આ રીતે નિવેદન કરે છે - અભિનંદન જિન દરિસણ તલસીએ, દરિસણ દુર્લભ દેવ, મત મત ભેદરે જો જઇ પૂછીએ સહુ થાપે અહમેવ. હેતુ વિવાદે હો ચિત્ત ઘરી જોઈએ અતિદુર્ગમ નયવાદ, આગમવાદે હો ગુરૂગમ કો નહિ એ સઘળો વિખવાદ. શ્રીમદ્ રાજચંદ્રજી પણ આવો જ અભિગમ સ્વીકારે છે : રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાળ, ઇનમે સબ મત રહત હૈ, કરતે નિજ સંભાળ સમગ્રરીતે જોતાં કહી શકાય કે - આત્મલક્ષી બનીને હે આત્મનું? તું તારું હિત સાધી લે. એમાં જ તારૂં કલ્યાણ છે. (૮૨)

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124