________________
(31) EXPLANATION :
This verse very clearly states the conditions in which the attainment of blissful 'selfabsorption' is impossible..
One can never experience the joy of 'selfabsorption' as long as he is (1) ignorant of the Truth in all aspects, (2) agitated by wrong notions, dilemmas, anxiety and lusful longing and (3) unhappy due to the worldly miseries. Such a being cannot, even in his dreams feel ectasy of equipoise. શ્લોકાર્થ:
જેઓ (શાસ્ત્રોના) તત્વને યથાસ્થિત જાણતા નથી (મનના) સંકલ્પવિકલ્પો અને ચિંતામાં જેઓ વ્યગ્ર છે, વિષયોમાં આસકત છે અને સંસારના (ત્રિવિધ) દુઃખોથી દુઃખી છે તેમને સ્વપ્નમાં પણ સમાધિસુખની પ્રાપ્તિ થતી નથી. (૩૧) ભાવાનુવાદ:
સમાધિના સુખની પ્રાપ્તિ સરળ નથી. આવું સુખ યોગીજનોને તો પ્રત્યક્ષ છે પણ જેમણે હજી આની યોગ્યતાને પ્રાપ્ત કરી નથી તેમને તો સ્વપ્નમાં પણ તે સાંપડતું નથી તો પછી જાગ્રત અવસ્થામાં તો તદ્દત જ અશકય છે. સમાધિસુખની ત્રણ શરતો છે. ૧ હેય, શેય ઉપાદેય તત્વનું સમ્યક જ્ઞાન હોવું જરૂરી છે અથવા શરીર અને
આત્માનું ભેદજ્ઞાન હોવું જોઈએ. ૨ સંકલ્પ - વિકલ્પની માયાજાળમાંથી મન મુક્ત જોઈએ તેમજ વિષયોની
આસક્તિ ન હોય. ૩ સંસારના દુઃખોથી જે પીડા-ત્રાસ છે આવા દુઃખગર્ભિત વૈરાગ્યવાળો
પણ આ સુખને મેળવવા અયોગ્ય સમજવો.