________________
વાતને વિસ્તૃત રીતે સમજાવે છે.
तेजोलेश्याविवृद्धि र्या, साधोः पर्यायवृद्धितः।
भाषिता भगवत्यादौ, सेत्थंभूतस्य युज्यते ॥ ભગવતીસૂત્રના ૧૪ મા શતકમાં દેવોની તેજલેશ્યા એટલે કે દેવી સુખની અનુભૂતિની શ્રમણના આંતરિક આનંદ-સુખની તુલનાસરખામણી કરતાં કહયું છે કે :
માત્ર એક માસના દીક્ષિત શ્રમણનું સુખ વાણવ્યંતર દેવોના સુખ કરતાં પણ વધુ છે. આમ ક્રમશઃ બે માસનો દીક્ષિત સાધુ ભવનપતિ દેવોના સુખને આંબી જાય છે. ત્રણ મહિનાનો દીક્ષિત અસુરકુમાર દેવોના સુખને વટાવી જાય છે. આ રીતે ચાર મહિનાનો દીક્ષિત સાધુ જ્યોતિષચકના દેવોના સુખને ઉલ્લેધી જાય છે.
પાંચ માસનો દીક્ષિત સાધુ સૂર્ય-ચંદ્રના, સાત માસનો દીક્ષિત સાધુ સૌધર્મઇશાનના, આઠ માસનો દીક્ષિત સાધુ બ્રહ્મ અને લાંતકના, નવ માસનો દીક્ષિત સાધુ મહાશુક અને સહસ્ત્રાર આનત, પ્રાણત, આરણ અને અશ્રુત ના, અગિયાર માસનો દીક્ષિત સાધુ ચૈવેયકના, અને બાર માસનો દીક્ષિત સાધુ, અનુત્તરવાસી દેવોના સુખને આંબી જાય છે.
વાચકવર્થ ઉમાસ્વાતિ ભગવાન “પ્રશમરતિગ્રંથમાં જણાવે છે કે :या सर्वसुरवरर्धिः विस्मयनायापि सानगारर्धेः।। नाऽर्धति सहस्त्रभागं, कोटिशतसहस्त्रगुणितामपि (श्लोक २५७)
અથર્-સમસ્ત દેવોમાં શ્રેષ્ઠ ઈન્દ્રની જે ઋધ્ધિ ઐશ્વર્ય છે તે અવશ્ય આશ્ચર્યકારી છે પરંતુ એથી પણ લાખ કોટી ગુણાકારે ઋધ્ધિ થાય તે પણ મુનિને પ્રાપ્ત ઋધ્ધિથી હજારમાં ભાગે પણ તેની તુલનામાં આવી શકે નહિ.
આંતર સુખનું આ ગણિત બતાવે છે કે – જેમ સુખની માત્રા ઊંચી તેમ એ સૂક્ષ્મ થતું જોવાય છે. એટલે બાહય સાધન - સામગ્રીનું મૂલ્ય ઘટતું જાય છે. આત્મનિષ્ઠ મુનિનું સુખ ચક્રવર્તી અને ઇન્દ્રના સુખથી પણ ઊચ્ચ છે એવું ફલિત થાય છે.
૧૦૮