Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 106
________________ (33) EXPLANATION : This verse glorifies 'mental tranquility' as the highest achivement in this world. The joy that is generated by spiritual stability is much superior to the pleasure of power over all the three worlds! Such inner happiness is lasting and liberating. Only a being who is unaware of this fact wishes to indulge in the attainment of worldly pleasures like sense-satiation, wealth and power. શ્લોકાર્થ: પ્રાણીને વિષયભોગજન્ય સુખની ઇચ્છા ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી ચિત્તની સ્વસ્થતાનાં સુખથી તે અનભિજ્ઞ છે. જ્યારે તે મનની સ્વસ્થતાના સુખના અંશનું પણ સંવેદન કરી લે છે ત્યારે તેને ત્રણ લોકનું સામ્રાજય મળે તો પણ તેની ખેવના નથી. (૩૩) ભાવાનુવાદઃ ગ્રંથકાર અહિં એકદમ તરલ અને સરળ ભાષામાં સ્વાનુભવનું અમૃતપાન કરાવે છે. પ્રશ્ન ફક્ત રસાસ્વાદનો છે. અનાદિકાળથી જીવને ઇન્દ્રિય જન્ય સુખનો જ અનુભવ હોવાથી તેનાથી તે પરિચિત છે. એટલે કામભોગના સંયોગજન્ય સુખને જ સુખ સમજે છે બિચારો તે સ્વભાવના સુખથી અજ્ઞાત છે. જેણે પસ ભોજનનો સ્વાદ માણ્યો નથી તે તેનું વર્ણન કરવા સમર્થ નથી. જ્યારે તેને આથી વિશેષ ચઢીયાતો - super આનંદની ઝાંખી થાય છે ત્યારે તેને વિષયજન્ય સુખ તુચ્છ ભાસે છે. ભલે ત્રણે જગતનું સામ્રાજય મળી જાય તો પણ તેને તેની ખેવના રહેતી નથી. ૧૦૫)

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124